હવાના પ્રદૂષણ પર નિર્દેશોના અમલ માટે ખાસ ટાસ્ક ફોર્સની રચનાઃ કેન્દ્ર
નવી દિલ્હી, નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં એર ક્વોલિટી મેનેજમેન્ટ માટેના પંચ (સીએક્યૂએમ)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તેણે વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે તેના દ્વારા જારી કરાયેલા કાયદાકીય નિર્દેશોના અમલીકરણ પર દેખરેખ રાખવા અને નિરીક્ષણ માટે સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સની રચના કરી છે.
સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવેલા અનુપાલન અહેવાલમાં, એર ક્વોલિટી પેનલે ટાસ્ક ફોર્સ ને મદદ કરવા સૂચના આપી હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સહાય ધરાવતી ૪૦ ફ્લાઇંગ સ્ક્વોડ/નિરીક્ષણ ટીમો તૈનાત કરવામાં આવી છે.
આ ટીમો આયોગના કાનૂની નિર્દેશોના ગંભીર ઉલ્લંઘનોને ઓળખવા માટે નિયમિતપણે ગુપ્ત તપાસ કરશે. જસ્ટિસ અભય એસ ઓકાની બનેલી બેન્ચને સીએક્યૂએમે જણાવ્યું હતું કે વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરવા અને તેની માહિતી લેવા અને કમિશન દ્વારા જારી કરાયેલા વિવિધ નિર્દેશો અને આદેશોના ક્ષેત્ર-સ્તરના અમલીકરણ અને પાલનની બારીકાઇથી દેખરેખ રાખવા માટે ઈટીએફ વારંવાર મળે છે. પેનલે બેન્ચને જણાવ્યું હતું કે ફ્લાઇંગ સ્કવોડ્સે આશરે ૧૮,૯૭૬ સાઇટ્સ/યુનિટ્સ ખાતે તપાસ હાથ ધરી છે.SS1MS