Western Times News

Gujarati News

નર્મદાનું પાણી 10 દિવસ બંધ થાય તો પણ અમદાવાદને પાણી મળશેઃ 350 કરોડના ખર્ચે બેરેજ બનશે

350 કરોડના ખર્ચે બ્રીજ કમ બેરેજ બનશે-રાજય સરકાર ટોરેન્ટ પાવરથી શાહીબાગ સુધી તૈયાર થનાર બ્રીજ કમ બેરેજનો ખર્ચ આપશે

બેરેજ સામાન્ય રીતે સપાટ અને પ્રમાણમાં ધીમી ગતિએ ચાલતી નદી પર બાંધવામાં આવે છે.

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણીની અછત સર્જાય તેવા સમયે શહેરીજનોને ૧૦ દિવસ કરતા પણ વધુ દિવસો પાણી સપ્લાય થઈ શકે તે માટે રિવરફ્રંટ પ્રોજેકટ અંતર્ગત બરાજ બનાવવામાં આવશે. સાબરમતી ટોરેન્ટ પાવરથી શાહીબાગ સુધી તૈયાર થનાર બ્રીજની નીચે આ બેરેજ તૈયાર થશે જેના માટે રૂ.૩પ૦ કરોડ કરતા વધુ રકમ ખર્ચ કરવામાં આવશે આ તમામ ખર્ચ રાજય સરકાર આપશે.

સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ સાબરમતી ફેઝ-ર અંતર્ગત ટોરેન્ટ પાવરથી શાહીબાગ સુધી બ્રીજ કમ બરાજ બનાવવા માટે ફેબ્રુઆરી ર૦ર૪માં ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતાં. હાલ તેની ડીઝાઈનનું કામ ચાલી રહયું છે. સદર પ્રોજેકટ માટે રાજય સરકાર ખર્ચ કરતી હોવાથી તેના માટે મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ અને મ્યુનિ. બોર્ડની મંજુરી જરૂરી રહે છે. A barrage will be built in Ahmedabad at a cost of 350 crores to store enough water to supply for 10 days in times of emergency.

રિવરફ્રંટ લિમિટેડ એક ખાનગી કંપની હોવાથી રાજય સરકાર સીધી મદદ કરી શકે નહીં. તેથી સદર કામ સ્ટેન્ડિગ કમિટિ સમક્ષ રજુ કરવામાં આવ્યું છે. શહેરમાં હાલ દૈનિક ૧ર૦૦ થી ૧૩૦૦ એમએલડી પાણી સપ્લાય થાય છે. રિવરફ્રંટ પ્રોજેકટ અંતર્ગત તૈયાર થનાર બરાજમાં અંદાજે ૧૦ હજાર એમએલડી પાણીના જથ્થાનો સંંગ્રહ થઈ શકશે.

જેથી અમદાવાદ શહેરમાં અછતના સમયે કોતરપુર ઈન્ટેકવેલ મારફતે આશરે ૧૦ થી ૧પ દિવસ સુધીનો પાણીનો જથ્થો શુÂધ્ધકરણ માટે મોકલી શકાશે તથા પૂર્વ તેમજ પશ્ચિમ તરફના વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા પણ સરળ બનશે. જેથી નર્મદા કેનાલમાં રીપેરીંગ કામ કે અન્ય કોઈ મુશ્કેલી થાય તેવા સમયે બરાજમાંથી કોતરપુર અને જાશપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી સપ્લાય કરી શકાશે. આ બરાજની ઉંચાઈ વાસણા બેરેજ કરતા લગભગ અઢી ફુટ વધુ હોવાથી પાણીના સંગ્રહ અને સપ્લાયમાં કોઈ તકલીફ થશે નહીં તેમ માનવામાં આવે છે.

બરાજ કમ બ્રીજની ટેકનીકલ માહિતી
• બ્રિજનો મુખ્ય સ્પાન ૧૨૬.૦૦ મી.ની લોખંડની કમાનનો તથા બંન્ને બાજુના ૪૨.૦૦ મી.ના સ્પાન સસ્પેન્ડેડ આર્ચ પ્રકારના તથા બાકીના સ્પાન આર.સી.સી. પ્રિ-સ્ટ્રેસના ર્ગડર પ્રકારના હશે.

• સુચિત બ્રીજ ૬ માર્ગીય લેન કે જેની એક બાજુની પહોળાઈ ૧૦.૫૦ મી. એમ કુલ ૨૧ મી. પહોળાઈનો થશે.

• પશ્વિમે ટોરેન્ટ પાવર સ્ટેશન (બીઆરટીએસ રોડ) થી પૂર્વે કેમ્પ સદર બજાર(એરપોર્ટ રોડ) ના બંન્ને રસ્તાઓને જોડતો બ્રીજ બનવાનાં કારણે શહેરનાં પશ્ચિમ વિસ્તારો જેવા કે ચાંદખેડા, સાબરમતી, મોટેરા અને પૂર્વના હાંસોલ તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટીવીટી મળશે. જેથી ટ્રાફીક સમસ્યા ઘણી જ હળવી બનશે. મુખ્ય બ્રિજની બંન્ને તરફના એબટમેન્ટ સુધીનો રેમ્પ રેઈનફ્રોસ અર્થ રીટેનીંગ વોલ પ્રકારના હશે .

