અમદાવાદ મંડળ પર “સ્વચ્છ સ્ટેશનો” ની થીમ પર વિવિધ સ્ટેશનો પર સઘન સાફ-સફાઈ કરવામાં આવી
Ahmedabad, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ માં 01 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર 2024 દરમિયાન સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે.
સ્વચ્છતા પખવાડાની શરૂઆત 01 ઑક્ટોબર 2024 ના રોજ અધિકારીઓ, રેલ્વે કામદારો અને સફાઈ કામદારોને સ્વચ્છતા શપથના લેવડાવવા સાથે થઈ હતી. સ્વચ્છતા પખવાડા દરમિયાન દરરોજ અલગ-અલગ થીમ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ મંડળ માં 3જી અને 4થી ઑક્ટોબર 2024ને “સ્વચ્છ સ્ટેશન” દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ મંડળ ના તમામ નાના-મોટા સ્ટેશનો પર વ્યાપક સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી જેમાં મશીનો, સાધનો સફાઈ કર્મચારીઓ માટે,રક્ષણાત્મક ગિયર, સ્ટેશનો પર વિવિધ પ્રકારના કચરા માટે ડસ્ટબીનની ઉપલબ્ધતા ની ખાતરી કરવી ડ્રેનેજ,
શૌચાલય વગેરેની યોગ્ય સફાઈ કરવી અને સ્થાપિત સોલાર પાવર સાધનોની કાર્યક્ષમતા ચકાસવી વગેરે કાર્ય કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત સ્ટેશનો પર એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા સ્વચ્છતાને લગતી જાહેરાતો પણ સતત કરવામાં આવી રહી છે, જેથી મુસાફરોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરી શકાય.
તમામ રેલ્વે સ્ટેશનો પર બેનર પોસ્ટર અને જાહેર ઘોષણાઓ દ્વારા મુસાફરોને સ્વચ્છતા જાળવવા અને કચરાના યોગ્ય નિકાલ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.