મન કી બાતમાં PM મોદી ભાવુક બન્યાઃ શું અપીલ કરી ભારતની જનતાને?
મન કી બાત કાર્યક્રમની ૧૦મી વર્ષગાંઠ પર બોલ્યા પીએમ મોદી-તહેવારોમાં સ્વદેશી વસ્તુઓ ખરીદવા મોદીની અપીલ
(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે ૧૧ વાગ્યાથી આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમ શરૂ કર્યો હતો. જેમાં તેમણે સૌથી પહેલા તો તેમના આ પ્રોગ્રામમાં જળ શક્તિ, જળ સંરક્ષણ, નારી શક્તિથી શરૂઆત કરી. તેમણે મધ્યપ્રદેશના છત્તીસગઢ ગામમાં મહિલાઓના જળ સંરક્ષણની વાત કરી.
પીએમ મોદીના ‘મન કી બાત’ રેડિયો પ્રોગ્રામના આજે ૧૦ વર્ષ પૂરા થયા. તેઓ આજે ૧૧૪મી વાર આ પ્રોગ્રામમાં સંબોધન આપી રહ્યા હતા. આ પ્રોગ્રામ દ્વારા તેઓ સીધા જનતા સાથે કનેક્ટ થાય હતા. સાથે જ દેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરતા હોય છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ સરકારની યોજનાઓની જાણકારી આપવાનો છે.
સાથે જ જનતાની સમસ્યા પર વાત કરવાનો છે. ઉપરાંત તેઓ પ્રોગ્રામમાં ખેડૂતો, યુવાનો અને મહિલા સશક્તિકરણ તેમજ સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર ફોકસ રાખે છે.
દરમિયાન વડાપ્રધાને નવરાત્રી, દુર્ગાપૂજા, દિવાળી અને છઠ્ઠ પૂજા સહિતના તહેવારોમાં દેશવાસીઓને સ્વદેશી વસ્તુઓ ખરીદવા આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. સાથે જ તમે યુટ્યુબ પર પણ પીએમ મોદીના વિચાર સાંભળી શકો છો. પ્રોગ્રામ સમાપ્ત થયા બાદ આકાશવાણી પર આ પ્રોગ્રામને લોકલ ભાષામાં પણ પ્રસારિત કરવામાં આવે છે. આ પ્રોગ્રામ માટે ૫ સપ્ટેમ્બરથી લઈને ૨૭ સપ્ટેમ્બર સુધી જનતાની સલાહ માટે ટેલિફોન લાઈન પણ ઓપન રાખવામાં આવી હતી.
સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીનો આ ચોથો એપિસોડ છે. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે કહ્યું કે મન કી બાત યાત્રાને ૧૦ વર્ષ પૂરા થયા. ૧૦ વર્ષ પહેલા ૩ ઓક્ટોબરે દશેરાના દિવસે આ કાર્યક્રમ શરૂ થયો હતો. આજે ૧૧૪માં એપિસોડના ૩ દિવસ બાદ નવરાત્રી શરૂ થશે. મન કી બાત કાર્યક્રમમાં ન માત્ર ચટપટી વાતો પરંતુ પોઝિટિવ વોતોની પણ દેશની કાર્યક્રમમાં આજે પીએમ મોદી દ્વારા પોંડિટેરીના સમુદ્ર તટ પર સફાઈ અભિયાનની ચર્ચા કરવામાં આવી.
તેમણે કહ્યું કે મ્યુનિસિપાલિટી અને આસપાસના વિસ્તારના યુવાનો દ્વારા આ અભિયાનનું નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે. સાથેજ કહ્યું કે આપણે આપણી આસપાસ જોઈએ તો ખબર પડે છે કે દેશના દરેક ભાગમાં કોઈને કોઈ સ્વચ્છતાને લઈને અનોખો પ્રયાસ કરી રહ્યું છે. વધુમાં એવું પણ કહ્યું કે હવે ૨ ઓક્ટોમ્બરે સ્વચ્છ ભારત મિશનને ૧૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે.
આ પ્રસંગ એ લોકોને અભિનંદન પાઠવવાનો છે, જે લોકોએ ભારતના ઈતિહાસનું આ સૌથી મોટું જન આંદોલન બનાવ્યું. પીએમ મોદીએ એવું પણ કહ્યું કે, આજે લોકો રિડ્યૂઝ અને રીયૂઝ તેમજ રીસાયક પર વાત કરી રહ્યા છે. આ ખરેખરમાં સ્વચ્છ ભારત મિશનની સફળતા છે. આજે મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલી છે.
પીએમ મોદીએ કહ્યું કે આના ઉદાહરણમાં મને કોઝિકોડમાં એક શાનદાર પ્રયાસની ખબર પડી છે. કેરળના ૭૪ વર્ષના સુબ્રમણ્યમજીએ ૨૩ હજાર કરતા વધુ ખુરશીઓની રિપેર કરીને ફરી તેને ઉપયોગી બનાવી. લોકો તેમને રિડ્યૂસલ, રિયૂઝ અને રીસાયકલના ટ્રિપલ ચેંપિયન કહે છે. તેમના આ અનોખા પ્રયાસને કોઝીકોડના સિવિલ સ્ટેશન, પીડબ્લૂડી અને એલઆઈસીમાં જોઈ શકાય છે.
પીએમ મોદીએ કહ્યું કે, સ્વચ્છતાને લઈને જે અભિયાન યથાવત છે તેમા આપણે વધુમાં વધુ લોકોને જોડવા જોઈએ. આ અભિયાન કોઈ એક દિવસ કે એક વર્ષનું નથી હોતું. આ યુગો યુગો સુધી નિરંતર કરવા વાળું કામ જ્યા સુધી આપણો સ્વભાવ નથી બની જતું ત્યા સુધી કરવાનું છે. પીએમ મોદીએ દેશના દરેક નાગરીકને ફરી વાર સ્વચ્છતા અભિયામનમાં હિસ્સો લેવા જણાવ્યું.