અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક હદે વધારો
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમા ચામાસા બાદ રાગચાળાઅ માથુ ઊંચક્યું છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા ઉલટી અને ટાઈફોઈડના કેસોમાં પણ વધારો થયો છે. પશ્ચિમ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસોના પ્રમાણ વર્ષમાં વધારો થયો છે. ગોતા, થલતેજ, સરખેજ સહિતના વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસો વધારે જોવા મળ્યા છે.
સરકારી અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. ડેન્ગ્યુના કેસો વધવાનું મુખ્ય કારણ પક્ષી ચાર્ટ અને કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર ભરાયેલા વરસાદી પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ થવાના કારણે એડિસ મચ્છરો વધતા ડેન્ગ્યુ અને મેલેરિયા વધ્યો છે.
મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ ૨૯ સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના ૪૯૪, સાદા મેલેરિયાના ૧૦૨, ઝેરી મેલેરિયાના ૦૮ અને ચિકનગુનિયાના ૫૮ કેસો નોંધાયા છે.
જ્યારે પાણીજન્ય રોગચાળામાં ટાઈફોઇડના ૫૨૧, ઝાડા ઉલ્ટીના ૪૧૮, કમળાના ૪૪૫ અને કોલેરાના ૩ કેસો છે. ડેન્ગ્યુના ૧૨૫૦૭ જેટલા સીરમ સેમ્પલ લીધા છે. શહેરમાં ૮૫૮૪ જેટલી કન્સ્ટ્રક્શન સાઈટ ચેક કરવામાં આવી છે અને ૨૯૭૩૧ જેટલી નોટિસ આપી ૧.૫૭ કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
શહેરમાં ડેન્ગ્યુ અને ટાઈફોઈડના કેસોનું પ્રમાણ વધ્યું છે. ચિકનગુનિયાના કેસમાં પણ વધારો થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જે મોટા બંગલા, ચાલ્યો અને બિલ્ડીંગોમાં પક્ષી ચાટ તેમજ નવી બની રહેલી કન્સ્ટ્રક્શન સાઈટો ઉપર વધારે વરસાદી પાણી ભરાય છે જેમાં મચ્છરોની ઉત્પત્તિ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે, જેના કારણે ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે. પાણીજન્ય કેસોના વધારાનું મુખ્ય કારણ પ્રદૂષિત પાણી અને બહારના ખાવાના કારણે થતું હોવાનું સામે આવ્યું