હરિયાણાના મતદારોની કોઠાસૂઝ પરિણામને અસર કરશે ?!
હરિયાણા વિધાનસભાની ચૂંટણી જીતાડવામાં રાષ્ટ્રીય નેતૃત્વ સફળ થશે કે મતદારો સ્થાનિક નેતાગીરી પર ભરોસો કરશે ?!
નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસની આંતરિક લડાઈને મુદ્દો બનાવી સ્થિર સરકારની ખાતરી આપી છે ?!-રાહુલ ગાંધીએ હરિયાણાની જનતાના પ્રશ્નોને વાચા આપીને સ્થાનિક નેતૃત્વ પર મત માંગે છે ?!
ખેડુતના પ્રશ્નો, બેરોજગારી, મોંઘવારી એ પ્રજાના મુદ્દા સાથે જાતિવાદ પણ મોટું ફેકટર છે ?!
તસ્વીર ડાબી બાજુથી ભારતની આઝાદીના પ્રતિક ત્રિરંગાની છે ! હરિયાણાની પ્રજા ખેડુતો માટે ન્યાય ઈચ્છે છે ! યુવાનો બેકારીમાંથી મુક્તિ ઈચ્છે છે ! અને મહિલાઓ મોંઘવારીમાંથી મુક્તિ ઈચ્છે છે ! આ સંજોગોમાં પ્રજા ભા.જ.પ.ને ચાન્સ આપે છે કે, કોંગ્રેસને તક આપે છે ?! બીજી તસ્વીર હરિયાણા વિધાનસભાની છે ! પરંતુ બધા જ પક્ષના બળવાખોરો તથા અપક્ષ ઉમેદવારો ?! અને આપનો હરિયાણામાં ટકી રહેવાનો પ્રયાસ મોટો રાજવકીય પક્ષોનું ગણિત બગાડી શકે છે !
પરંતુ ભારતનો ગ્રામિણ મતદારે અનેકવાર કોઠાસૂઝથી મતદાન કર્યુ છે ! ત્યારે હરિયાણા વિધાનસભામાં વિજયની વરમાળા કોણ પહેરશે ?! આમ જનતાની વૈચારિક ક્ષમતા બદલાતી રહી છે જોઈએ શું થાય છે ?! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
અમેરિકાના ૩૪ માં રાષ્ટ્ર પ્રમુખ અને સુપ્રિમ કમાન્ડર ફÙેઈટ આઈઝન હોવરે કહ્યું છે કે, ‘નેતૃત્વ એટલે જે કામ તમે કરવા ઈચ્છો છો તે કામ માટે બીજા ઉત્સુકને જોતરી દેવાની કળા’!! જયારે ૧૮ માં ફ્રેન્ચ પ્રમુખ ચાર્લ્સ દ. ગોલે કહ્યું છે કે, ‘મુશ્કેલીના સમયે નેતા હંમેશા એકલા જ હોય છે’!! લોકશાહી દેશોમાં નેતૃત્વનો રોલ સામ્યવાદી દેશો કરતા જુદા હોય છે જ કારણ કે સામ્યવાદી દેશોમાં ભાગ્યે જ સત્તાધારી નેતા પોતાની સત્તા ગુમાવે છે ! જયારે લોકશાહી દેશમાં બેલેટ દ્વારા સત્તા પરિવર્તનનો સરળ અવકાશ છે ! દેશમાં હરિયાણા અને કાશ્મીરમાં ચૂંટણી જંગ જામ્યો છે ! કોણ જીતશે ?! શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રચારાત્મક શૈલી કે પછી શ્રી રાહુલ ગાંધીની પ્રચારાત્મક શૈલી ?!
હરિયાણામાં કોંગ્રેસની મુખ્ય પ્રધાન બનવાની આંતરિક લડાઈ છે ! આ લડાઈ જ હરિયાણાની જનતા કોંગ્રેસને ખતમ કરી દેશે એવા આશાવાદ સાથે શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આક્રમક પ્રચાર મેદાન મારશે ?! કે હરિયાણામાં ભા.જ.પ.ના વળતા પાણી હશે ?!
