રોકાણ ગુરૂ વોરન બુફેટની કેટલીક શિખામણો વાંચી તે પ્રમાણે નાણાંનું રોકાણ કરો
તમારા પોર્ટફોલિયોમાં શેરના ભાવ કે શેર દીઠ કમાણી કરતા શેર દીઠ બુક વેલ્યુ પર વધુ ધ્યાન આપો, બુક વેલ્યુ વધારે મહત્ત્વની છે કારણ કે કંપની તેની કમાણીનો ઉપયોગ અસ્કયામતો વધારવામાં કેવો અને કઈ રીતે કરે છે એ આમાં જોઈ શકાય
બીજી વાત કે જ્યારે તમારા પોર્ટફોલિયોનું મૂલ્યાંકન કરો ત્યારે દર વખતે એક જ માપદંડ રાખો, જેથી તમને યોગ્ય ખ્યાલ આવે અને કોઈ મૂંઝવણ ન થાય, ત્રીજું, એવી કંપનીઓમાં રોકાણ કરો જેમના સંચાલકો શેરના ભાવ પર નહીં પણ કંપનીની કામગીરી પર ધ્યાન આપતા હોય
વિશ્વના અગ્રણી નાણાંકીય નિષ્ણાંતોમાં જેમનું નામ મોખરે છે એવા વોરન બુફેટ આજકાલ સમાચારમાં છે. તેમની કંપની બર્કશાયર હેથવેનું મારફકેટ કેપિટલાઈઝેશન એક લાખ કરોડ ડોલરને આંબી ગયું છે. ૧૯૬પથી તેના શેરનો ભાવ ૪૦ લાખ ગણો વધ્યો છે. સ્થાપનાથી અત્યાર સુધીમાં તેણે સરેરાશ ર૦ ટકાનું વાર્ષિક વળતર આપ્યું છે. સ્ટાન્ડર્ડ એન્ડ પૂર ઈંડેસ્કઃ કરતાં બમણું વોરન બુફેટ દર વર્ષે તેમની કંપની બર્કશાયર હેથવેના શેરહોલ્ડરોને પત્ર લખીને પોતાના વિશ્લેષણનો ચિતાર તેમને આપે છે.
દુનિયાભરના રોકાણકારો બુફેટ કઈ કંપનીમાં લે-વેચ કરે છે એ જાણવા આતુર હોય છે અને એટલે આ પત્રમાં શુ લખ્યું છે એ રસપૂર્વક વાંચે છે. બુફેટ જે કહે છે એમાં ભારોભાર પાયાની સમજણ હોય છે. કોઈ પણ બિઝનેસ કે મૂડીરોકાણનું મૂલ્યાંકન કેવી રીતે કરવું એ તેમાંથી શીખવવા મળે છે.
આવા એક સંદેશના કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે જેમાં આ સમજણની ઝલક જોવા મળશે. આશરે સાઠ વર્ષના અÂસ્તત્વમાં બર્કશાયર હેથવેનું માર્કેટ કેપિટલાઈઝેશન તેની અસ્કયામતોની સરખામણીમાં વધુ આકષર્ક રહ્યું છે. માર્કેટ કેપિટલાઈઝેશન ર૦.૯ ટકાના દરે વધ્યું છે જ્યારે બુક વેલ્યુ ૧૯.૧ ટકાના દરે વધી છે. પણ પોતાની કંપનીના વિકાસ વિશે બુફે બોલે ત્યારે એ હંમેશા બુક વેલ્યુની વાત કરે છે. માર્કેટ કેપિટલાઈઝેશનની નહીં. તેમના પાત્રોમાં આપવડાઈ નહીં પણ નક્કર વિશ્લેષણ હોય છે.
દાખલા તરીકે એક વર્ષે તેમના ન્યૂઝ લેટરમાં તેમણે કહ્યું કે આ વર્ષે કુલ બુક વેલ્યુમાં ૬પ અબજ ડોલરનો જે વધારો થયો હતો તેમાં ર૯ અબજ ડોલરનો વધારો અમેરિકન સરકારે ટેકસના કાયદામાં કરેલા ફેરફારને કારણે થયેલા આકસ્મિક લાભને આભારી હતો એમાં અમારી કામગીરીને કોઈ યશ જતો નથી.
