‘પ્રેમ’ અને ‘માનવતાભર્યા’ સંવેદનાત્મક સંબંધોને શ્રી પરમેશ્વરે અને ભારતની સુપ્રિમ કોર્ટે ગરિમા બક્ષી છે ત્યારે તેના આ અનેક કિસ્સા સમાજને શું સંદેશો આપે છે ?!
ભા.જ.પ.ના લાલકૃષ્ણ અડવાણીની ભત્રીજી મુસ્લિમ યુવકને પ્રેમ કરી પરણી હતી ?! અને પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાના પુત્ર મુસ્લિમ યુવતિ ફીઝા સાથે હિન્દુ લગ્ન વિધિથી લગ્ન કરી કટ્ટરવાદીઓને ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું છે ?!
તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! ભારતની સુપ્રિમ કોર્ટ ભારતના બંધારણ મુજબ અનેક એવા ચૂકાદાઓ આપ્યા છે ! જેમાં “પ્રેમલગ્ન” કરનારા કે ‘પ્રેમ’ કરી સાથે રહેનારા લોકોને પુરતું બંધારણીય રક્ષણ પુરૂ પાડયું છે ! ભારતના નવ ન્યાયાધીશોની બેન્ચે વ્યક્તિગત ગુપ્તતાના અધિકારને બંધારણીય અધિકાર તરીકે પ્રસ્થાપિત કરી દરેકને પોતાના વ્યક્તિગત જીવનમાં સ્વતંત્ર નિર્ણય કરવાનો અધિકાર બક્ષ્યો છે ! સ્વીકાર્યાે છે ! અને દરેક પોતાના જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે !
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી સંજયકિશન કૌલ અને જસ્ટીસ શ્રી ઋષિકેશ રોયની ખંડપીઠે એવું અવલોકન કર્યું હતું કે, જીવનસાથીની પસંદગી એ ગૌરવભેર જીવન જીવવાના અધિકારનો અભિન્ન હિસ્સો છે ! કોઈ વ્યક્તિ પસંદગી પર તરાપ મારવામાં આવે ત્યારે તેનું ગૌરવ જળવાતું નથી ! માટે ખોટા કેસો માતા-પિતા તરફથી થાય તો એ રદ થવા પાત્ર હોવાનું પણ ઠરાવ્યું હતું ! આવા તો અનેક ચૂકાદાઓ છે ! જેણે “માનવતા અને પ્રેમભર્યા” સબંધોની ગરિમા જાળવી છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
શ્રી રાધા-ક્રિશ્નનો પ્રેમ અને વિશ્વમાં પુજાતા પ્રેમ તરીકે ગૌરવ પ્રદાન કરાયું છે ! શ્રી ક્રિશ્ને રૂક્ષ્મણીજીને ભગાડી જઈ લગ્ન કરવા પડયા હતાં ?! ધરતી પર કટ્ટરવાદીનો સામનો તો પરમાત્માએ પણ કર્યાે છે ?!
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે, “જેને તમે પ્રેમ કરો છો તેના હૃદયમાં તમે માલિક બની જાઓ છો અને જેને તમે નફરત કરો છો તેના ગુલામ બની જાઓ છો”!! જયારે મહાન સાહિત્યકાર વિલીયમ સેકસપિયરે કહ્યું છે કે, “માંગ્યો પ્રેમ મળે તો સારૂં પણ વણમાંગ્યો, માંગ્યા વગરનો પ્રેમ મળે એ પ્રેમની મહાનતા છે”!! દેશમાં અને ગુજરાતમાં “પ્રેમ” ના મહાન ત્યાગના પ્રેમમાં સર્વસ્વ અર્પણ કરતા અપવાદરૂપ કિસ્સાઓ બને છે ! તો “પ્રેમ” ને નામે છેતરપિંડી !
અને પ્રેમના નામે શોષણ કરવાના કિસ્સા પણ વધ્યા છે ?! ત્યારે “પ્રેમ” શબ્દમાં છુપાયેલી લાગણીની મહાન સંવેદના તો એ જ સમજી શકે છે જેણે પોતાના જીવનમાં પ્રેમસભર ભાવનાનો હૃદયસ્પર્શી અનુભવ થયો હોય ?! પણ આજે ભારતમાં વકરેલો કટ્ટરવાદી દ્રષ્ટિકોણને લઈને “પ્રેમ સબંધો” પર હુમલા વધ્યા છે ! તમારે કોને “પ્રેમ” કરવો એ આજની દુનિયાના નિર્લજ અને કથિત માફીયા તત્વોની માનસિકતાએ કબજો લીધો છે ત્યારે “પ્રેમ”ની મહાનતાના આંતરજ્ઞાતિય સબંધોમાં વિકાસ પામેલા “પ્રેમમય જીવન”ના ઉદાહરણોને યાદ કરવામાં જ ખુશી મળે છે !!
