Western Times News

Gujarati News

સાબર ડેરીના ચેરમેન પદે સતત ત્રીજી વખત શામળ પટેલ

હિંમતનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ગત માર્ચ મહિનામાં યોજાઈ પૂર્ણ થઈ હતી.

પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટેની ચૂંટણી ગૂંચવણમાં હતી અને અનેક વિરોધ પ્રદર્શન પણ યોજાયા હતા. ત્યારબાદ ચૂંટાયેલા નિયામક મંડળના સભ્યો દ્વારા હાઈકોર્ટનું શરણું લેવામાં આવ્યું હતું. ત્યારબાદ હાઈકોર્ટે જિલ્લા કલેક્ટરને ૨૧ દિવસમાં ચૂંટણી યોજી દેવા માટેનું સૂચન કરતા જિલ્લા પ્રશાસન દ્વારા ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

આજે સાબર ડેરીના બોર્ડ રૂમ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં સાબર ડેરીના વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલને ફરી એકવાર ચેરમેન પદ માટે બિનહરિફ વરણી કરવામાં આવી હતી. તો બીજી તરફ વાઇસ ચેરમેન પદ માટે વડાલી બેઠકના સભ્ય ઋતુરાજ પટેલની બિનહરિફ વરણી કરવામાં આવી હતી.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની સીધી નજર સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પર મંડાયેલી હતી. જોકે સહકારી રાજકારણમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમાવો જોવા મળી રહ્યો હતો અને અનેક અટકળો પણ ચાલી રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.