સેનાની કાર્યવાહી: ૨૦૧૯માં ૧૬૦ આતંકવાદીનો ખાતમો
નવી દિલ્હી, જ્મ્મુ કાશ્મીરમાં વર્ષ ૨૦૧૯માં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો. સેનાએ કઠોર કાર્યવાહી કરીને ૧૬૦થી વધારે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. બીજી બાજુ સેંકડો ત્રાસવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ વર્ષે જાન્યુઆરીના પ્રથમ નવ દિવસમાં પણ કેટલાક ત્રાસવાદીઓએ હુમલા કરવાના પ્રયાસ કર્યા છે. સેના કઠોર વલણ અપનાવી રહી છે, જેથી ત્રાસવાદીઓનો ખાતમો થઇ રહ્યો છે. કલમ ૩૭૦ની નાબુદી બાદથી ત્રાસવાદીઓ પર સંપૂર્ણ અંકુશ મેળવી લેવામાં આવ્યો છે.
કટ્ટરપંથીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મોટી સંખ્યામાં કટ્ટરપંથીઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે. ત્રાસવાદના રસ્તા પર જતા યુવાનોને રોકવામાં મોટા પાયે સફળતા મળી છે. ત્રાસવાદીઓની નવી ટોળકી ઉભી થવાની પ્રક્રિયા પર સેનાની કઠોર નીતિ બ્રેક મુકવામાં સફળ રહી છે. ત્રાસવાદીઓની નવી પેદાવારને રોકવા માટે સેનાની રણનિતી હવે રંગ બતાવી રહી છે. સેનાએ પોતાના ઓપરેશન ઓલઆઉટની સાથે જ અહીં ત્રાસવાદીઓના જનાજા પર ભીડને ઘટાડી દેવામાં અને આમાં તેમના સાગરીતોના ભાષણ પર નિયંત્રણ મુકી દેવામાં સફળતા મેળવી છે.
સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે ગયા વર્ષે નવેમ્બરમાં જ્યાં ૧૦ નવા ત્રાસવાદી બન્યા હતા. જ્યારે ડિસેમ્બરમાં ૨૦ યુવાનો ત્રાસવાદના રસ્તા પર આગળ વધી ગયા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં ત્રાસવાદીઓની ભરતીમાં બ્રેક મુકાઇ છે. ત્રાસવાદીઓ પોતાની સાથે ત્રણ નવા યુવાનોને જાડી શક્યા છે.ભારતમાં ઘુસણખોરી કરીને આ આતંકવાદીઓ મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં હતા. છેલ્લા થોડાક દિવસમાં ત્રાસવાદીઓની સામે અનેક મોટા ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપનાર કલમ ૩૭૦ની નાબુદી બાદ હવે ભારત સરકાર જમ્મુ કાશ્મીરમાં વિકાસની પ્રક્રિયાને વહેલી તકે હાથ ધરવામાં લાગી ગઇ છે. સાથે સાથે લોકોમાં આત્મવિશ્વાસ જગાવવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ કોઇ હિંસા થઇ નથી. સુરક્ષા વ્યવસ્થા થોડાક સમય સુધી મજબુત રાખવામાં આવી હતી. પુરતા સુરક્ષા જવાનો પણ ગોઠવી દેવામાં આવ્યા હતા. મોદી સરકાર કાશ્મીરમાં ત્રાસવાદને ખતમ કરવા પૂર્ણ સજ્જ છે.