પ્રેમની સંવેદનાનું તત્વ એ પરમેશશ્વર સર્જીત છે ! પ્રેમની સંવેદનાનો અહેસાસ તો સાÂત્વક આત્મા જ અનુભવી શકે છે ! અને પ્રેમના તત્વને મહાન હૃદય જ સમજી શકે છે ?! ‘રાધા-ક્રિશ્ન’ના ‘પ્રેમ’ ને જગત પુજે છે ! પ્રેમ એ ‘આંસુ’નું કારણ ભુંસે છે ?! અને પ્રેમ એ ત્યાગ સમર્પણ સાથે જોડાયેલ એવી ભાવના છે ! સાંપ્રદાયિક કટ્ટરવાદીઓ જાતિવાદી ફાંસીવાદીઓ અને બુÂધ્ધહીન કર્મશીલોની સમજ બહારની વાત છે ! જેઓએ આ પૃથ્વી પર ‘પ્રેમ’ ની ભાવના દ્વારા સ્વર્ગ રચનારા મહાન આત્માઓ છે ! તેમની સામેના પડકારો છે ?!
મહાન સંત રામકૃષ્ણ પરમહંસે અદ્દભૂત કહ્યું છે કે, “”પ્રેમ”ના બે લક્ષણો છે, પહેલું બ્રાહ્ય જગતને ભુલી જવું અને બીજું પોતાના અÂસ્તત્વ સુધ્ધાને ભુલી જવું”! ભારતમાં “પ્રેમ”ને પુજાને કાબેલ માન્યો છે ! આત્માની સંવેદના અને હૃદયના ત્યાગ વચ્ચે સબંધ બંધાય ત્યારે તેને “પ્રેમ” કહેવાય છે ! અને “પ્રેમ” એ કોઈ સાંપ્રદાયિક ધર્મ નથી જોતો, એ કોઈ જ્ઞાતિ, જાતિ કે કોમ નથી જોતો ! આ ધરતી પર જન્મ લેનાર શ્રી પરમાત્મા શ્રી ક્રિશ્ને પણ કટ્ટરવાદી અને અહંકારીઓનો સામનો કરવો પડેલો ! અને રૂક્ષ્મણીજીને ભગાડી જઈને લગ્ન કર્યા હતાં ! એટલે દરેક યુગમાં કટ્ટરવાદીસઓ અને “પ્રેમ” પર કથિત આંતકવાદી હુમલો કરનારા અનેક બંધ મગજો હોય છે ! પણ “પ્રેમ” સાચો હોય તો એ ઝુકતો નથી કટ્ટરવાદીઓને ઝુકાવે છે !!
સંત વેલેન્ટાઈને પણ પ્રેમ કરનારા બે આત્માઓને ભેગા કરવામાં જીવ ખોયો હતો ! માટે તો તેમની યાદમાં ‘વેલેન્ટાઈન-ડે’ ઉજવાય છે ! મહાન ક્રિશ્ચિયન સંત વેલેન્ટાઈન એ “પ્રેમ”
કરનાર બે “આત્મા” અને હૃદયથી જોડતા હતાં ! અને પરિણામે જે તે સમયના યુવાનોના “પ્રેમલગ્ન” કરાવતા હતાં ! આથી વીફરેલા કટ્ટરવાદી રૂઢિચુસ્ત તત્વોએ આ મહાન સંતની હત્યા કરી નાંખતા પશ્ચિમ જગતના પ્રેમીઓએ “વેલેન્ટાઈન-ડે” તેમની યાદમાં ઉજવે છે ! અને “પ્રેમ-ડે” તરીકે લગભગ ભારત સહિત અનેક દેશોમાં ઉજવાય છે ! “પ્રેમ”માં પૂર્વ અને પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ કયાં આવે ?! “પ્રેમ” એ “પ્રેમ” છે ! છતાં ભારતમાં કથિત કટ્ટરવાદીઓ “વેલેન્ટાઈન-ડે” નો વિરોધ કરે છે કે આ પÂશ્ચમી સંસ્કૃતિ છે ! “પ્રેમ”ને સંવેદના સિવાય કોઈ સંસ્કૃતિ હોતી નથી ! આટલું જો સમજાય તો ઘણી સમસ્યાઓનો અંત આવી જાય !!
પ્રેમમાં ખીલેલું આ પુષ્પ આજે અમેરિકાનું ઉપપ્રમુખ પદ ભોગવે છે કાલે પ્રમુખ બનશે ?!
