Western Times News

Gujarati News

હેલ્મેટ વગર જતા સરકારી કર્મચારીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે

કોર્ટે નાગરિક સત્તાવાળાઓને રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરતા લોકોને રોકવા માટે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો

અમદાવાદ, ચીફ જસ્ટિસે ટકોર કરતા કહ્યું કે, લોકોને સમય અને કાયદા બંનેની ભાન કરાવવાની જરૂર છે. તેમણે ઉમેર્યું કે આવા કર્મચારીઓને રોકવાથી તેમને સમયનું પણ ભાન થશે. આ નિર્ણય માત્ર સરકારી કર્મચારીઓ પૂરતો સીમિત નથી. ગુજરાત હાઈકોર્ટમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવા અંગે સર્ક્‌યૂલર બહાર પાડવાની વિચારણા ચાલી રહી છે.

નોંધનીય છે કે એક મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટે સત્તાવાળાઓને અમદાવાદ શહેરમાં દ્વિચક્રી વાહન ચાલકો અને સવારો માટે હેલ્મેટ ફરજિયાત બનાવવાના તેના આદેશનો ૧૫ દિવસની અંદર અમલ કરવા આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેન્ચે પણ અવલોકન કર્યું હતું કે શહેરમાં રોડ ટ્રાફિક એ એક મુદ્દો છે જેની કાળજી લેવાની જરૂર છે.

અને તેના સંચાલન માટે સર્વગ્રાહી અભિગમની જરૂર છે. કોર્ટે નાગરિક સત્તાવાળાઓને રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરતા લોકોને રોકવા માટે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.હાઈકોર્ટે કહ્યું, ટુ-વ્હીલર અને સવારો દ્વારા હેલ્મેટ પહેરવાની આ ફરજિયાત શરતને લાગુ કરવા માટે અમે તમને ૧૫ દિવસનો સમય આપી રહ્યા છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાયઓવરના બાંધકામ અંગેની જાહેર હિતની અરજી ની સુનાવણી દરમિયાન ડિવિઝન બેન્ચે આ નિર્દેશ જારી કર્યો હતો.

જેમાં અરજદારે જણાવ્યું હતું કે આનાથી ટ્રાફિક જામ અને અકસ્માતની શક્યતાઓ વધશે અને આ વિસ્તારમાં ગ્રીન કવર પણ ઘટશે.કોર્ટે ગુજરાતના કોમર્શિયલ હબમાં વાહનોની અવરજવરના સંચાલન અને ટ્રાફિક પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવાના પાસાઓ ઉમેરીને પીઆઈએલનો વ્યાપ વિસ્તાર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.