Western Times News

Gujarati News

અલ્લુ અર્જુન અને ત્રિવિક્રમની ફિલ્મનું અધધ ૪૦૦ કરોડનું બજેટ

મુંબઈ, એક તરફ હાલ અલ્લુ અર્જુનના ફૅન્સ ‘પુષ્પાઃ ધ રુલ’ની રાહ જોઈ રહ્યાં છે. બીજી તરફ તે ત્રિવિક્રમ શ્રીનિવાસ સાથે ફિલ્મ કરી રહ્યો હોવાની પણ ખૂબ ચર્ચા છે. ખાસ કરીને ત્રિવિક્રમ તેની ‘જુલાયી’, ‘સન ઓફ સત્યમૂર્તિ’ અને ‘અલા વૈકુંઠપુરમુલૂ’ જેવી ફિલ્મો માટે ખાસ જાણીતા છે. હવે તેમની આગામી ફિલ્મ દ્વારા તેઓ તેલુગુ સિનેમાની સમીઓ ઓળંગીને નેશનલ લેવલની એક સ્ટોરી બનાવવા માગે છે.

એવું માનવામાં આવે છે કે તેમની આગામી ફિલ્મ સોશિયો ફેન્ટસી એપિક પ્રકારની હશે, જેમાં કેટલાંક પૌરાણિક કથાઓના પાત્રો અને સંદર્ભાેનો પણ સમાવેશ કરવામાં આવશે. આ ફિલ્મ ત્રિવિક્રમની જાણીતી ફિલ્મો કરતાં ઘણી અલગ પ્રકારની ફિલ્મ હશે, જેનું બજેટ લગભગ ૪૦૦થી ૫૦૦ કરોડ હોવાનું માનવામાં આવે છે.

આ ફિલ્મ હરિકા હસિની અને ગીથા આટ્‌ર્સ જેવા બે પ્રોડક્શન હાઉસ સાથે મળીને પ્રોડ્યુસ કરશે. અલ્લુ અર્જુનના એક નજીકના મિત્ર બન્ની વાસ દ્વારા એવો સંકેત આપવામાં આવ્યો છે કે આ પ્રોજેક્ટ એટલો મોટા સ્તરનો છે કે તેમાં બહુ મોટા રોકાણની જરૂર છે તેમજ તેના પ્રી પ્રોડક્શન પર પણૂખુબ ખર્ચ અને મહેનત કરવામાં આવી રહી છે તે ત્રિવિક્રિમનું વૈભવી વિઝન દર્શાવે છે.

આ ફિલ્મ શ્રીકાકુલમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા પર આધારિત છે, જેમાં વિશાળ અને જાજરમાન પૌરાણિક સેટ ઊભા કરવામાં આવશે. પ્રોડક્શન ટીમે ખાતરી આપી છે કે કોઈ જગ્યાએ વિષયની વિશ્વસનીયતા સંદર્ભે વૈભવી અનુભવમાં કોઈ ઉણપ ન આવે.

આ પ્રકારની અપડેટથી મોટા પડદા પર વૈભવી ફિલ્મો જોવાના શોખીન અને અલ્લુ અર્જુનના ફૅન્સ ઘણા ઉત્સુક છે. તેની આગળની ફિલ્મોની સફળતાને કારણે આ ફિલ્મ પાસે તેમને ઘણી અપેક્ષાઓ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.