આ તસ્વીર માતા શ્યામલા ગોપાલનની છે ! ભારતમાં આંધ્રપ્રદેશમાં જન્મેલ શ્યામલા ફકત ૧૯ વર્ષે અમેરિકા ગયેલા આજે તેમની પુત્રી કમલા હેરિસ અમેરિકાના ઉપપ્રમુખ છે ! અને અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી લડી રહ્યા છે ! બાળપણથી જ “માતાના પ્રેમ” ની આ નિશાની છે !
અને કમલા હેરિસનો પ્રેમમય ઉછેર થયો છે માટે તેઓ સમાનતા, એકતા, માતૃભાવની વાત કરે છે ! વિદેશી કૂળની નારીની પુત્રી અમેરિકાના પ્રમુખ બનવા જઈ રહી છે ! આપણાં દેશના કટ્ટરવાદી, ફાંસીવાદી તત્વો આવા અનેક ઉદાહરણો પર નજર નાંખવી જોઈએ ! ભારતમાં લગ્ન કરીને આવેલા સોનિયા ગાંધીએ પણ પોતાના પતિને રાષ્ટ્ર માટે દેશના ચરણોમાં સમર્પણ કરી એક સંસ્કારી
હિન્દુ નારીની જેમ જીવે છે ! “પ્રેમ”ની આ જ તાકાત છે !!!પોલેન્ડની દિકરી એલેકઝાન્ડર પાદુસ્કાએ ખાડિયાના અજય અખંડ સાથે લગ્ન કર્યા ?!
જુનાગઢ જીલ્લાના ખાડિયા ગામના વતની પરતબતભાઈ અખંડના પુત્ર પોલેન્ડ ભણવા ગયા ! ત્યાં પોલેન્ડની દિકરી એલેકઝાન્ડર પાદુસ્કાને ભારતીય અજયભાઈ સાથે “પ્રેમ” થયો ! ને તે ત્યાંથી ભારતીય પર ભરોસો કરી ભારતના જુનાગઢ ખાતે આવી અને એલેકઝાન્ડર પાદુસ્કાના મિત્ર અને પરીવારજનો પોલેન્ડથી આવી લગ્ન પ્રસંગમાં ખુશી, ખુશી જોડાયા તે સારૂ છે કોઈ કટ્ટરવાદીઓ કુદી ના પડયા આ છે “પ્રેમ” ની મહાનતા !! ભારતના રૂઢિચુસ્ત કટ્ટરવાદીઓ તો કાયદો હાથમાં લઈ વિધર્મી યુવક યુવતીનો મુદ્દો ચગાવ્યો છે ! “પ્રેમ” એ “પ્રેમ” છે ગુન્હો એ છલ છે ! પ્રેમ નથી આ જુદા પાડવા જોઈએ !!
ભા.જ.પ.ના હિન્દુવાદી નેતાઓને ત્યાં દિકરા – દિકરીઓએ મુસ્લિમ યુવક – યુવતીઓને પ્રેમ કરી સ્વીકાર્યા છે ! આ પણ આવકારવા લાયક “પ્રેમ” છે !!
“પ્રેમ” ને રાજકીય ફીલસુફી સાથે કોઈ સબંધ હોતો નથી અત્રે એ નોંધનીય છે કે, દેશના માજી નાયબ વડાપ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણીજીની ભત્રીજી મુસ્લિમ યુવક સાથે “પ્રેમ” થઈ જતાં મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતાં ! અને ભા.જ.પ.ના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં !
તાજેતરમાં જ ધારાસભ્ય અને હાલમાં ભા.જ.પ. સાથે જોડાયેલા શ્રી મહેશભાઈ વસાવાના પુત્ર ગૌરવ સાથે મુસ્લિમ યુવતી ફૈઝાનને “પ્રેમ” થઈ ગયો ! ઝઘડીયા તાલુકાના ધારેલી ગામની ફૈઝા વડોદરાની એમ.એસ. યુનિર્વિસટીમાં ભણતી હતી ! ત્યારે હિન્દુ યુવક ગૌરવ મહેશભાઈ વસાવા સાથે “પ્રેમ” થઈ ગયો!
અને આખરે યુવતીએ પિતા મારી નાંખવાની ધમકી આપતા ગૌરવે પ્રેમિકા ફૈઝાનને લઈ જઈ હિન્દુ લગ્ન વિધિથી લગ્ન કરી લીધા છતાં યુવતીને ઘરવાળાઓ તરફથી ધમકીઓ મળતા યુવતી ફૈઝાએ પોતાના પરિવાર વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને “પ્રેમ”નું ગૌરવ જાળવ્યું છે !
હવે ફૈઝાની સલામતીની જવાબદારી વસાવા પરિવારની છે !! ચાંદ પર જતાં માનવીએ હવે સુધરી જવું જોઈએ !! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.