તખ્ત ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનામાં આગળ વધશે
મુંબઇ, કરણ જોહરની પિરિયડ ડ્રામા તખ્તનું શૂટિંગ હવે માર્ચ મહિનામાં આગળ વધારવામાં આવશે. હાલમાં ફિલ્મની પટકથાને અંતિમ ઓપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. એવું જાણવા મળ્યું છે કે, પટકથા તૈયાર કરી લેવામાં આવી છે. કરણ જોહર હાલમાં જેસલમેરમાં ફરી રહ્યા છે. યોજના મુજબ આ ફિલ્મનુ શૂટિંગ માર્ચમાં શરૂ થશે. કરણ જોહર અને તેમની પ્રોડક્શન ટીમ ભૂતકાળમાં પણ કેટલાક સ્થળોની મુલાકાત લઇ ચુકી છે.
કરણ જોહર, સિનેમાટોગ્રાફર મુકેશ મીરચંદાની, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા આર્ટ ડિરેક્ટર સાબુ અને અન્ય ટીમ રાજસ્થાનમાં જેસલમેરમાં સ્થળોની ચકાસણી કરી ચુકી છે. સેટની ડિઝાઈનો તૈયાર કરવામાં આવી ચુકી છે. હવે આ ટીમ યુરોપના પ્રવાસે જશે જેમાં ઇટાલી અને ફ્રાંસનો સમાવેશ થાય છે. ૧૮મી જાન્યુઆરીથી આ યાત્રા ઇટાલી અને ફ્રાંસની રહેશે. અંતિમ લોકેશનની પસંદગી કરી લેવામાં આવ્યા બાદ શૂટિંગ હાથ ધરાશે. યુરોપ અને રાજસ્થાનમાં મોટા સેટ લગાવવામાં આવી શકે છે. જંગી બજેટ સાથે આ ફિલ્મ તૈયાર થઇ રહી છે.
પિરિયડ ડ્રામા ફિલ્મમાં મોગલ સામ્રાજ્યને દર્શાવવામાં આવશે. ફિલ્મમાં ઔરંગઝેબ અને દારા વચ્ચેની લડાઈને દર્શાવવામાં આવશે. તાજ માટેની આ લડાઈ રહેશે. આ ભૂમિકા રણવીરસિંહ અને વિકી કૌશલ દ્વારા અદા કરવામાં આવી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, જાન્હવી કપૂર, કરીના કપૂર અને ભૂમિની ભૂમિકા રહેશે. અનિલ કપૂરની પણ ચાવીરુપ ભૂમિકા રહેશે. ફિલ્મને ૨૦૨૧માં રજૂ કરવાની યોજના તૈયાર કરી લેવામાં આવી છે. ફિલ્મનું શૂટિંગ ઝડપથી આગળ વધશે.