નાણાં મંત્રાલયની ૧ ફેબ્રુઆરીએ રજુ થનાર બજેટને લઇ તૈયારીઓ શરૂ
નવીદિલ્હી, નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧નું સામાન્ય બજેટ ૧ ફેબ્રુઆરીએ રજુ કરવામાં આવશે હકીકતમાં ૧ ફેબ્રુઆરીએ શનિવાર છે તો આવામાં એ અટકળો લગાવવામાં આવી રહી હતી કે બજેટની તારીખ આગળ વધારી શકાય છે.જો કે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ એ સ્પષ્ટ કરી દીધુ છે કે બજેટ ૧ ફેબ્રુઆરીએ જ રજુ થશે ૩૧ જાન્યુઆરીએ આર્થિક સર્વે રજુ કરવામાં આવશે.
દરમિયાન નાણાં મંત્રાલયે બજેટ રજુ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના માટે નાણાંમંત્રીએ ઇડસ્ટ્રીઝના લોકોથી બેઠકો શરૂ કરી દીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુચન મંગાવ્યા છે. નિર્મલા સીતારમણ નાણાં મંત્રી તરીકે બીજુ બજેટ રજુ કરશે જેમાં કેટલીક મોટી જાહેરાત કરી શકે છે. એ યાદ રહે કે ૧ ફેબ્રુઆરીએ બજેટ રજુ થવાનું હોવાથી શેર બજાર બીએસઇ,એનએસઇ પણ ખુલ્લા રહેશે શનિવાર રવિવારે શેર બજાર બંધ રહે છે.
પરંતુ આ વખતે શનિવારે બજાર ખુલ્લા રહેશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ સવારે ૧૧ કલાકે બજેટ ભાષણ વાંચવાનું શરૂ કરશે આ પહેલા વર્ષ ૨૦૧૫-૧૯માં શનિવારે બજેટ રજુ કરવામાં આવ્યું હતું. નાણાં મંત્રીએ ડિસેમ્બર ૨૦૧૯માં જીએસટી કાઉન્સીલની સાથે ચાર બેઠકો કરી હતી આ બેઠકમાં જીએસટી દ્વારા મહેસુલ વધારવાથી લઇ અર્થવ્યવસ્થાને મજબુત આપવા માટે ચર્ચા કરી હતી.