Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને બીજી ઓક્ટોબરે “સ્વચ્છ ભારત દિવસ”ની ઉજવણી કરી

નવરાત્રિ ના દિવસો માં ગમે ત્યાં કચરો નાખી શહેર ગંદુ ના કરશો : હર્ષ સંઘવી

( પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડીયાની સાથે મહાત્મા ગાંધીજીની 155 મી જન્મ જયંતિનાં ઉપલક્ષે અને સ્વચ્છ ભારત મિશનનાં ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવી હતી.

અમદાવાદ શહેર કક્ષાના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત તથા રાજ્યકક્ષા મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્તર પશ્ચિમ ઝોનનાં પંડિત દીન દયાળ કોમ્યુનિટી હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ  કાર્યક્રમમાં ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ઉત્તર પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારીમાં ઉત્કૃષ્ઠ સેવા બજાવતા અને પોતાને સોંપવામાં આવેલ બીટમાં આદરી સકાઈની કામગીરી કરતાં સફાઈ કામદારોનું સન્માનની સાથે-સાથે શાળાઓમાં યોજવામાં આવેલ સ્વચ્છતા અને સફાઈનાં સંદેશ આપતી ચિત્ર સ્પર્ધા, ક્વીઝ અને નિબંધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.

કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કાર્યક્રમનાં ઉપલક્ષે માન વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા નાગરીકોને સહયોગ આપવા અપીલ કરી હતી અને  રાજ્યકક્ષા મંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ દરમ્યાન શહેર સ્વચ્છ તો ભારત દેશ સ્વચ્છ અને સ્વસ્થ બને તે માટે દરેકે પોતાનું યથાયોગ્ય યોગદાન આપવા અને સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે સાથે મળીને કામ કરવાની અપીલ કરેલ હતી.

સાથે-સાથે સફાઈ કામદારો અને મ્યુનિસિપલ કોર્પોરશનની શહેરને સ્વચ્છ રાખવાની કામગીરીને બિરદાવવાની સાથે આગામી નવરાત્રિ પર્વની ઉજવણી દરમ્યાન ગમે ત્યાં કચરો નાંખીને શહેરને ગંદુ ન કરવા તથા એજ રીતે ખાણી-પીણી એકમો, રેસ્ટોટો ફેરીયાઓને પોતાના ધંધાની જગ્યાને સ્વચ્છ રાખી શહેરને સ્વચ્છ રાખવામાં મદદ કરવા માટે ભાગીદારી નોંધાવવા જણાવેલ હતું

આ કાર્યક્રમના અંતે દિલ્હી ખાતેનાં માન. વડાપ્રધાનના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું જેમાં તેઓનાં ઉદબોધનમાં સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા દેશવાસીઓને હાર્દિક અભિનંદન પાઠવેલ અને આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે શહેરનાં મેયર  પ્રતિભાબેન રાકેશકુમાર જૈન હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં અમદાવાદના  ડેપ્યુટી મેયર  જતીન પટેલ,  ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી  દેવાંગભાઈ દાણી,  દંડક શ્રીમતી શીતલ આનંદકુમાર ડાગા અને  મ્યુનિ. શાસક પક્ષ નેતા શ્રી ગૌરાંગ પ્રજાપતિ અને ચેરમેન હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી જસુભાઈ ચૌહાણ તથા ચેરમેન ટ્રાન્સપોર્ટ કમિટી ધરમશીભાઈ દેસાઇ ઉપસ્થિતિ રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.