40 ATM કાર્ડ સાથે ઉત્તરપ્રદેશના ૪ શખ્સો મહિસાગરમાંથી ઝડપાયા
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગુજરાત સમેત અન્ય રાજ્યોમાં એ.ટી.એમ માંથી પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરવાના બહાને એ.ટી.એમ.કાર્ડની અદલાબદલી કર્યા બાદ ગ્રાહકો ના ખાતાઓ માથી નાણાં ઉપાડી લેવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો
વચ્ચે મહીસાગર એલ.સી.બી શાખાની ટીમ દ્વારા ગુપ્ત રાહે મળેલી બાતમીના આધારે ઉત્તર પ્રદેશની ગેંગના ચાર આરોપીઓને ૪૦ એ.ટી.એમ કાર્ડ સાથે ઝડપી પાડતા એ.ટી.એમ કાર્ડ ચોરીના આંતરરાજ્ય ગુનાઓનો પર્દાફાશ થવા પામ્યો છે.
મહિસાગર પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના સૂચનો સાથે સતર્ક બનેલ મહીસાગર એલ.સી.બી શાખાના પી.આઈ એ. બી.અસારી ને મળેલ ગુપ્ત બાતમી ના આધારે લુણાવાડા સંતરામપુર હાઇવે ઉપર ગોઠવેલા ઓપરેશનમાં સંતરામપુર તરફથી પૂરઝડપે આવી રહેલ સ્વીફ્ટ કાર એચ .આર. સી .ક્યુ. ૪૬૪૪ ને ટ્રાફિકજામ કરીને અટકાવ્યા બાદ કારમાં સવાર ચાર ઈસમો ને એલ.સી.બી શાખા એ પૂછપરછો કરીને
કાર ની તલાસી લેતા જુદી જુદી બેંકોના ૪૦ જેટલા એ.ટી.એમ. કાર્ડના જથ્થો મળી આવ્યો હતો. આ એ.ટી.એમ કાર્ડ સંદર્ભમાં પોલીસ તંત્રની ટીમ દ્વારા જે તે બેન્કોના ટેલીફોનિક સંપર્ક કરીને વિગતો એકત્ર કરી એ.ટી.એમ કાર્ડની ચોરીઓ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. એમાં વડોદરાના કરજણ ,હાલોલ ,ઝાલોદ, રાજસ્થાન ના ભરતપુર અને
ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લાના ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો. આ સંદર્ભમાં મહીસાગર એલ.સી.બી શાખાના પી.આઇ.એ.બી અસારીએ ઉત્તર પ્રદેશના ચાર આરોપીઓ(૧) મનીષ જગપાલસિંહ (ધનોરા) (૨) અંકિત ક્રિપાલસિંહ જાટ (થોરા)(૩) બીપીન જીતપાલસિંહ જાટ (થોરા) અને (૪) અંકુલ પપેન્દ્રસિંહ ચૌધરી (ફીરોજપુર) ની ધરપકડ કરીને પાંચ મોબાઇલ ફોન સાથે ૩.૮૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.