Western Times News

Gujarati News

પ્રથમ મેચમાં જ ભારતીય ટીમે બાંગ્લાદેશને કચડ્યું

નવી દિલ્હી, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ સિરીઝની પ્રથમ મેચ રવિવારે ગ્વાલિયરના માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં બાંગ્લાદેશ પ્રથમ બેટિંગ કરીને ૧૨૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ ૧૧.૫ ઓવરમાં જ ટાર્ગેટ પાર પાડીને આસાનીથી મેચ જીતી લીધી હતી.

આ સાથે ભારત સિરીઝમાં ૧-૦થી આગળ થઈ ગયું છે. હવે બીજી ટી-૨૦ મેચ ૯ ઓક્ટોબરે રમાશે.બાંગ્લાદેશે આપેલા ૧૨૮ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની ઓપનિંગ જોડીએ આક્રમક શરૂઆત કરી હતી. જોકે, બીજી ઓવરમાં જ અભિષેક શર્મા ૧૬ રન બનાવીને રન આઉટ થઈ ગયો હતો.

ફાસ્ટ બોલર મયંક યાદવ અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ ડેબ્યુ કર્યું હતું. મયંક યાદવે પોતાના સ્પેલની પ્રથમ ઓવર મેડન ફેંકી હતી. ત્યારપછી તેણે બીજી જ પહેલી સફળતા મળી હતી. મંયકે ૪ ઓવરમાં ૨૧ રન આપ્યા હતા. અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીએ ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી.

હાર્દિક પંડ્યાએ સૌથી વધુ ૩૯ રન બનાવ્યા હતા.ભારતઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને મયંક યાદવ.બાંગ્લાદેશ ઃ નઝમુલ હસન શાંતો (કેપ્ટન), લિટન દાસ (વિકેટકીપર), પરવેઝ હુસેન ઈમોન, તોહિદ હ્રિદોય, મહમુદુલ્લાહ, ઝાકર અલી, મેહિદી હસન મિરાજ, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન અને શોરીફુલ ઈસ્લામ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.