Western Times News

Gujarati News

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીનું નવનિર્મિત ભવન

અમદાવાદ ખાતે નિર્માણ પામેલા જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના નવા બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ

અમદાવાદ, કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીના નવનિર્મિત ભવનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીના વરદ્હસ્તે અમદાવાદ ખાતે નિર્માણ પામેલા જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના નવા બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગુજરાત પોલીસનું ‘તેરા તુજકો અર્પણ’ સિટિઝન સેન્ટ્રીક પોર્ટલ તેમજ એડીસી બેંક અને સાઇબર ક્રાઇમ વિભાગના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલી ‘સાયબર સાથી’ પુસ્તિકાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, અદ્યતન ટેકનોલોજીથી સજ્જ અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન થવાથી શહેર પોલીસની એક નવી કાર્યપદ્ધતિ આગામી સમયમાં પ્રસ્થાપિત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીનું નવનિર્મિત ભવન પોલીસ કંટ્રોલ રૂમ, ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ, વીડિયો એનાલિટિક્સ, ડેટા સેન્ટર, ઇમરજન્સી કૉલ બોક્સ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ઉપરાંત, પોલીસકર્મીઓના ત્યાગ અને બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અહીં શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

The new building of the Joint Interrogation Center constructed at Ahmedabad was inaugurated by the Union Minister for Home Affairs and Co-operation Amit Shah. Besides, Gujarat Police’s ‘Tera Tujko Arpan’ citizen centric portal and ‘Cyber Sathi’ booklet prepared jointly by ADC Bank and Cyber Crime Department were launched. On this occassion CM Bhupendra Patel, Harsh Sanghvi, Senior Police officers, Ahmedabad Mayor Pratibha Jain, Narhari Amit, Parimal Nathwani, Amit Thakar and other dignitaries were present.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહેતા હોય છે કે વર્ક પ્લેસની વર્ક કલ્ચર પર અસર પડતી હોય છે અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું આ નવનિર્મિત બિલ્ડિંગ તેના વર્ક કલ્ચરને નવી ઊંચાઈ આપશે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત સલામતી અને વિકાસના મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.