ડોન દાઉદના નજીકનો સાથી એઝાઝ લકડાવાલા પાટણથી ઝડપાયો
મુંબઇ, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સાથી એજાજ લકડાવાલાની મુંબઇ પોલીસે આજે પાટણથી ધરપકડ કરી લીધી હતી. આની સાથે જ ડોન દાઉદ ઉપર સકંજા વધુ મજબૂત કરવામાં આવ્યો છે. તેની બાતમીના આધાર પર ધરપકડ કરવામાં આવી હતી. એજાજ લકડાવાલા મુંબઇના સૌથી વોન્ટેડ અપરાધીઓ પૈકી એક તરીકે છે. ગેંગસ્ટર છોટા રાજનનો તે નજીકનો સાથી રહ્યો છે. વર્ષ ૨૦૦૩માં એવી અફવા હતી કે બેંકોકમાં દાઉદ ટોળકીના હુમલામાં તેની મોત થઇ ગઇ હતી.
જો કે તે બચી ગયો હતો. એમ કહેવામાં આવે છે કે તે બેંકોકથી કેનેડા જતો રહ્યો હતો. તે ઘણા સમયથી ત્યાં રોકાયેલો હતો. ધરપકડ કરવામાં આવ્યા બાદ તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. મુંબઇ પોલીસે કહ્યુ છે કે લકડાવાલાને બિહારના પાટનગર પટણાથી પકડી લેવામાં આવ્યો હતો. લકડાવાલાની સામે ૨૭ કેસ રહેલા છે.
મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. દાઉદ લકડાવાલા રાજન સાથે હાથ મિલાવીને તેની સાથે જોડાઇ ગયા બાદ નારાજ હતો. પોલીસથી બચવા માટે તે યુએસ, મલેશિયા, યુકે અને નેપાલમાં રહી ચુક્યો છે. મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાની મથકે ફરાર અપરાધી લડકાવાલાની પુત્રીને બનાવટી પાસપોર્ટ પર વિદેશ ભાગવાના મામલામાં પકડી લેવામાં આવી હતી.
જો કે, હવે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈ પોલીસ સંયુક્ત પોલીસ કમિશનરે કહ્યું છે કે, એઝાઝની પુત્રીની પુછપરછ બાદ પોલીસને મહત્વપૂર્ણ માહિતી મળી હતી. આ ગાળા દરમિયાન જાણવા મળ્યું હતું કે, એઝાઝ લકડાવાલા ૮મી જાન્યુઆરીના દિવસે પટણા આવી રહ્યો છે. ત્યારબાદ પટણા પોલીસની મદદથી તેની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા છ મહિનાથી એઝાઝને પકડી પાડવા માટે કાર્યવાહી ચાલી રહી હતી. હવે આખરે સફળતા મળી છે. દાઉદ અને છોટા રાજન બંને સાથે તે કામ કરી ચુક્યો છે. એક અધિકારીએ કહ્યું છે કે, લકડાવાલાની પુત્રીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. એક અધિકારીના કહેવા મુજબ સોનિયા લકડાવાલા ઉર્ફે સોનિયા શેખ શુક્રવારે મોડી રાત્રે નેપાળ જતી ફ્લાઇટમાં રવાના થનાર હતી પરંતુ તેને પકડી લેવામાં આવી છે.