ભારતના રોકાણકારો માટે આમાં ત્રણ બોધપાઠ જોઈ શકાય છે. તમારા પોર્ટફોલિયોમાં શેરના ભાવ કે શેર દીઠ કમાણી કરતાં શેર દીઠ બુક વેલ્યુ પર વધુ ધ્યાન આપો. બુક વેલ્યુ વધારે મહત્ત્વની છે કારણ કે કંપની તેની કમાણીનો ઉપયોગ અસ્કયામતો વધારવામાં કેવો અને કઈ રીતે કરે છે એ આમાં જોઈ શકાય. બીજી વાત કે જ્યારે તમારા પોર્ટફોલિયોનું મૂલ્યાંકન કરો અને દર વખતે એક જ માપદંડ રાખો જેથી તમને યોગ્ય ખ્યાલ આવે અને કોઈ મૂંઝવણ ન થાય. ત્રીજું એવી કંપનીઓમાં રોકાણ કરો જેમના સંચાલકો શેરના ભાવ પર નહીં પણ કંપનીની કામગીરી પર ધ્યાન આપતા હોય.
બર્કશાયર હેથવે કંપનીએ તબક્કાવાર અન્ય કંપનીઓને હસ્તગત કરીને પોતાની બુક વેલ્યુમાં જબ્બર વધારો કર્યો છે. આવી હસ્તગત કરેલી કંપનીઓમાં વીમા કંપનીઓ, રેલવે અને રોડ ટ્રાન્સપોર્ટ કંપનીઓ, પાવર કંપનીઓ, ઓટો પાટ્ર્સની કંપનીઓ અને કેચપ બનાવતી કંપનીઓ છે. આ બધી કંપનીઓ હસ્તગત કરવાને કારણે તેની બુક વેલ્યુ ર૪ર અબજ ડોલર જેટલી થઈ છે.
વોરન બુફેટની કંપની કયારેય ડિવિડન્ટ આપતી નથી. તેની પાસે અઢળક ફાજલ નાણાં છે જેનો ઉપયોગ કરીને કોઈ અન્ય કંપનીને હસ્તગત કરવા માટે એ તકની રાહ જુએ છે. બુફેએ ચેતવણી આપી છે કે અન્ય કંપનીઓ હસ્તગત કરવામાં જે ફાયદાની વાત તે કરે છે એ ખરેખર હાંસલ ન પણ થાય. આપણે આ વાત ગંભીરતાથી લેવી જોઈએ.
આ વાતનો સાર એવો કે કોઈ કંપની અન્યને હસ્તગત કરે છે. એટલા સમાચારે તેના શેરમાં રોકાણ કરવા ધસી જવું ન જોઈએ. જ્યારે અન્ય કોઈ કંપનીને હસ્તગત કરાય ત્યારે એ કંપનીની બિઝનેસ સાયકલ ઉપર છે કે નીચે એ ચકાસો. નીચે હોય એ વધારે સારું. દેવું કરીને અન્ય કંપની હસ્તગત કરાતી હોય ત્યાંથી દૂર રહો.
પારકા નાણાં બિઝનેસમાં રોકવા પ્રત્યે આમ પણ બુફેટને ચીડ છે. તેમના કહેવા અનુસાર કોઈએ શેરબજારમાં રોકાણ કરવા માટે ઉછીના નાણાંનો વપરાશ કરવો જોઈએ.
ટૂંકાગાળાના મૂડીરોકાણ વિશે બુફેટે જે સ્પષ્ટતા કરી છે એ પણ નોંધવાલાયક છે. અમે જે શેરોમાં રોકાણ કર્યું છે એ વિવિધ બિઝનેસોમાં અમને રસ હોવાથી કરેલું છે એમ કહીને તેમણે પોતાના સંદેશામાં ઉમેર્યું કે આ શેરોના ભાવ તેમના ચાર્ટ પેટર્ન, સમીકક્ષોના ટાર્ગેટ ભાવ કે મીડિયા પંડિતોને ધ્યાનમાં લેતા જ નથી. આવા રોકાણમાં કયારેક થોડો તો કયારેક ઘણો ફાયદો થાય છે અને કયારેક એ રોકાણ મોટી ભૂલ સમાન પણ સાબિત થાય છે.
ટૂંકમાં કોઈ તમને મૂડીરોકાણ માટે અટપટા સમીકરણો આપીને ફૂલ ગણાતી સ્કીમ તમારે ગળે ઉતારવાની કોશિશ કરે તો તેનાથી દૂર જ રહેજો. એના કરતા વ્યાપક માર્કેટ પર આધારિત અને ઓછા ખર્ચવાળું ઈન્ડેકસ ફંડ પસંદગીપાત્ર છે. એટલું યાદ રાખજો કે સ્માર્ટ દેખાવા કરતા નાણાં કમાવા વધારે મહત્ત્વનું છે.