• બેરેજ કમ બ્રીજના કારણે અચેર – સદર બજાર થી ઉપરવાસમાં સંગ્રહિત થનાર પાણીના જથ્થાથી અમદાવાદ શહેરને પાણીની અછત તેમજ નર્મદા મેઇન કેનાલના મેઇન્ટેનન્સ / રીપેરીંગ દરમ્યાન કોતરપુર ઇન્ટેકવેલ મારફતે આશરે ૧૦ થી ૧૫ દિવસ સુધીનો પાણીનો જથ્થો શહેરને પાણી પૂરવઠો પહોંચાડવા માટે કોતરપુર વોટર વર્કસ ખાતે શુધ્ધિકરણ માટે ઉપલબ્ધ થઇ શકશે.

• બનનાર બેરેજ કમ બ્રીજ પૈકી રબર બેરેજનું ઓપરેશન અને મેઈન્ટેનન્સ આધારીત હોવાથી તેને ડીફલેક્ટ કરવાથી નદીના વહેતા પૂરને અવરોધરૂપ ન થાય  તે રીતે બનાવવામાં આવનાર છે.

• થીમ બેઇઝ ડેકોરેટીવ લાઇટીંગ તેમજ વોટર ટ્રાન્સર્પોટેશનની સગવડ માટે લોક ગેટનું પ્રોવીઝન રાખવામાં આવેલ છે. જેનું અલગથી ડીટેઈલ એન્જીનીયરીંગ અને ડીઝાઈન કરી ટેન્ડર બહાર પાડવામાં આવશે (ખર્ચ આશરે રૂ. ૧૦ કરોડ)

ડેમ શું છે?
ડેમ એ એક પાકી દિવાલની જેમ અવરોધ છે જે નદીની ખીણ અથવા પાણીના સ્ત્રોત પર બાંધવામાં આવે છે. ડેમ પાણીનો ઊંડો ભંડાર બનાવે છે જેનો સંગ્રહ અને પછીની તારીખે ઉપયોગ કરી શકાય છે. આ ઉપયોગોમાં સિંચાઈ, પાણી પુરવઠો અથવા વીજળી ઉત્પાદનનો પણ સમાવેશ થઈ શકે છે. ડેમ સામાન્ય રીતે બાંધકામનું એક પ્રભાવશાળી પરાક્રમ છે, કારણ કે તેની તીવ્ર ઊંચાઈ એ પાણીને તેની ઉપર અને ઉપર જતું અટકાવે છે. બેરેજથી વિપરીત, પાણીનો સંગ્રહ કરવા અને તેની અંદર રહેલા પાણીના સ્તરને વધારવાના એકમાત્ર હેતુ માટે બંધ બાંધવામાં આવે છે.

બેરેજ શું છે?
બેરેજ એ ડેમનો એક પ્રકાર છે; જો કે, પાણી વહી ન શકે તેવી વિશાળ કોંક્રિટ દિવાલ બનવાને બદલે, બેરેજ દરવાજાઓથી બનેલો હોય છે.

તેમાંથી પસાર થતા પાણીના જથ્થાને સીધું નિયંત્રિત કરવા માટે આ દરવાજા ખોલવામાં અને બંધ કરવામાં આવે છે. ડેમને બદલે બેરેજ હોવાનો અર્થ એ છે કે નજીકના શહેરો, નગરો અથવા ખેતીની જમીનોને સિંચાઈ જેવા તેના ઉદ્દેશ્ય હેતુ માટે પાણીનો પ્રવાહ સ્થિર રાખી શકાય છે. ડેમથી વિપરીત, બેરેજની પાછળ સંગ્રહિત પાણી તેના દરવાજાઓની ઊંચાઈ પર આધારિત છે અને સમગ્ર દિવાલની ઊંચાઈ પર નહીં. પાણીના પ્રવાહ અને સ્તરને સરળતાથી મોનિટર કરવામાં આવે છે કારણ કે દરવાજા સરળતાથી હેરફેર કરી શકાય છે.

જ્યારે પાણીને સંગ્રહિત કરવાની જરૂર નથી, પરંતુ તેને વાળવામાં આવે છે ત્યારે બેરેજ બનાવવામાં આવે છે. આ કારણોસર, બેરેજ સામાન્ય રીતે સપાટ અને પ્રમાણમાં ધીમી ગતિએ ચાલતી નદી પર બાંધવામાં આવે છે. ડેમથી વિપરીત, જે પાણીને તેની ઉંચાઈ સુધી વધારશે, બેરેજ પાણીના સ્તરને માત્ર થોડા ફૂટ જ વધારશે. આ નેવિગેશન માટે પણ ઉપયોગી છે, કારણ કે બેરેજ નદીની ઊંડાઈ થોડા ફૂટ વધારી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.