Western Times News

Gujarati News

CAA પર હિંસા બંધ થશે પછી જ સુનાવણી કરવામાં આવશે

નવીદિલ્હી, નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં સર્વોચ્ચ અદાલતમાં અનેક અરજી દાખલ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ પણ સુનાવણી થઈ નથી. હાલમાં પણ સુનાવણીને લઈને સીજેઆઇએ કહ્યું કે દેશ હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. હિંસા બંધ થશે પછી જ સુનાવણી કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટમાં સીએએને કાયદો બનાવવાને લઈને એક એરજી કરવામાં આવી. આ સમયે ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેએ કડક શબ્દોમાં ટિપ્પણી કરી અને અને કહ્યું કે દેશ હાલમાં ઘણા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. એ સમયે આ પ્રકારની અરજી દાખલ કરવાથી કોઈ ફાયદો થશે નહીં. સુનાવણી સમયે ચીફ જસ્ટિસે કહ્યું કે દેશ હાલમાં ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમયે કોઈનું પણ ધ્યાન શાંતિ સ્થાપિત કરવાનું હોવું જોઈએ. આ પ્રકારની અરજીઓથી કોઈ મદદ મળશે નહીં. આ કાયદાને બંધારણીય કરવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં કહેવાયું છે કે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં જે પણ અરજીઓ દાખલ કરવામાં આવી છે તેની સુનાવણી પણ ત્યારે જ શરૂ થશે જ્યારે હિંસા સંપૂર્ણ રીતે રોકાશે. વકીલ વિનિત ઢાંડાની તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી કે સીએએને બંધારણીય જાહેર કરવામાં આવે. આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચે કરી હતી.

ઉલ્લેખનીય છે કે મોદી સરકાર દ્વારા લગાવવામાં આવેલા આ કાયદાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં પહેલાંથી જ ડઝનથી વધુ અરજીઓ દાખલ થઈ ચૂકી છે. એઆઇએમઆઇએમ પ્રમુખ ઓવૈસી, ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા સહિત અનેક નેતાઓ, સંગઠનોએ સર્વોચ્ચ અદાલતમાં સીએએને ગેરબંધારણીય જાહેર કરવાની અપીલ કરી હતી. દરેક અરજીને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલી હતી અને સરકારનો પક્ષ માંગ્યો હતો. સર્વોચ્ચ અદાલતની તરફથી કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે ૪ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો.

નાગરિકતા સંશોધન કાયદાને આધારે બાંગ્લાદેશ – પાકિસ્તાન- અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ, જૈન, શિખ, બૌદ્ધ, પારસી અને ઈસાઈ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવામાં આવશે. વિપક્ષ સહિત અનેક સંગઠનો આ કાયદાને સંવિધાન વિરોધી, અલ્પસંખ્યક વિરોધી ગણાવી રહ્યા છે. આ કાયદાની વિરુદ્ધમાં છેલ્લા અનેક દિવસોથી અનેક દેશમાં પ્રદર્શન થઈ રહ્યા છે. આ સમયે થયેલી હિંસામાં ૨૦થી વધુ લોકોના મોત પણ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.