Western Times News

Gujarati News

હરિયાણા પૂર્વ સાંસદ કોંગ્રેસમાં જોડાતા ભાજપે આપ્યું રિએક્શન

હરિયાણા, હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ સાંસદ અશોક તંવર મહેન્દ્રગઢમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પરત ફર્યા છે. જેને પગલે બીજેપી સતત અશોક તંવરને નિશાન બનાવી રહી છે.

ભાજપના નેતા સૈયદ શાહનવાઝ હુસૈને જણાવ્યું હતું કે, અશોક તંવર ભાજપમાં બોજ હતા. સીટીંગ સાંસદ સુનિતા દુગ્ગલની ટિકિટ કાપીને તેમને ટીકિટ આપી હતી, તેઓ લાખો મતોથી જીત્યા હતા. શાહનવાઝ હુસૈને જણાવ્યું હતું કે, “અશોક તંવર કોંગ્રેસમાં જોડાવાથી શું ફાયદો? ત્યાં જઈને પણ તેમને કંઈ નહીં મળે. જે લોકો વધુ પડતા પક્ષ બદલે છે તેઓને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે મતભેદ બાદ અશોક તંવરે લગભગ પાંચ વર્ષ પહેલા કોંગ્રેસ છોડ્યું હતું. આ પછી તેણે અપના ભારત મોરચા નામની પાર્ટી બનાવી. ૨૩ નવેમ્બર ૨૦૨૧માં મમતા બેનર્જીની ટીએમસીમાં જોડાયા. ૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા. પરંતુ આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલા અશોક તંવર ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

બીજેપીએ તેમને સિરસા લોકસભા સીટથી મેદાને ઉતાર્યા પરંતુ કોંગ્રેસના કુમારી સેલજા સામે ૨,૬૮,૪૯૭ મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ૩ ઓક્ટોબરના રોજ મહેન્દ્રગઢમાં રાહુલ ગાંધીની રેલી દરમિયાન અશોક તંવર અચાનક ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા. કોંગ્રેસમાં સામેલ થવાના બે કલાક પહેલા જ અશોક તંવર સફીડોન બેઠક પરથી ભાજપના ઉમેદવાર રામકુમાર ગૌતમના કાર્યક્રમમાં હાજર હતા. તે કાર્યક્રમનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.