દેશ કઠોર તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે : સુપ્રીમ કોર્ટ
નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે નાગરિક સુધારા કાનૂનને બંધારણીય જાહેર કરવાની માંગ કરતી અરજી ઉપર તરત સુનાવણી કરવાનો આજે ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, હિંસા એક વખતે બંધ થઇ ગયા બાદ જ સીએએને બંધારણીય જાહેર કરવા અને તેની કાયદેસરતાના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરશે. સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે, દેશ હાલમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. ચીફ જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બનેલી બેંચે અરજી ઉપર હેરાની વ્યક્ત કરતા કહ્યું હતું કે, પ્રથમ વખત કોઇ કાનૂનને બંધારણીય જાહેર કરવાની અપીલ અરજીમાં કરવામાં આવી છે.
બેંચે કહ્યું હતું કે, હિંસા રોકાઈ ગયા બાદ જ સીએએની કાયદેસરતાને પડકાર ફેંકતી અરજી ઉપર સુનાવણી હાથ ધરશે. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, હાલના સમયે સૌથી વધારે હિંસા થઇ હતી કે દેશ મુશ્કેલ તબક્કામાં છે. અમારા પ્રયાસ શાંતિ માટે થવા જાઇએ. આ કોર્ટનું કામ કાનૂનની કાયદેસરતા નિર્ધારિત કરવા માટેનું છે તેને બંધારણીય જાહેર કરવાનું કામ નથી. જસ્ટિસે આ ટિપ્પણી એ સમયે કરી હતી જ્યારે વિનિત ઢાંડાએ સીએએને બંધારણીય જાહેર કરવા અને તમામ રાજ્યોને આ કાનૂન પર અમલ કરવાના નિર્દેશ આપવા માટે દાખલ કરવામાં આવેલી અરજી ઉપર તરત સુનાવણીની અપીલ કરવામાં આવી હતી.
આ અપીલમાં અફવાઓ ફેલાવવા માટે કાર્યકરો, વિદ્યાર્થીઓ અને મિડિયા હાઉસની સામે કાર્યવાહી કરવાની અપીલ પણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ૧૮મી ડિસેમ્બરના દિવસે સીએએની બંધારણીય કાયદેસરતાની વિચારણાના સંદર્ભમાં વાત કરી હતી. સુપ્રીમ કોર્ટે આ કાનૂનને પડકાર ફેંકતી ૫૯ અરજી ઉપર કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી હતી અને તેને જાન્યુઆરીના બીજા સપ્તાહ સુધીમાં સુનાવણી માટે હાથ ધરવાની વાત કરી હતી. આ કાનૂનની કાયદેસરતાને પડકાર ફેંકનાર કોંગ્રેસના જયરામ રમેશ, તૃણમુલ કોંગ્રેસના સાંસદ મોહિત્રા, આરજેડી નેતા મનોજ ઝા, એઆઈએમઆઈએમના નેતા ઓવૈસી, ઈન્ડિયન ન યુનિયન મુÂસ્લમ લીગના વરિષ્ઠ નેતાઓ પણ આમા સામેલ રહેલા છે.