૧૨માં જાપાન ફેસ્ટિવલ “નિપ્પોન ઓદોરી”નું અમદાવાદના AMA ખાતે 4 ઓક્ટોબરે ઉદઘાટન
જાપાનના ફોલ્ક ડાન્સ ફેસ્ટિવલની થીમ પર કેન્દ્રિત ૧૨માં જાપાન ફેસ્ટિવલ “નિપ્પોન ઓદોરી”નું મુંબઈમાં જાપાનના કોન્સલ જનરલ માનનીય શ્રી કોજી યાગી દ્રારા શુક્રવાર, ઑક્ટોબર ૦૪, ૨૦૨૪ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે
ગુજરાતમાં ભારત-જાપાનીઝ સંબંધોનું વાઇબ્રન્ટ બોન્ડિંગ
જાન્યુઆરી ૨૦૦૯થી જાપાન તત્કાલીન વાઇબ્રન્ટ ગુજરાત સેલિબ્રેશનમાં ગુજરાતનું પ્રથમ કંટ્રી પાર્ટનર બન્યું ત્યારથી ગુજરાત અને જાપાન વચ્ચે શૈક્ષણિક, વ્યાપાર અને સાંસ્કૃતિક મોરચે મિત્રતા, સદ્ભાવના અને સહકારના બંધન વધુ ગાઢ અને મજબૂત બન્યા છે અને નવી સિધ્ધિઓ અને નોંધપાત્ર સીમાચિહ્નો પ્રાપ્ત કરેલ છે.
એએમએના જાપાન ફેસ્ટિવલ
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતેના જાપાન માહિતી અને અભ્યાસ કેન્દ્ર અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન ઓફ ગુજરાત (IJFA) એ 2009 થી 2024 સુધીના છેલ્લા પંદર વર્ષોમાં સફળતાપૂર્વક અગિયાર જાપાન ફેસ્ટિવલનું આયોજન કર્યું છે, જે જાપાનને તેના વાઈબ્રન્ટ રંગ અને વૈભવમાં ઉજાગર કરે છે. આ ઉત્સવોને અમદાવાદ અને ગુજરાતમાં હજારો જાપાન પ્રેમીઓ તરફથી બહોળી પ્રશંસા, અભૂતપૂર્વ પ્રતિસાદ અને વિશાળ હૃદયથી પ્રશંસા મળી છે. એએમએના પાંચ જાપાન કેન્દ્રોએ જાપાનીઝ કલા, સંસ્કૃતિ, મૂલ્યો અને જીવનશૈલીની અર્થપૂર્ણ અને આકર્ષક સમજ પ્રદાન કરી ગુજરાતને ભારતનું મિની-જાપાન બનાવવાના વિઝન અને મિશનને આગળ ધપાવવા માટે વર્ષોથી અનન્ય માન્યતા અને સદ્ભાવનાનો આનંદ માણ્યો છે.
એએમએનો ૧૨મો જાપાન ફેસ્ટિવલ “નિપ્પોન ઓદોરી” અને તેના મુખ્ય આકર્ષણો
નવી દિલ્હી સ્થિત જાપાનની એમ્બેસી દ્રારા શરૂ કરાયેલ ‘જાપાન મંથ’ની ઉજવણી અને ભારતમાં જાપાનના પ્રથમ માનદ કોન્સલની ઓફિસની નિમણૂક અને ઉદઘાટનનાં ભાગરૂપે, અમદાવાદ ખાતે, શુક્રવાર, ઑક્ટોબર ૦૪થી રવિવાર, ઑક્ટોબર ૦૬, ૨૦૨૪ સુધી એએમએ ખાતે ૧૨માં જાપાન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાપાન ફેસ્ટિવલ લોકપ્રિય ગુજરાતી નવરાત્રીના ફેસ્ટિવલની ઉજવણી સાથે મેળ ખાય છે અને તેથી, આ ફેસ્ટિવલને “નિપ્પોન ઓદોરી” (જાપાનીઝ ફોલ્ક ડાન્સ ફેસ્ટિવલ) તરીકે નામ આપવામાં આવ્યું છે.
જાપાનના ડાન્સ ફેસ્ટિવલ પર ફોટો-ફિલ્મ પ્રદર્શન
ફોટો-ફિલ્મ એક્ઝિબિશનની આકર્ષક પ્રસ્તુતિ ફેસ્ટિવલમાં જાપાનીઝ ડાન્સની મોહક દુનિયામાં એક મનમોહક પ્રવાસ કરાવશે, જે તેની સમૃધ્ધ પરંપરાઓ, વાઇબ્રન્ટ રજૂઆતો અને આકર્ષક પ્રદર્શન માટે પ્રખ્યાત છે. આ પ્રદર્શન જોઈને, આપને જાપાનના કલાત્મક વારસાના હૃદય અને આત્માને પ્રકાશિત કરતા ડાન્સ ફેસ્ટિવલની વિવિધ શ્રેણીને માણવાની તક પ્રાપ્ત થશે. ટોકુશિમાનાં ‘આવા ઓદોરી’ના આનંદદાયક લયથી લઈને ક્યોટોના ‘નિહોન બુયો’ પરંપરાગત નૃત્યોની મંત્રમુગ્ધ લાવણ્ય સુધી, દરેક તહેવાર અનન્ય પ્રાદેશિક લાક્ષણિકતાઓ અને ઊંડા સાંસ્કૃતિક મહત્વ દર્શાવે છે.
