Western Times News

Gujarati News

100 નવી ‘૧૦૮ એમ્બ્યુલન્સ’ અને 38 નવી ICU ઓન વ્હીલ્સ ફરતી થશે

10 નવી ફૂડ સેફટી ઓન વ્હીલ્સની ‘મોબાઈલ ટેસ્ટીંગ વાન’નું પણ લોકાર્પણ કરાયું

એમ્બ્યુલન્સની કાર્યક્ષમતા અને ગુણવત્તા વધારવા રાજ્ય સરકારે ૧૦૮ના વાહનોને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ કર્યા: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો કરતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી ૧૦૦ નવી ‘૧૦૮ એમ્બ્યુલન્સ’ને ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવી નાગરિકોની સેવામાં કાર્યરત કરી હતી. સાથે જમંત્રી શ્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના ICU ઓન વ્હીલ્સ માટેના નવા ૩૮ વાહનોનું તેમજ ફૂડ સેફટી ઓન વ્હીલ્સની ૧૦ નવી મોબાઈલ ટેસ્ટિંગ વાનનું પણ લોકાર્પણ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કેગુજરાતમાં અત્યારે ૮૦૦ જેટલી ‘૧૦૮ એમ્બ્યુલન્સ’ કાર્યરત છે. જેમાં જૂની એમ્બ્યુલન્સને તબદીલ કરીને આ ૧૦૦ નવી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. જ્યારેનવી ૩૮ ICU ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ કાર્યરત થતાહવે રાજ્યભરમાં ૮૩૮ જેટલી એમ્બ્યુલન્સ નાગરિકોની આરોગ્યલક્ષી સેવામાં કાર્યરત થશે. આ ઉપરાંત ગુજરાતમાં હાલ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ફૂડ સેફટી ઓન વ્હીલ્સની ૨૨ મોબાઈલ ટેસ્ટીંગ વાન કાર્યરત છે. કેન્દ્ર સરકાર દ્વારા વધુ ૧૦ વાહનોની ફાળવણી કરવામાં આવતા હવે ગુજરાતમાં ૩૨ જેટલી ફૂડ સેફટી ઓન વ્હીલ્સની મોબાઈલ ટેસ્ટીંગ વાન કાર્યરત થશે.

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શરુ કરેલી આરોગ્યલક્ષી ૧૦૮ ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. ૧૦૮ સેવાના વ્યાપ તેમજ એમ્બ્યુલન્સ વાહનોની કાર્યક્ષમતા અને ગુણવતા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૯ કરોડથી વધુના ખર્ચે નવી ૧૩૮ જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સો તમામ અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ કરવામાં આવી છેજે કટોકટીના સમયે નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ ગણતરીના સમયમાં જ પૂરી પાડશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ICU ઓન વ્હીલ્સની મદદથી તેમાં ઉપલબ્ધ જીવન બચાવવા માટેના જરૂરી અદ્યતન ઉપકરણોસંશાધનોનો ઉપયોગ કરીને દર્દીને પ્રિ-હોસ્પિટલ સારવાર અને સંભાળ પૂરી પાડી ઝડપથી હોસ્પિટલ સુધી પહોંચાડી શકાશે. આ વાહનોને વેન્ટિલેટરડિફિબ્રિલેટર અને મલ્ટિપેરામીટર મોનિટર, ECG મશીન અને સિરીંજ પંપ જેવી વિવિધ એડવાન્સ્ડ લાઈફ સપોર્ટ સિસ્ટમ્સ ઉપરાંત જીવન બચાવવા જરૂરી દવાઓપ્રશિક્ષિત પેરામેડિક્સ સ્ટાફડ્યુટી સ્ટ્રેચર અને ડીઝીટલ ઓક્સીજન ડીલીવરીઅદ્યતન ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે.

મંત્રી શ્રી પટેલે ફૂડ સેફટી ઓન વ્હીલ્સ અંગે વાત કરતા કહ્યું હતું કેમોબાઈલ ટેસ્ટીંગ વાનમાં ઉપલબ્ધ અદ્યતન સાધનોની મદદથી ખોરાકના ૧૦૦થી વધુ પ્રાથમિક પરીક્ષણો કરીને સ્થળ પર જ ખાદ્ય ચીજોમાં ભેળસેળને પકડી શકાશે. આ મોબાઈલ વાનમાં પાયાની તમામ સુવિધાઓ સાથે જ ખાદ્ય પરીક્ષણ માટેની મિલ્ક-ઓ-સ્ક્રીનપીએચ મીટરરીફ્રેક્ટ્રોમીટરહોટ એર અવનહોટ પ્લેટડિજિટલ વેઇંગ બેલેન્સ અને મીક્ષર ગ્રાઈન્ડર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વાન કાર્યરત થતા ગુજરાતમાં ખાદ્ય વસ્તુઓમાં થતી ભેળસેળ અટકાવી શકાશેતેવો તેમેણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

૧૩૮ એમ્બ્યુલન્સ અને ૧૦ ફૂડ સેફટી ઓન વ્હીલ્સના લોકાર્પણ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીઆરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલ તેમજ નેશનલ હેલ્થ મિશનના ડિરેકટર શ્રી રેમ્યા મોહન સહિત આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.