Western Times News

Gujarati News

ઇઝરાયેલે યુએન સેક્રેટરી જનરલ ગુટેરેસ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સીધુ યુદ્ધ છેડાઈ ગયું છે. મંગળવારે મોડી સાંજથી બંને તરફથી હવાઈ હુમલા ચાલુ છે. તેની અસર સમગ્ર વિશ્વમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ છે. ઇઝરાયેલની સેનાએ લેબનોનમાં ઘુસીને હિઝબુલ્લાહ લડવૈયાઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું છે.

આ વચ્ચે અમેરિકાએ પણ ઈરાનને ચેતવણી આપી છે. આ બધાની વચ્ચે, ઇઝરાયેલે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને તેના દેશમાં પર્સાેના નોન ગ્રેટા (એવી વ્યક્તિ કે જેને હવે કોઈ સન્માન અથવા સ્વાગત નહીં મળે) તરીકે જાહેર કરવાનો અને દેશમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

ઇઝરાયલના વિદેશ મંત્રી કાત્ઝે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, જે કોઈ પણ વ્યક્તિ ઈઝરાયેલ પર ઈરાનના ગુનાહિત હુમલાની નિંદા કરવામાં અસમર્થ છે તે ઈઝરાયેલની ધરતી પર પગ મૂકવાને લાયક નથી. આ (ગુટેરેસ) સેક્રેટરી જનરલ છે જે ઇઝરાયેલને નફરત કરે છે, જે આતંકવાદીઓ, બળાત્કારીઓ અને હત્યારાઓને સમર્થન આપે છે.

ગુટેરેસને સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસ પર એક ડાઘ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ એક મહાસચિવ છે જેમણે ૭ ઓક્ટોબરે હમાસના હત્યારાઓ દ્વારા કરવામાં આવેલા નરસંહાર અને જાતીય અત્યાચારની નિંદા કરી નથી અને ન તો તેમને આતંકવાદી સંગઠન જાહેર કરવાના કોઈ પ્રયાસનું નેતૃત્વ કર્યું છે.

હમાસ, હિઝબુલ્લાહ, હુથી અને હવે ઈરાન (વૈશ્વિક આતંકની માતા)ના આતંકવાદીઓ, બળાત્કારીઓ અને હત્યારાઓને સમર્થન આપનાર સેક્રેટરી જનરલને સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસ પર એક ડાઘ તરીકે યાદ કરવામાં આવશે. ઇઝરાયેલ એન્ટોનિયો ગુટેરેસ સાથે અથવા તેના વિના, તેના નાગરિકોનું રક્ષણ કરવાનું અને તેની રાષ્ટ્રીય ગૌરવ જાળવવાનું ચાલુ રાખશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.