અમેરિકા ઈરાન પર આર્થિક પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યું છે
વાશિંગ્ટન, અમેરિકાએ જેવી રીતે ઈરાક સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણે હુમલા કર્યા અને કેટલીય રોકેટો દાગી, તે બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ ઈરાન વિરુદ્ધ મોટા પ્રતિબંધો લગાવવાની તૈયારી કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે અમેરિકા ઈરાન પર સજા તરીકે વધારાના આર્થિક પ્રતિબંધો લગાવશે. ટ્રમ્પે કહ્યું કે જેવી રીતે ઈરાને ઈરાકમાં અમારા સૈન્ય ઠેકાણા પર હુમલા કર્યા તેની ઈરાનને સજા મળશે. તેમણે કહ્યું કે અમે હુમલામાં થયેલ નુકસાનનું પણ આંકલન કરી રહ્યા છીએ અને ઈરાનની આ હરકતનો કોઈ રીતે જવાબ આપી શકીએ તે વિશે વિચાર કરી રહ્યા છીએ.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા તત્કાળ પ્રભાવથી ઈરાન પર આર્થિક પ્રતિબંધો લગાવી રહ્યું છે. જ્યાં સુધી ઈરાનનું વલણ નથી બદલાતું ત્યાં સુધી આ પ્રતિબંધો યથાવત રહેશે. ટ્રમ્પે આ નિવેદન રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે આપ્યું જણાવી દઈએ કે ઈરાને બુધવારે ઈરાક સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ૧૨ મિસાઈલ લાન્ચ કરી હતી. જણાવી દઈએ કે આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકાએ ઈરાનના મિલિટ્રી જનરલ કાસિમ સુલેમાનીને ડ્રોન હુમલામાં ઠાર માર્યો. આ હુમલા બાદ ઈરાને અમેરિકાનો બદલો લેવાની વાત કહી હતી.
પોતાના સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે ૨૦૧૩માં સૌથી બેવકૂફી ભરી પરમાણુ ડીલ ઈ જે બાદથી ઈરાનની શત્રુતા વધી ગઈ છે, તેમને ૧૫૦ બિલિયન ડાલર આપવામાં આવ્યા. અમેરિકાનો આભાર માનવાને બદલે ઈરાને અમેરિકાનો ખાત્મો કરવાનો મંત્ર જપવો શરૂ કરી દીધો. આની સાથે જ ટ્ર્મ્પે ચીન, યૂકે, ફાંસ, રશિયાને પણ અપીલ કરી કે તેઓ સચ્ચાઈને સમજે, તેમણે ઈરાન સાથે તેમના કરાર ખતમ કરી દેવા જોઈએ. કહ્યું કે આપણે બધાએ મળીને ઈરાન સાથે એવી ડીલ કરવી જોઈએ જેનાથી દુનિયાને સુરક્ષિત કરવામાં આવી શકે. જો ઈરાન મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપિત કરવામાં સફળ રહે તો ઈરાન એક મહાન દેશ બની શકે છે.
વધુમાં ટ્રમ્પે કહ્યું કે ઈરાનના હુમલામાં અમેરિકાના આર્મી બેસને મામૂલી નુકસાન પહોંચ્યું છે. અમારી અમેરિકન સેનાઓ દરેક પ્રકારના હાલાત માટે પહેલેથી જ તૈયાર હતી. વધુમાં કહ્યું કે અમેરિકા પાસે હાઈપરસોનિક મિસાઈલો છે, અમારી પાસે તાકાતવર સેના અને હથિયાર છે, પરંતુ તેનો મતલબ એ નહિ કે અમે તેનો ઉપયોગ નહિ કરીએ. તેઓ શાંતિ ઈચ્છે છે અને આ હથિયારોનો ઉપયોગ કરવા નથી માંગતા. વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આજે થયેલા હુમલામાં એકપણ અમેરિકી સૈનિકનું મોત નથી થયું.