ભા.જ.પ.નું નેતૃત્વ શ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે ! ત્યાં સુધી ભા.જ.પ. અનેક પડકારો વચ્ચે ટકી રહ્યો છે ! કારણ કે કયાં શું બોલવું ?! કેટલું બોલવું ?! અને કેવી રીતે બોલવું ?! એ જ શ્રી નરેન્દ્રભાઈ મોદીની શૈલી પર પ્રજા આજે ભરોસો કરે છે ! પરંતુ ભા.જ.પ.ની રાજનિતિ પર હરિયાણાની પ્રજા કેટલો ભરોસો કરે છે ?! એ જોવાનું રહે છે ! કારણ કે હરિયાણામાં પ્રજાનો મિજાજ બદલાયો છે !
એ શ્રી નેરન્દ્રભાઈ મોદીથી વધારે કોણ સમજી શકશે ?! માટે તો શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક કાંકરે ત્રણ પક્ષી પર હુમલો કર્યાે ! શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે, કોંગ્રેસમાં આંતરિક લડાઈ ચાલે છે માટે સ્થિરતાની કોઈ શકયતા નથી ! કોંગ્રેસના દીપેન્દ્ર હુડા અને કોંગ્રેસ સાંસદ શૈલજા મુખ્યપ્રધાન પદની હોડમાં છે ! અને તેની કોંગ્રેસની આ લડાઈને લઈને હરિયાણાની જનતા જ કોંગ્રેસને ખતમ કરશે !
એવી આશા શ્રી નરેન્દ્રભાઈ મોદીને છે ! પરંતુ ભા.જ.પ.ની નબળાઈ એ છે કે હરિયાણાના મુખ્યમંત્રી પદના નામ પર ભા.જ.પ.ને મત મળી શકે તેમ નથી ! અને બીજું હરિયાણામાં ‘સ્ટાર પ્રચારકો’ બતાવાઈ રહ્યા છે ! પરંતુ શ્રી નરેન્દ્રભાઈ માદી જેવી પ્રતિભા કેટલામાં છે ?! અને ચૂંટણી સભામાં લોકોની સંખ્યા ઘટી છે એ સારા સંકેતો તો નથી જ ! જોઈએ આ અવલોકન કેટલું સાર્થક નિવડે છે ?!
હરિયાણામાં શ્રી રાહુલ ગાંધીનો વ્યુહાત્મક પ્રચાર અને હરિયાણામાં કોંગ્રેસના સ્થાનિક ત્રણ ચહેરાઓનો વ્યુહાત્મક પ્રચાર કોંગ્રેસનું ચિત્ર મજબુત કરી શકશે ?!
મહાત્મા ગાંધીએ કહ્યું છે કે, ‘તમારા કાર્યનું પરિણામ શું આવશે એની કદાચ તમને ખબર ન પણ હોય, પણ કામ જ નહીં કરો તો પરિણામ નહીં આવે એની તો તમને ખબર જ હશે’!! કોંગ્રેસે દેશમાં પોતાની સ્થિતિ સુધારવા માટે તેની ‘થીંક ટેંકે’ ચક્રવ્યુહ ઘડી કાઢયો છે !
અને કોંગ્રેસે વ્યુહાત્મક રીતે ઝાટ મતદારો અને દલિત મતદારોને મજબુત કરવા વ્યુહાત્મક વિવાદ છેડયો છે ! અને મતોની ટકાવારી વધરવાના વ્યુહમાં છે ! અને જો કોઈ ટેકેદાર હોય કે કોંગ્રેસમાં મુખ્યમંત્રી બનવા હોડ જામી છે ! તો તેનો અર્થ એ થાય છે કે, કોંગ્રેસ વધુ સારો દેખાવ કરી શકે છે ! હરિયાણાની સ્થાનિક પ્રજાના પ્રશ્નો જ એટલાં બધાં છે કે, કોંગ્રેસ પાસે પૂર્વ મુખ્યપ્રધાન
શ્રી ભૂપેન્દ્રસિંહ હુડા નો ચહેરો પ્રજા માટે ભરોસો કરવા માટે યોગ્ય છે ?! ત્યારે જોઈએ હવે કોણ મેદાન મારે છે ?! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.