ગણેશજીમાંથી મળતો બોધ ઃ ધૈર્ય રાખો, ખામી સ્વીકારો
આજથી દેશમાં ગણશોત્સવની ઉજવણીનો પ્રારંભ થઈ રહ્યો છે. ગણેશજીમાંથી પ્રત્યેક વ્યક્તિ વિવિધ સદગુણોને જીવનમાં ઉતારે તો જીવન ધન્ય થઈ જાય. સારા શ્રોતા બનવું; ભગવાન ગણેશના અનેક ગુણોમાંથી એક સારા શ્રોતા બનવું છે અને તમારે આ ગુણ અપનાવવો જોઈએ કારણ કે ઘણી વખત એવું બને છે કે આપણે સામેની વ્યક્તિ જે કહે છે તે સાંભળતા નથી અને પોતાની વાત કહેવાનું શરૂ કરી દે છે.
જેના કારણે કયારેક આપણું અપમાન પણ થવું પડે છે. ભગવા ગણેશના મોટા હાથીના કાન એ સંદેશ આપે છે કે સારા શ્રોતા બનવું કેટલું જરૂરી છે તેથી સફળતા મેળવવા માટે પહેલાં સાંભળવું અને પછી તે મુજબ પ્રતિસાદ આપવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
ધૈર્ય રાખવું ઃ ભગવાન ગણેશનો બીજો વિશેષ ગુણ ધીરજ રાખવો છે. કોઈપણ પ્રતિકૂળ અથવા મુશ્કેલ પરિસ્થિતિમાં ફકત ધીરજ જ તમને મદદ કરે છે. જ્યારે સામાન્ય રીતે આવી પરિસ્થિતિઓ સર્જાય ત્યારે લોકો ધીરજ ગુમાવી બેસે છે અને તેના કારણે નુકસાન સહન કરવું પડે છે તેથી દરેક વ્યક્તિએ ભગવાન ગણેશ પાસેથી ધીરજપૂર્વક નિર્ણય લેવાની ગુણવત્તા અપાવવી જોઈએ.
નાના-મોટાનો ભેદભાવ રાખ્યા વિના દરેકને સમાન સન્માન આપો. ભગવાન ગણેશ કયારેય નાના-મોટામાં ભેદભાવ રાખતા નથી. આનું ઉદાહરણ એ છેકે, તે માઉસને તેટલો જ પ્રેમ કરતાં હતા જેટલો તે નંદીને પ્રેમ કરતા હતા. ભગવાન ગણેશના આ ગુણ પરથી તમે શીખી શકો છો કે દરેકને આદર કરવો અને દરેક પ્રત્યે નમ્રતા રાખવી એ સફળતાની ચાવી છે.
શાંત રહેવું ઃ શાંત રહેવું એ ઉંડા વિચારોને પ્રતિબિંબિત કરે છે. ઉપરાંત શાંત રહેવાથી તમે તમારા નિર્ણયો યોગ્ય રીતે લઈ શકશો. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા માટે ભગવાન ગણેશના આ ગુણને અપનાવવો ખૂબ જ જરૂરી છે.
તમારી ખામીઓને સ્વીકારવી ઃ કોઈપણ વ્યક્તિ કયારેય સંપૂર્ણ નથી હોતી. પરંતુ સામાન્ય રીતે લોકો આ વાત સ્વીકારતા નથી. લોકો તેમની ખામીઓને નજરઅંદાજ કરે છે અથવા તેમને બિલકુલ સ્વીકારતા નથી. પરંતુ તમારે તમારી ખામીઓને તમારી શક્તિ તરીકે સ્વીકારવી જોઈએ.
ગણેશ ચતુર્થીને ગણેશ જયંતીના નામથી પણ ઓળખવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર અનુસાર ભાદરવા માસના શુકલ પક્ષની ચોથીની તિથિ પર બુધવારે ગણેશજીનો જન્મ થયો હતો. આ કારણે દર વર્ષે ભાદરવા શુકલા ચતુર્થીનીતિથિએ ગણેશ ચતુર્થી અથવા ગણેશ જયંતી ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્ર ગુજરાત સહિત આખા ભારતમાં ગણેશ ચતુર્થીથી ૧૦ દિવસનો ગણેશોત્સવનો પ્રારંભ થાય છે. એનું સમાપન અનંત ચતુર્દશી અથવા આનંદ ચૌદસ એટલે ભાદરવા ચતુર્દશીની તિથિએ થાય છે. ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરોમાં ગણપતિ સ્થાપના કરી પૂજા કરે છે.
