Western Times News

Gujarati News

હવે સિંધુભવન મલ્ટીલેવલ પાર્કિગમાં ગાડી પાર્ક કરી 3 કિમી સુધી જવા AC બસ મળશે

સિંધુભવન મલ્ટી લેવલ પાર્કિગ ખાતે નાગરિકોને AC બસ સુવિધા ઉપલબ્ધ કરાવાશે-મેયર વિજયપદ્મ ગરબાના વિજેતાને રૂ.પ૧ હજારનું ઈનામ મળશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તદ્‌ઉપરાંત નાગરિકો બહુમાળી પાર્કિગનો મહત્તમ ઉપયોગ કરે અને ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થાય તે માટે પ્રાયોગિક ધોરણે સીંધુભવન પા‹કગ ખાતે જનમાર્ગની બસ મુકવામાં આવશે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં મેટ્રો સ્ટેશન પાસે પાર્કિગની સમસ્યા છે જેના કારણે નાગરિકો માટે વાહન ક્યા મુકવુ તે મોટો પ્રશ્ન છે. તદ્‌ઉપરાંત કોમર્શિયલ કોમ્પલેક્ષો પાસે પણ જાહેરમાર્ગ પર લોકો પાર્કિગ કરતા હોય છે આ સમસ્યાના નિવારણ માટે કોર્પોરેશન દ્વારા બસ સેવા આપવા નિર્ણય કરવામાં આવ્યો છે.

જેમાં સીંધુભવન મલ્ટીલેવલ પા‹કગ ખાતે જનમાર્ગની બસો મુકવામાં આવશે જે નાગરિકો મલ્ટી લેવલ પા‹કગમાં વાહન પાર્ક કરશે તેમને પા‹કગથી ત્રણ કિ.મી.ની ત્રિજયામાં જવા માટે બસ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ સુવિધાનો લાભ લેવા માટે પા‹કગની રસીદ બતાવવાની રહેશે. જો આ પ્રયોગ સફળ થશે તો ભવિષ્યમાં પ્રહલાદનગર અને નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિગ ખાતે પણ આ રીતે બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરમ પાવનકારી નવરાત્રીના તહેવાર પ્રસંગે આયોજીત ‘મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધા-૨૦૨૪’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ટ્રેડિશનલ ગરબા, ટ્રેડિશનલ ડ્રેસ, સ્વચ્છતા, સ્વચ્છતા અંગે જરૂરી એનાઉન્સમેન્ટ, ફુડ સ્ટોલની વ્યવસ્થા હોય તો જરૂરી સ્વચ્છતા. આરોગ્યપ્રદ ખોરાક, પીવાનું ચોખ્ખું પાણી, સુકા

-ભીના કચરા માટે અલગ ડસ્ટબીનની વ્યવસ્થા, સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત અભિયાન દર્શાવતા બેનર્સ જેવા જન જાગૃતિ અભિયાન સાંકળવામાં આવશે. ઉપરાંત, લોકોને અડચણ રૂપ ના રહે તે રીતે ગરબાના સ્થળે જરૂરી ર્પાકિંગની વ્યવસ્થા, મંડપમાં ઈલેક્ટ્રીક વાયરીંગ, ફાયર સેફ્‌ટી અને સલામતીની વ્યવસ્થા અને સરકારશ્રી દ્વારા જાહેર કરેલ નિયત સમય સુધીમાં સમાપ્ત થાય તે રીતે ગરબાનું આયોજન જેવી બાબતો ધ્યાને રાખીને વિજેતા નક્કી કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિર્ણાયક કમિટી દ્વારા આવેલ ફોર્મમાંથી સોસાયટી/સંસ્થાની રુબરુ વિઝીટ કરવામાં આવશે અને નિયત કરેલ માર્ક્સમાંથી મેળવવામાં આવેલ માર્કસ મુજબ ઝોન દીઠ વિજેતા પ્રથમ આવનારને રૂ.૩૧,૦૦૦/, દ્વિતીય આવનારને રૂ.૨૧,૦૦૦/- અને તૃતિય ક્રમાંક પર આવનારને રૂ.૧૧,૦૦૦/- ઈનામ સ્વરૂપે આપવામાં આવશે.

ઝોન દીઠ પ્રથમ આવેલ સંસ્થા/સોસાયટી વચ્ચે ચાચર ચોક, ભદ્રકાળી માતાનું મંદિર, ભદ્ર પ્લાઝા ખાતે મેયર વિજયપય ગરબા સ્પર્ધા-૨૦૨૪ ગરબા સ્પર્ધા રાખવામાં આવશે અને તેમાં પ્રથમ આવનાર વિજેતા સોસાયટી/સંસ્થાને વધારાના પ્રોત્સાહક ઇનામ સ્વરૂપે રૂ.૫૧,૦૦૦/- અને ટ્રોફી આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.