ઘરે બેઠા કામ કરવાની આજની પેઢીની લાલચે યુવકે 3.50 લાખ ગુમાવ્યા
યુવકને ટેલિગ્રામ થકી જુદા-જુદા પેઈડ ટાસ્ક આપીને રૂ.૩.પ૩ લાખની ઠગાઈ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ સાયબર ક્રાઈમ અવારનવાર સાયબર ક્રીમીનલોને પકડીને લોકોને સુરક્ષીત હોવાનો અહેસાસ કરાવવાનો પ્રયાસ કરરે છે. પરંતુ બીજી તરફ સાયબર ક્રીમીનલો આ સાયબર ક્રાઈમથી એક કદમ આગળ નીકળીને લોકોના નાણાં ચાઉં કરી રહયા છે.
ભોગ બનનારના નાણાં પણ સાયબર ક્રાઈમ પરત અપાવી શકતી નથી. તેવામાં શહેરમાં રહેતા વધુ યુવક સાથે છેતરપિડી થઈ છે. કન્સ્ટ્રકશનના વેપાર સાથે જોડાયેલા યુવકને વોટસએપ મેસેજ મોકલીને ટેલીગ્રામ ગ્રુપમાં એડ કર્યો હતો. બાદમાં ગઠીયાઓએ પર્સનલ માહિતી અને બેંક એકાઉન્ટની વિગતો માગીને યુવકને પેઈટ ટાસ્ક આપવાના નામે રોકાણ કરાવીને ૩.પ૩ લાખની છેતરપિડી આચરી હતી. આ મામલે માધવપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
શાહપુર દરવાજા અને નારણપુરામાં રહેતા ગૌરાંગભાઈ વાળા કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત તા.પ ફેબ્રુઆરીએ વોટસએપમાં મેસેજ આવ્યો હતો. જેમાં ઈન્ફલુએન્સર માર્કેટીગ હબના મેનેજર તરીકે ઓળખ આપનાર વ્યકિતએ ત્રણ પ્રશ્નો પુછયા હતા. બાદમાં ટાસ્ક પ્રમાણે પૈસા મળશે. તેવી ઓફર આપી હતી. ત્યારબાદ ટેલીગ્રામ યુઝર આઈડી માગીને એક લીક મોકલી હતી.
ગૌરાંગભાઈએ તે એકાઉન્ટમાં પેમેન્ટ કોડ મોકલ્યો હતો. લીક ઓપન કરતા ટેલીગ્રામ એકાઉન્ટ ખુલ્યું હતું. જેમાં પુજા નામનું એકાઉન્ટ ખુલ્યું હતું. બાદમાં ગ્રુપમાં એડ થવા તમામ પ્રકારરની માહિતી માગતા ગૌરાંગભાઈએ આપી હતી. ગૌરાંગભાઈએ બેંક એકાઉન્ટ સહીની તમામ પર્સનલ માહીતિ શેર કરી હતી. બાદમાં ગઠીયાઓએ ત્રીસ મીનીટમાં પેમેન્ટ ખાતામાં જમા થઈ જશે અને તમે એમ્પલોઈ બની જશો તો તેમ કહીને ટાસ્ક આપ્યા હતા.
છ ટાસ્કના ૩૦૦ રૂપિયા આપીને પેઈડ ટાસ્ક આપીને કેટલીક રકમ રોકાણ કરાવી હતી. બાદમાં અલગ અલગ લોકોએ અલગ અલગ ગ્રુપમાં એડ કરીને ગૌરાંગભાઈને કેટલાક પેઈડટાસ્ક આપીને ઓર્ડર પુરો નહી કરો તો બહાર નીકળી જશો તેવો ડર બતાવીને ૩.પ૩ લાખ ખંખેરી લીધા હતા. આ મામલે માધવપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.