ઇઝરાયેલમાં આતંકી હુમલામાં એકનું મોત નિપજ્યું, ૧૦ ઘાયલ
તેલ અવીવ, ઇઝરાયેલ પર હમાસના સાત ઓક્ટોબરના ઘાતક હુમલાની પૂર્વસંધ્યાએ તેલ અવીવમાં થયેલા ત્રાસવાદી હુમલામાં એક બોર્ડર પોલીસ અધિકારીનું મોત થયું હતું અને બીજા ૧૦ ઘાયલ થયા હતાં. આતંકવાદીએ રવિવારે બપોરે બેરશેબા બસ સ્ટેશન નજીક ગોળીબાર કર્યાે હતો.
ગયા વર્ષે ઈઝરાયેલ પર ૭ ઓક્ટોબરે હમાસના હુમલા બાદ આ એક મોટો હુમલો હતો. તેલ અવીવમાં ગયા સપ્તાહે ફાયરિંગમાં સાત ઇઝરાયેલી લોકોના મોતના હમાસના દાવા પછી આ મોટો હુમલો થયો હતો. મૃતકની ઓળખ સાર્જન્ટ શિરા સુસ્લિક (૧૯) તરીકે થઈ હતી.
તે બીરશેબામાં બોર્ડર પોલીસ ઓફિસર હતી. દક્ષિણ શહેરના સેન્ટ્રલ બસ સ્ટેશનમાં મેકડોનાલ્ડ્સ સ્ટોરમાં એક બંદૂકધારી ઘૂસી ગયો હતો અને અંદર રહેલા લોકો પર ગોળીબાર કર્યાે હતો. હુમલાખોરને પણ ૈંડ્ઢહ્લ સૈનિકોએ મોતને ઘાટ ઉતાર્યાે હતો. તેની ઓળખ ૨૯ વર્ષીય અહમદ અલ-ઉકબી તરીકે થઈ હતી, જે હુરા નજીકના ઉકબીના બેદુઈન ગામનો ઈઝરાયેલનો નાગરિક હતો.
તેનો અગાઉનો ગુનાહિત રેકોર્ડ હોવાનું કહેવાય છે. આ હુમલામાં ૧૦ લોકો ઘાયલ થયાં હતાં અને સોરોકા મેડિકલ સેન્ટરમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. ઘાયલોમાં એક મહિલાની હાલત ગંભીર હતી અને ચાર પુરુષોની હાલત સ્થિર હતી. આ તમામ લોકોને ગોળી વાગી હતી.
બીજા પાંચ લોકોને કાચના ટુકડા વાગ્યા હતાં. ત્રણ લોકોને સારવાર પછી રજા અપાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે તેઓ તપાસ કરી રહ્યાં છે કે આતંકવાદીએ છરાબાજી અને ગોળીબાર બંને કર્યાે હતો કે નહીં. ઇઝરાયેલે રવિવારે સવારે ગાઝા પટ્ટીમાં એક મસ્જિદ પર કરેલા હુમલામાં ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત થયાં હતાં.
દેર અલ-બાલાહ શહેરની મુખ્ય હોસ્પિટલ નજીકની આ મસ્જિદમાં વિસ્થાપિત લોકો આશ્રય લઈ રહ્યાં હતા. આ શહેરની નજીક એક સ્કૂલ પરના હુમલામાં પણ વધુ ચાર લોકોના મોત થયા હતાં. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે બંને હુમલામાં આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતાં.SS1MS