મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધાના વિજેતાઓ નક્કી કરવા માટે AMC દ્વારા ટીમો બનાવાઈ
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા દર વર્ષે શહેરના શેરી ગરબાને પ્રોત્સાહિત કરવા માટે નવરાત્રી ઉત્સવ દરમિયાન મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધા ર૦ર૪ યોજાઈ રહી હોઈ તંત્ર દ્વારા શહેરના સાત ઝોનદીઠ આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરના નેતૃત્વમાં પાંચ અધિકારીની ટીમ બનાવાઈ છે.
પશ્ચિમ ઝોનમાં આસિ. મ્યુનિ. કમિશનર પ્રિથા સુનીલની આગેવામની હેઠળ ટેકસ વિભાગના વડા દીપક પટેલ, એસ્ટેટ વિભાગના વડા મહેશ તડિયાર, હેલ્થ વિભાગના વડા ડૉ.બિરેન નાયક અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડા વિપુલ પટેલની ટીમ ફરજ બજાવશે.
ઉત્તર પશ્ચિમ ઝોનમાં આસિ. મ્યુનિ. કમિશનર યતીન્દ્ર નાયકના નેતૃત્વમાં મુકેશ પટેલ, હેમા શાક્ય, ડૉ.મેહુલ આચાર્ય અને કનકસિંહ રોહડિયા, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આસિ. મ્યુનિ. કમિશનર પૃથ્વીરાજસિંહ ઝાલાના નેતૃત્વમાં ઉમંગ શાહ, શંકર અસારી, ડૉ.મિલન નાયક, રાકેશ મિલિશિયાની ટીમ બનાવાઈ છે.
ઉત્તર ઝોનમાં આસિ. મ્યુનિ. કમિશનર શ્રેયકુમાર સોનીના નેતૃત્વ હેઠળ દિલીપ પટેલ, વિક્રમ કટારિયા, ડૉ.દક્ષા મૈત્રક, ધરમીન વ્યાસની ટીમ, દક્ષિણ ઝોનમાં આસિ. મ્યુનિ. કમિશનર મહેન્દ્ર સોખડિયાના નેતૃત્વમાં દિનેશ અસારી, કીર્તિ ડામોર, ડૉ.તેજસ શાહ, મનીષ શાહ,
પૂર્વ ઝોનમાં આસિ. મ્યુનિ. કમિશનર પંકજ ભૂતના નેતૃત્વમાં પ્રશાંત શાહ, વિનય ગુપ્તા, ડૉ.અશ્વિન ખરાડી, લોકેન્દ્રસિંહ રાઠોડ અને મધ્ય ઝોનમાં આસિ. મ્યુનિ. કમિશનર મિલન શાહના નેતૃત્વમાં પ્રશાંત વોરા, ચિંતન એન્જિનિયર, ડૉ.હેમેન્દ્ર આચાર્ય અને વિરલ ચૌધરીની ટીમ ફરજ બજાવશે.
આ તમામ ઝોનમાં આવેલી વિવિધ જગ્યાઓએ શેરી ગરબાની મુલાકાત લઈ વિજેતા નક્કી કરવા માટે આ ટીમો તા.૧૧ ઓકટોબર, ર૦ર૪ સુધી સાંજના ૭ઃ૦૦થી મોડી રાત સુધી કામગીરી બજાવશે.