એજન્ટને વિઝા માટે પાસપોર્ટ આપતાં હોવ તો ચેતી જજો
અમેરિકા જવાની ઘેલછા યુવકને ભારે પડીઃ એજન્ટે યુવકના પાસપોર્ટમાં લંડનના રિજેકશનના સિક્કાવાળું પેજ બદલી નાંખ્યું !
(એજન્સી)અમદાવાદ, અમેરિકા જવાના સપના જોતા યુવકો સાથે ઠગાઈ થઈ હોય તેવા અનેક કિસ્સા અત્યાર સુધીમાં સામે આવી ચૂકયા છે પરંતુ મહેસાણામાં રહેતા યુવક સાથે અજીબોગરીબ ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે.
મહેસાણાના યુવકે આશ્રમરોડ પાસે અહાવેલી મૈત્રી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં એજન્ટને મળવા ગયા હતા. એજન્ટે રૂ.પ૦ લાખમાં અમેરિકાના વિઝા કરાવી આપવાની બાંહેધરી આપીને યુવકના પાસપોર્ટ સાથે ચેડાં કરીને વીઝા ઓફિસમાં યુવકને ઈન્ટરવ્યુ માટે મોકલી આપ્યો હતો. અમેરિકામાં વિઝા ઓફિસમાં યુવકના પાસપોર્ટ સાથે ચેડાં થયા હોવાનું માલૂમ પડતાં આ અંગે યુવકે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
મહેસણામાં રહેતા ર૯ વર્ષીય ધ્રુનલ પટેલે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. યુવક અને તેના મિત્રે અમેરિકા જઈને રૂપિયા કમાવાના સપના સેવ્યા હતા. ધ્રુનલને તેના ઓળખીતાએ જણાવ્યું હતું કે, અમેરિકા આવવા માટે તારા પાસપોર્ટમાં અન્ય દેશના વિઝિટર વીઝા લઈને ફર્યો ત્યારબાદ શરૂઆતમાં લંડનના વર્ક પરમીટ વીઝા મેળ્યા હતા. પરંતુ ઓમાન પહોંચતા જ ધ્રુનલને ઈમિગ્રેશન વિભાગે પાછો ધકેલી દીધો હતો.
કારણ કે ધ્રુનલ પાસે જે કંપનીના વર્ક પરમીટ હતી તે કંપનીને લંડન ગર્વમેન્ટે બ્લોક કરી દીધી હતી. ધ્રુનલે અમદાવાદ આવ્યા બાદ અમેરિકામાં રહેતા તેના પરિચિત સાથે વાતચીત કરતાં આશ્રમ રોડ પાસે આવેલી મૈત્રી ટુર એન્ડ ટ્રાવેલ્સમાં કામ કરતા ધીરૂભાઈ પટેલને મળવાનું જણાવ્યું હતું.
ધ્રુનલ ગત મેમાં ધીરૂભાઈને મળવા માટે પહોંચી ગયો હતો. એજન્ટે પ૦ લાખમાં અમેરિકા મોકલી આપવાનું જણાવ્યું અને ધ્રુનલનો પાસપોર્ટ અને અન્ય વિગતો લઈને ફાઈલ તૈયાર કરી હતી.