ગુજરાતમાં સૌ પ્રથમવાર રાગ યમન અને યમન કલ્યાણ આધારિત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યોજાયો
અમદાવાદની સ્વરાંજલી સીંગીંગ એકેડેમી એન્ડ સ્ટુડીઓ દ્વારા શ્રી ટાગોર હોલ અમદાવાદ મુકામે “ યમન કો નમન” નામે ભવ્ય કાર્યક્રમ યોજાયો.
ભારતીય સંસ્કૃતિનો ભવ્ય ઈતિહાસ ભાતીગળ રહ્યો છે, જેમા ગીત-સંગીતનું મહાત્મ્ય વધુ છે. ગીત – સંગીત રાજા રજવાડાઓના સમયથી લોકોની ચાહના રહી છે, સમય જતા નાટય કળા પછી ફિલ્મોમાં તેને સાંકળી લઈને હિન્દી ગીતો થકી લોકોમાં ગજબની ચાહના મેળવી છે. હિન્દી ફિલ્મી ગીતો આજે પણ લોકોની પ્રથમ પસંદ છે, અને તેના ચાહક પણ બની રહયા છે, પણ પશ્ચિમની સંસ્કૃતિએ તેને અભડાવવાની કોશીશ કરી છે. film song swaranjali singing academy
તેમ છતાં આજે ભારતભરમાં એવી ઘણી એકેડેમી છે જે, ગીતોની આ મહામુલી કળાને જીવંત રાખી રહયા છે, નવી પેઢીને પણ તેની શિક્ષા આપીને આ સંગીતના વારસાનું જતન કરી રહયા છે. અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલો સ્વરાંજલી સીંગીંગ એકેડેમી એન્ડ સ્ટુડીઓ પણ ગીત- સંગીતના આ અમૂલ્ય વારસાનું પૂરી લગનથી જતન કરી રહયા છે.
ગીત – સંગીતની શિક્ષા-તાલીમ આપીને તેમના તમામ વિધાર્થીઓને તૈયાર કરી રહ્યા છે.તેના ભાગરૂપે સ્વરાંજલી સીંગીંગ એકેડેમી એન્ડ સ્ટુડીઓના સ્થાપક શ્રી વિપુલભાઈ મહેતા, ડો અરવિદ કોઠિયા, ડેનીભાઇ પંચાલ. કિજંલબેનપટેલ.પૂનમબેન પંચાલ ના માર્ગદર્શન હેઠળ એકેડેમીના વિધાર્થીઓ ધ્વારા ગુજરાતમા સૌપ્રથમ વાર “રાગ યમન” આધારિત હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યમન કો નમન’, શ્રી ટાગોર મેમોરીયલ હોલ, પાલડી મુકામે બીજી ઓક્ટોબર ૨૦૨૪ના બુધવારના રોજ યોજવામા આવ્યો હતો, અને આ કાર્યક્રમમાં લગભગ ૧૦૦૦ જેટલી વ્યક્તિઓ હાજર રહી લાભ લીધો હતો.
“યમન કો નમન” કાર્યક્રમમાં સ્વરાંજલી સીગીંગ એકેડેમી એન્ડ સ્ટુડીઓના વિધાર્થીઓએ મો. રફી સાહેબ, કિશોર કુમારજી, મુકેશજી, કે. એસ. સાયગલ સાહબજી, લતા મંગેશ્કરજી, આશા ભોંસલેજી, સુમન કલ્યાણપુરીજી, વગેરે પાર્શ્વ ગાયકોના ગીતોની આબેહુબ રજૂઆત કરી જેથી દર્શકો મંત્રમુગ્ધ બન્યા હતા અને આ કાર્યક્રમમાં ઓરકેસ્ટ્રા ટીમે પણ જોરદાર સંગીત નો જાદુ પાથર્યો હતો.