Western Times News

Gujarati News

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શક્તિ પર્વ શુભ નવરાત્રીનું રાષ્ટ્રીય એકતા માટે ગરબાની થીમ પર આયોજન

Ø  ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુકત ઉપક્રમે આયોજન

Ø  તા૫ અને ૬ ઓકટોબર ૨૦૨૪ના રોજ રાત્રે ૮ થી ૧૨ દરમ્યાન નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ ૧ ખાતે આયોજન:તમામ માટે નિ:શુલ્ક આયોજન

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શક્તિ પર્વ શુભ નવરાત્રીનું રાષ્ટ્રીય એકતા માટે ગરબાની થીમ પર તા. ૫ અને ૬ ઓકટોબર ૨૦૨૪ના રોજ રાત્રે ૮ થી ૧૨ દરમ્યાન નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ-૧ ખાતે આયોજન કરવામાં આવ્યુ છેસમગ્ર આયોજન ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુકત ઉપક્રમે આયોજન કરવામાં
આવ્યુ છે.

નવરાત્રી દરમ્યાન એકતા નગર ખાતે પ્રવાસે આવતા પ્રવાસીઓ અને એકતાનગર વાસીઓ અને અત્રે ફરજ બજાવતા કર્મયોગીઓ માટે ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુકત ઉપક્રમે શક્તિ પર્વ શુભ નવરાત્રીનું “રાષ્ટ્રીય એકતા માટે ગરબા”ની થીમ પર સમગ્ર આયોજન ઘડવામાં આવ્યુ છે. એકતા ગરબા મહોત્સવ નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ-૧ ખાતે તા. ૫ અને ૬ ઓકટોબર ૨૦૨૪ દરમ્યાન રાત્રીના ૮ થી ૧૨ સુધી યોજાશે.

આ અંગે માહિતી આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના અધિક કલેકટર શ્રી નારાયણ માધુ અને શ્રી ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક પ્રવાસન સ્થળ બન્યુ છેઅહિંયા તહેવારો દરમ્યાન અનેક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છેતે જ ઉપક્રમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુકત ઉપક્રમે “એકતા માટે ગરબા”ની થીમ પર એકતા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છેજેમાં તમામ લોકો નિ:શુલ્ક ધોરણે ભાગ લઇ શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.