લોકો બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરે છે અને ૧૦ દિવસ સુધી ગણેશ ઉત્સવ મનાવ્યા પછી ગણપતિ વિસર્જન કરવામાં આવે છે પણ આ ગણેશ વિસર્જન ૧૦ દિવસ પછી શા માટે કરવામાં આવે છે ?
માન્યતાઓ અને પૌરાણિક કથાઓ અનુસાર ગણેશજીનો જન્મ ભદ્રપદ મહિનાની શુકલ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો. એવું કહેવાય છે કે, વેદ વ્યાસજીએ ભગવાન ગણેશને મહાભારત પુસ્તક લખવા માટે પ્રાર્થના કરી હતી. ભગવાન ગણેશ ૧૦ દિવસ અટકયા વિના મહાભારત લખી હતી.
કથાઓમાં ઉલ્લેખ છે કે, ગણેશ ચતુર્થીના દિવસથી મહર્ષિ વેદ વ્યાસે ગણેશજીને મહાભારતની રચના માટે પ્રાર્થના કરી હતી જેના જવાબમાં ગણેશજીએ કહ્યું કે જો તે લખવાનું શરૂ કરશે તો તે પેન બંધ નહીં કરે અને જો પેન બંધ થશે તો તે ત્યાં જ લખવાનું બંધ કરી દેશે. આ દરમિયાન એક જગ્યા પર બેસીને સતત લખવાને કારણે ભગવાન ગણેશના શરીર પર ધૂળ અને ગંદકી જમા થઈ ગઈ હતી. ૧૦માં દિવસે ભગવાન ગણેશે સરસ્વતી નદીમાં સ્નાન કરીને તેમના શરીરની ધૂળ અને માટી સાફ કરી હતી.
ત્યારથી ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને ૯ દિવસ સુધી તેમની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશને ૧૦માં દિવસે ભક્તિ સાથે વિસર્જન કરવામાં આવે છે. જો કે, ઘણા લોકો દોઢ દિવસ, પ દિવસ કે ૭ દિવસ પછી ગણેશ વિસર્જન કરે છે.
પ્રાચીન કથાઓ અનુસાર માતા પાર્વતીના આદેશ પર ભગવાન ગણેશ મુખ્ય દ્વારનીરક્ષા કરતા હતા તે જ સમયે ભગવાન શિવ આવ્યા અને અંદર જવા લાગ્યા તો ગણેશજીએ તેમને અંદર જતા રોકયા. જ્યારે ભગવાન શિવના વારંવાર સમજાવવા છતાં પણ ગણેશ રાજી ન થયા તો ભગવાન શિવે ગુસ્સામાં ગણેશનું માથું કાપી નાંખ્યું. એટલામાં માતા પાર્વતી ત્યાં આવી ગયા.
માતા પાર્વતીએ શિવને કહ્યું કે આ આપણો પુત્ર ગણેશ છે. તમે તેમને પુનર્જીવિત કરો. ત્યારે શિવને ગણેશજીને ગજાનન મુખ આપીને પોતાનું જીવનદાન કર્યું. બધા દેવતાઓ તેને પુનઃ જીવન પ્રાપ્ત કરવાના આશીર્વાદ આપી રહ્યા હતા તો ત્યાં હાજર ચંદ્રદેવ ઊભા થઈને હસતા હતા. ત્યારે ગણેશ સમજી ગયા કે આ ચંદ્રદેવ તેમના ગજાનન મુખ પર હસી રહ્યા છે ત્યારે ગણેશજીએ ગુસ્સે થઈને ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે તમે કાયમ કાળા થઈ જશો.
ગણેશજીના આ શ્રાપને કારણે ચંદ્ર દેવતા કાળો થઈ ગયા. ત્યારે ચંદ્રદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ગણેશજીની માફી માંગી ત્યારે ગણપતિએ કહ્યું કે, હવે તમે આખા મહિનામાં માત્ર એક જ વાર તમારી સંપૂર્ણ કળામાં દેખાશો. આ કારણથી પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ કળામાં દેખાય છે. દરેક શુભ કાર્યના પ્રારંભે ભગવાન ગણેશનું સ્મરણ કરવામાં આવે છે. સારી શરૂઆત થાય તો કામ અધૂરું પૂરું થઈ ગયું ગણાય છે. ગણેશજીની ધાર્મિક કથામાં જે બોધ વચનો છે એ આજે પણ એટલા જ પ્રસ્તુત છે.