જાપાનના ડાન્સ ફેસ્ટિવલ્સ પરના ફોટો-ફિલ્મ એક્ઝિબિશનનું લોકાર્પણ કરીને ૧૨માં જાપાન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન મુંબઈમાં જાપાનના કોન્સલ જનરલ, મુખ્ય અતિથિવિશેષ માનનીય શ્રી કોજી યાગી દ્રારા શુક્રવાર, ઑક્ટોબર ૦૪, ૨૦૨૪ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે એ.એમ.એ. ખાતે કરવામાં આવશે અને આ ઉદઘાટન પ્રસંગે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંબોધન કરશે. આ પ્રસંગે આદરણીય મહેમાન શ્રીમતી ક્યોકો હોકુગો, મિનિસ્ટર ઈકોનોમિક, નવી દિલ્હી ખાતેની જાપાન એમ્બેસી અને ભારતમાં ગુજરાત ખાતેના જાપાનના માનદ કોન્સલ શ્રી મૂકેશ પટેલ પણ જાપાન ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં જોડાશે.
આ ફોટો-ફિલ્મ એક્ઝિબિશન ૫ અને ૬, ઑક્ટોબર ૨૦૨૪ના રોજ એએમએ એક્ઝિબિશન હૉલમાં બપોરે ૧૨:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી લોકો માટે ખુલ્લું રહેશે.
સૌપ્રથમ ઈન્ડો-જાપાનીઝ ફ્યુઝન ડાન્સ પર્ફોમન્સ
“નિપ્પોન ઓદોરી” એક નવીન ફ્યુઝન ડાન્સ પરફોર્મન્સ સૌપ્રથમ પ્રસ્તુતિ તરીકે, જાપાન અને ગુજરાતના સ્વીકૃત લોકપ્રિય લોક-નૃત્યોનો સ્વાદ માણવા માટે અને એક અનોખો અનુભવ કરાવશે કે જે બે પ્રદેશો, ગુજરાત અને જાપાન ભૌગોલિક રીતે દૂર હોવા છતાં, સાંસ્કૃતિક વારસાની સમૃધ્ધિ અને સમાનતાનો સાક્ષાત્કાર કરાવશે. જ્યારે યુનેસ્કોએ નવેમ્બર ૨૦૨૨માં તેના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં ફુર્યુ ઓદોરી તરીકે જાણીતા પરંપરાગત જાપાની લોક-નૃત્યોનો ઉમેરો કર્યો હતો, ત્યારે વૈશ્વિક સ્તરે ઉજવાયેલા ગુજરાતી ગરબાને ડિસેમ્બર, ૨૦૨૩માં સમાન માન્યતા મળી હતી.
એએમએ ખાતેના જાપાન કલ્ચરલ સેન્ટરે ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન ગુજરાત, ગુજરાતમાં જાપાનના ઓનરરી કોન્સલ, અમદાવાદમાં જાપાનીઝ એસોસિએશન, સ્પંદન ફોલ્ક ડાન્સ એકેડમી અને લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન (સંસ્કારધામ કેમ્પસ)ના સહયોગથી “નિપ્પોન ઓદોરી” ફ્યુઝન ડાન્સ પરફોર્મન્સનું આયોજન કર્યું છે.
સૌપ્રથમ વખતે અમદાવાદમાં જાપાનીઝ એસોસિએશન અને તેમના પરિવારના સભ્યો જાપાનીઝ સમુદાય તરીકે; અને એએમએ તથા આઈજેએફએ અને તેમના પરિવારના સભ્યોના ગુજરાતી સમુદાય દ્રારા શુક્રવાર, ૪ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યાથી થી ૭:૩૦ વાગ્યા સુધી ઈન્ડો-જાપાનીઝ ફ્યુઝન ડાન્સ પર્ફોમન્સ રજૂ કરવામાં આવશે.
શનિવાર, ૦૫ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ એક વાર્તાલાપનું આયોજન
શ્રીમતી ફાલ્ગુની હિરેન, ડિરેક્ટર, સ્પંદન ફોલ્ક ડાન્સ એકેડમી શનિવાર, ૦૫ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ એએમએ ખાતે સાંજે ૬:૩૦થી ૭:૪૫ દરમિયાન ‘જાપાન અને ગુજરાતના લોક નૃત્યમાં સાંસ્કૃતિક સમાનતાઓ‘ વિષય પર એક વાર્તાલાપ પર સંબોધન કરશે.
એએમએ ખાતે ૧૨મા જાપાન ફેસ્ટિવલ ૨૦૨૪ની ઝલકોને ક્લિક, કૅપ્ચર અને શેર કરવા માટે આપને હાર્દિક આમંત્રણ છે. સૌ કોઈ રસ ધરાવતા લોકોને અનન્ય અનુભવ માણવા માટે આમંત્રિત કરવામાં આવે છે અને રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી છે. વધુ વિગતો માટે કૃપા કરીને એએમએનો ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર સંપર્ક કરો અથવા એએમએ વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org