બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ‘ભૂતપ્રેત’નો કોર્સ શરૂ કરાયો
બનારસ, હિન્દુ યુનિવર્સિટીમાં ‘ભૂતપ્રેત’નો કોર્સ શરૂ કરાયો હિન્દુ યુનિવર્સિટીમાં ‘ભૂતપ્રેત’નો કોર્સ શરૂ કરાયોબનારસ હિન્દુ યુનિવર્સિટી માં ભૂત વિદ્યાનો કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કોર્સનો સમયગાળો ૬ મહિનાનો હશે અને ફી પૂરા ૫૦ હજાર રૂપિયા હશે. મ્ૐેંના આર્યુવેદ કોલેજના ડીન ડો.વાયબી ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ કોર્સમાં સાઈકોસોમેટિક ડિસઓર્ડર, ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર, ઈડિયોપેથિક ડિસઓર્ડરને મૂળથી નાબૂદ કરવા પર આર્યુવેદથી સંબંધિત ઉપચાર શીખવવામાં આવશે. આ પ્રયોગોના પરિણામોને સાર્વજનિક કરવામાં આવશે.
ઈડિયોપેથિકને સમજવાતા ડો.ત્રિપાઠી કહે છે કે, ઈડિયોપેથિક એટલે કે એવો રોગ જેનુ કારણ કંઈ જ સમજમાં આવી ન રહ્યું હોય. શારીરિક રૂપથી જ્યારે ઉપરથી બધુ બરાબર લાગી રહ્યું હોય. સાઈકોસોમેટિકનો સંબંધ પ્રાયોગિક મનોવિજ્ઞાન અને તેનાથી આવેલા વ્યવહારિક બદલાવથી છે.
સામાન્ય રીતે લોકો ભૂતનો મતલબ તેના તથ્ય સાથે લગાવે છે, જેમા જીવન બાદ આત્માનું ભૂત બની જવાની વાત હોય છે. પરંતુ ભૂત વિદ્યામાં એવુ નથી. તે પંચમહાભૂત એટલે કે ધરતી, આકાશ, અગ્નિ, જળ અને વાયુ સાથે સંબંધિત છે. અમારી પાસે કેટલાક એવા દર્દી આવે જેઓને કહેવાય કે તેમને ભૂત લાગી ગયું છે, તો આવા લોકોનું પ્રાચીન વૈજ્ઞાનિક વિધિથી અમે સારવાર કરીશું.
આ કોર્સમાં મન સાથે સંબંધિત ૧૬ પ્રકારની બીમારીઓ પર કામ થશે. આ બીમારીઓ ત્રણ ગુણ એટલે કે સત્વ, રજ અને તમના આધાર પર વર્ગીકરણ કરવામાં આવશે અને કાઉન્સેલિંગ, હાથમાં પહેરાવાતા જ્યોતિષ રત્ન મંત્રના પ્રભાવ અને આર્યુર્વેદિક ઔષધીઓના દ્વારા સારવાર કરવાના પ્રયોગ શીખવાડશે. તેના મુજબ, તમામ બીમારીઓમાં ૬૬ ટકા બીમારી મનથી સંબંધિત છે અને આર્યુવેદ તેની સારવાર કરવામાં સક્ષમ છે, જ્યારે કે આ મામલે એલોપેથી પૂર્ણ રીતે કારગત નીવડતુ નથી.
કોર્સ દરમિયાન આ પ્રકારના પ્રયોગ પણ થશે જેમાં જ્યોતિષીના હિસાબથી રત્ન પહેરાવવામાં આવશે. કોઈના પર માત્ર મંત્રના પ્રભાવ જોવા જશે, કોઈ પર બંને સાથે દવાઓનો પ્રયોગ થશે. મંત્રો વિશે ભારતીય ગ્રંથોમાં એવા પ્રમાણપત્ર મળ્યાં છે કે, દરેક શબ્દની એક ખાસ ધ્વનિ હોય છે, તેનો પ્રભાવ કંપન્ન પેદા કરે છે, તેનાથી મસ્તિષ્ક અને તેના વિચારવાની રીત પર અસર પડે છે. મંત્ર વિજ્ઞાન આ રીતે કામ કરે છે.
આ કોર્સ જો સફળ નીવડે છે, તો આગામી સમયમાં યોગા બાદ ભૂત વિદ્યા બીજી ભારતીય પદ્ધતિ બનશે, જેને વ્યાપક સ્વીકાર્યતા મળશે. એટલે કે, આ કોર્સ પર અંધવિશ્વાસનો ટેગ હટાવવામાં મીલનો પત્થર સાબિત થશે.