Western Times News

Gujarati News

વિદેશ મોકલવાના બહાને ઉમલ્લાની યુવતિ સાથે 10 લાખની છેતરપિંડી

અંકલેશ્વર, ઝઘડીયા તાલુકાના ઉમલ્લાની યુવતી સાથે વિદેશ મોકલવાના નામે રૂ.દસ લાખ ઉપરાંતની છેતરપિડી કરવામાં આવી હોવા બાબતે યુવતીના પિતાએ પોલીસમાં ફરીયાદ આપી હોવાની ઘટના બનવા પામી છે.

આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે રહેતી યાત્રીબેન નીતીનભાઈ પટેલ નામની યુવતી વડોદરા ખાતે અભ્યાસ કરે છે. આ યુવતીને વધુ અભ્યાસ માટે કેનેડા જવાનું હોવાથી ત્યાંથી શેરીડન કોલેજ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ એડવાન્સ લર્નીગ ખાતેથી કોલેજનો ઓફર લેટર મંગાવ્યો હતો. જેમાં કોલેજની ફી ભરવાની હોવાથી યાત્રીબેને વિદેશ મોકલવાનું કામ કરતા વિપુલભાઈ જગદીશભાઈ ચૌહાણનો સંપર્ક કર્યો હતો.

વિપુલભાઈએ યાત્રીબેનને જણાવેલ કે અભ્યાસની ફીના રૂપિયા ૧૦૧૧૦૦૦ ભરવાના થશે તેમ કહીને ખુશી ફાઈનાન્સીયલ સોલ્યુશન ફર્મ નામની સંસ્થાના બેક ખાતામાં જમા કરાવવામાં જણાવ્યું હતું ત્યાબાદ યાત્રીબેનના પિતા નીતીનભાઈએ ગત તા..૬ઠ્ઠી- મે-ર૦ર૪ ના રોજ ઉમલ્લાલની બેકમાના પોતાના એકાઉન્ટમાંથી રૂપિયા ૧૦૧૧૦૦૦ ખુશી ફાઈનાન્સીયલ સોલ્યુશન ફર્મના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.

ત્યારબાદ વિપુલભાઈએ જણાવ્યું હતું કે કોલેજની ફી તેમણે ભરી દીધી છે. અને પેમેન્ટ કન્ફમેશન માટેના બે લેટર મોબાઈલના વોટસએપ ઉપર મોકલ્યા હતા. જેમાં ઓસ્ટ્રેલીયાનું સરનામું લખેલ હતું અને નીચે ચુકવણી કરનાર તરીકે યાત્રીબેનનું નામ ઈમેલ અને મોબાઈલ નંબર લખેલ હતા.

જેમાં ડીટેઈલ શેરડીલન કોલેજનું નામ અને બીલ ચુકવણીમાં તેનો એકાઉન્ટ નંબર અને એમાઉન્ટ કેનેડીયન ૮૪૧૭-૩૪ લખેલ હતું તથા બીજી રસીદમાં ટ્રાન્ઝેકશન નંબર અને એમાઉન્ટ કેનેડીયન ડોલર ૭પ૭૧–પ૬ લખેલ હતું. બંને લેટરમાં ઓસ્ટ્રેલીયાનું સરનામું લખેલું હતું. જેથી નિતીનભાઈએ વિપુલ ચૌહાણને પુછતા તેમણે જણાવેલ કે ફીના નાણાં પહેલા ઓસ્ટ્રેલીયામાં જમા થશે અને પછી કેનેડા જમા થશે.

ત્યારબાદ કેનેડાની શેરીડન કોલેજ ખાતે અભ્યાસની ફી હજ જમા થયેલ નથી એમ જાણવા મળતા શંકા જતા યાત્રીબેનનું કેનેડા અભ્યાસ માટે મોકલવાનું કેન્સલ કરીને તા.૧રમી- મેર૦ર૪ના રોજ વિપુલભાઈએ ચૌહાણને કોલ કરીને ફીના રૂપિયા ૧૦૧૧૦૦૦ પરત આઅપવા માંગણી કરતા જણાવેલ કે બીજા રૂપિયા સાત લાખ ખુશી ફાઈનાન્સીયય સોલ્યુશનના ખાતામાં જમા કરાવશો તો જ ફી પરત મળશે ત્યારબાદ નિતીનભાઈએ જણાવ્યું હતું કે

મારી પાસે હાલ પૈસાની સગવડ નથી જેથી તેમણે ભરેલ રકમ પછી આપવા જણાવ્યું હતું. ત્યારબાદ વિપુલભાઈએ ખોટા વાયદા કર્યા હતા અને તા.પ-૮-ર૪ના રોજ તેમના મોબાઈલ પર વોટસએપથી રીફન્ડ કન્ફમેશનનો લેટર મોકલ્યો હતો. પરંતુ ખાતામાં પૈસા જમા થયા ન હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.