Western Times News

Gujarati News

એન.કે. પ્રોટિન્સના પ્રિયમ પટેલ અને ભાવના શાહ SEA અને IVPAમાં નિયુક્તિ થયા

અમદાવાદ, 2 ઓક્ટોબર – ભારતના ખાદ્ય તેલ ક્ષેત્રે એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડના વધી રહેલા મહત્વનો સ્પષ્ટ સંકેત આપતા તેની લીડરશિપ ટીમના બે વરિષ્ઠ સભ્યો મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રિયમ પટેલ અને ડેપ્યુટી સીઈઓ ડો. ભાવના શાહની ઉદ્યોગની સૌથી અગ્રણી બે વેપાર સંસ્થાઓમાં મહત્વના પદે નિયુક્તિ થઈ છે.

શ્રી પ્રિયમ પટેલને સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (એસઈએ)ના વેસ્ટ ઝોનના ચેરમેન તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે જ્યારે ડો. શાહની ઈન્ડિયન વેજીટેબલ ઓઇલ પ્રોડ્યુસર્સ (આઈવીપીએ)ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. NK Proteins Executives Priyam Patel and Bhavna Shah Strengthen Industry Leadership with Key Appointments in SEA and IVPA

એન.કે. પ્રોટિન્સમાં શ્રી પ્રિયમ પટેલના નેતૃત્વમાં નવીનતા અને વ્યૂહાત્મક વૃદ્ધિ જોવા મળી છે અને કંપની ખાદ્ય તેલ ક્ષેત્રમાં ઘરેઘરે જાણીતું નામ બની છે. એસઈએના વેસ્ટ ઝોનના ચેરમેન તરીકે તેમની નિયુક્તિ ઉદ્યોગમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટેની તેમની ગહન પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

તેમની નિયુક્તિ અંગે શ્રી પ્રિયમ પટેલે જણાવ્યું હતું કે “એસઈએના વેસ્ટ ઝોનના ચેરમેન તરીકેની નિમણૂંક એ ગૌરવની વાત છે. અમે જે પડકારોનો સામનો કરી રહ્યા છે તેના નિરાકરણ માટે તથા નવીનતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે હું ઉદ્યોગના હિસ્સેદારો સાથે સહયોગ સાધવા માટે આતુર છું. સાથે મળીને અમે ખાદ્ય તેલ ઉદ્યોગ માટે વધુ સારું ભવિષ્ય બનાવી શકીએ છીએ જેથી ઉત્પાદકો તથા ગ્રાહકોને બંનેને લાભ થાય.”

લગભગ ત્રણ દાયકાનો અનુભવ ધરાવતા ડો. ભાવના શાહે બજાર વિકાસ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંબંધોમાં તેમની નિપુણતા દ્વારા એન.કે. પ્રોટિન્સમાં અભૂતપૂર્વ મૂલ્ય પ્રદાન કર્યું છે. આઈવીપીએના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે તેમની નિયુક્તિ આ ક્ષેત્રે તેમની પ્રભાવશાળી ભૂમિકા વ્યક્ત કરે છે. મલેશિયન પામ ઓઈલ કાઉન્સિલમાં અગાઉ લીડરશીપ પદે રહેલા ડો. ભાવના શાહ ઉદ્યોગમાં ટકાઉ પદ્ધતિઓને આગળ લઈ જવામાં ચાવીરૂપ રહ્યા છે.

પોતાની નવી ભૂમિકા અંગે ટિપ્પણી કરતા ડો. ભાવના શાહે જણાવ્યું હતું કે “આઈવીપીએ ખાતે આ નવી જવાબદારી સંભાળતા હું સન્માનિત છું અને વેજીટેબલ ઓઇલ સેક્ટરના સતત વિકાસમાં પ્રદાન આપવા માટે આતુર છું. મારું ધ્યાન નવીનતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા પર રહેશે જે ઉદ્યોગની લાંબા ગાળાની સફળતા માટે ખૂબ જરૂરી છે.”

આ નિયુક્તિઓએ એન.કે. પ્રોટિન્સની ખાદ્ય તેલ ક્ષેત્રમાં લીડર તરીકેની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે અને તેની લીડરશિપ ટીમ ઉદ્યોગના ભવિષ્યને નવો આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.