GCCI દ્વારા આયોજિત “ધ ગ્રોથ માઇન્ડ સેટ – ડ્રાઇવિંગ યોર બિઝનેસ ફોરવર્ડ” વિષય પર ખાસ કાર્યક્રમ
અમદાવાદ, GCCI, તેમજ તેઓની બિઝનેસ વુમન કમિટી, સ્ટાર્ટઅપ કમિટી અને MSME કમિટી દ્વારા “ધ ગ્રોથ માઇન્ડ સેટ – ડ્રાઇવિંગ યોર બિઝનેસ ફોરવર્ડ” વિષય પર તારીખ 3 ઓક્ટોબર, 2024 ના રોજ એક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
GCCI session on “The Growth Mindset – Driving Your Business Forward” held on 3rd October, 2024.
આ પ્રસંગે ગેસ્ટ સ્પીકર તરીકે જાણીતા લીડરશીપ કોચ અને સફળ એન્ટરપ્રેન્યોર શ્રી શ્યામ તનેજા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે કોઈપણ સાહસમાં સફળતા પ્રાપ્ત કરવા માટે “ગ્રોથ માઇન્ડ સેટ” ખુબ જ જરૂરી છે. તેઓએ ઉમેર્યું હતું કે આપણા સકારાત્મક વલણ અને અભિગમમાં એક વિશેષ શક્તિ રહેલ છે. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આપણા ઉદ્યોગસાહસિકો તેમજ આપણા સમગ્ર રાષ્ટ્ર ના નાગરિકોની ગ્રોથ પરત્વેની માનસિકતા આપણા દેશને એક વિકસિત રાષ્ટ્ર તેમજ 7 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા તરફ દોરી જશે.
શ્રી શ્યામ તનેજાએ તેમના પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે “ગ્રોથ માઇન્ડ સેટ” આપણા વ્યક્તિગત વિકાસ માટે તેમજ સફળતા હાંસલ કરવા માટે મૂળભૂત છે. “I CAN & I WILL” ની ભાવના આપણને નોંધપાત્ર સફળતા તરફ દોરી જશે. જવાબદારી લેવાનું આપણું વલણ આપણને આપણા વિવિધ સાહસોમાં વિકાસ પ્રાપ્ત કરવામાં મદદરૂપ સાબિત થશે. તેમણે ટિપ્પણી કરી કે નિષ્ફળતા પણ આપણને કંઈક શીખવી જાય છે અને માટે જ આપણે “નિષ્ફળતા” શબ્દને “અસફળ પ્રયાસ” શબ્દ થી બદલવો જોઈએ કારણ કે દરેક કટોકટીમાં બિલ્ટ-ઇન તક છુપાયેલી હોય છે.
આ પ્રસંગે શ્રી તેજસ મહેતા, ચેરમેન, MSME સમિતિ દ્વારા આભાર વિધિ પછી સેશન પૂર્ણ થયું હતું.