ત્વચાનુ રક્ષણ અને ખૂબસૂરતી જાળવી રાખવાં માટે આયુર્વેદ
ત્વચા ની સંભાળ માટે લોકો આજે શું નથી કરતાં? મેક-અપ કરવાથી માંડીને સર્જરી આ બધુ જ કરાવવા તૈયાર છે. પરંતુ આ બધી વસ્તુના સામે એટલા જ ગેર ફાયદા પણ છે. તો ત્વચા માટે શું સાચો અને સચોટ ઉપાય. આજકાલ બજારોમાં ઘણી એવી અલગ અલગ દવાઓ મળે છે.
જેનો ઉપયોગ આપણે આપણી ત્વચાને ખુબસુરત બનાવવા કરીએ છીએ . પરંતુ તે દવાઓ લાંબા ગાળે નુકશાન કરે છે માટે ત્વચાના રક્ષણ માટે આયુર્વેદ સારવાર લેવી ખુબ લાભદાયી નીવડે છે આ સારવાર મોંઘી પણ નથી હોતી અને તેનાથી કોઈ આડ અસર કે નુકશાન પણ નથી થતું.
ગરમીથી સ્કીનને બચાવવા, ગરમીની ઋતુમાં અનેક લોકોના શરીર પર લાલ દાણા કે રેશા થઈ જાય છે. જેને અળાઈઓ પણ કહે છે. પરસેવાની નળીના મુખનો વરમ થવાથી આ ફોડકી થાય છે, તે છૂટી છૂટી અથવા જથ્થાબંધ હોય છે. . આખા શરીર ઉપર નીકળી આવે ત્યારે થોડો ઘણો તાવ આવે છે.
જે ભાગમાં તે નીકળી હોય ત્યાં ઘણી ખંજવાળ તથા ચળ આવે છે અને જેમ તેને ખંજવાળવામાં આવે તેમ તેની અંદરનો દાહ વધતો જાય છે. ગરમીની હવામાં ચામડી હદ ઉપરાંત તપી જવાથી તે ઘણી વાર નીકળી આવે છે. નાના બાળકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. તાપમાં રમવાને કારણે બાળકોને ઘણો પરસેવો આવી જાય છે. જેનાથી તેમના ચેહરા, પીઠ અને ગળા પર અળાઈઓ થઈ જાય છે. બાળકો ઉપરાંત અનેક મોટા લોકોને પણ તેનાથી પરેશાન રહે છે.
આવામાં પાતળા સુતરાઉ કપડા પહેરવા જોઈએ. કેટલાક ઘરેલુ ઉપાય કરીને તમે અળાઈઓથી રાહત મેળવી શકો છો. હવા – અળાઈઓ થતા શરીરને ઠંડી હવા લાગવા દો. જે સ્થાન પર રેશિસ હોય તે ભાગને કપડા વગરનો રાખો. હવા લાગતા આ જલ્દી ઠીક થઈ જાય છે. નાના બાળકોને ડાયપર પહેરાવવાથી પુઠ્ઠા પર રેશિસ થઈ જાય છે. આવામાં તેમને ડાયપર ન પહેરાવો અને હવા લાગવા દો. સિથેટિક કપડા – ગરમીની ઋતુમાં કોટનના કપડા પહેરો. સિથૈટિક કપડાને કારણે શરીર પર પરસેવો આવે છે.
જેનાથી અળાઈઓ થઈ જાય છે. આવામાં આ કપડાનો ઉપયોગ ન કરો. ઠંડા પીણા – ગરમીની ઋતુમાં શરીરને હાઈડ્રેટ કરવા માટે ઠંડી ડ્રિંક્સ પીવો. આવામાં છાશ લીંબૂ અને નારિયળ પાણી પીવુ લાભકારી હોય છે. હેલ્ધી ફૂડ – આ ઋતુમાં વધુ ફ્રાઈડ વસ્તુઓ ન ખાવી જોઈએ. તમારી ડાયેટમાં તાજા ફળ, સલાદ અને હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરો. સૂકી ત્વચા – તમારી સ્કિન હંમેશા સૂકી રાખો. ન્હાયા પછી શરીરને ટોવેલથી સારી રીતે લૂંછી લો.
પરસેવાથી બચવા માટે પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. ઉપચાર દહી – શરીરના જે પણ ભાગ પર અળાઈઓ હોય ત્યા દહી લગાવી રાખો. 15 મિનિટ પછી તેને ઠંડા પાણીથી સાફ કરો અને ટોવેલથી સારી રીતે લૂંછી લો. તેનાથી શરીરને ઠંડક મળશે અને અળાઈઓથી પણ રાહત મળે છે.
પહેલાં નાં જમાનામાં સ્ત્રીઓ ત્વચાનુ રક્ષણ અને ખૂબસૂરતી જાળવી રાખવાં માટે આયુર્વેદનો સહારો લેતી. આયુર્વેદની મદદથી આપણે ત્વચાની સારવાર ઉપરાંત તેને સુંદર પણ બનાવી શકીએ, પરંતુ આ પહેલા આપણને ત્વચાનો પ્રકાર પણ ખબર હોવો જરૂરી છે ત્વચાના મુખ્ય ત્રણ પ્રકાર છે: વાત આધિક્ય યુક્ત ત્વચા : એટલે કે જે ત્વચા રૂક્ષ હોય ઠંડીનાં સમયે ત્વચા ફાટી જાય તથા ઉમ્રની સાથે ત્વચા ઢીલી અને કરચલી યુક્ત થાય.
પિત આધિક્ય ત્વચા : એટલે કે જે ત્વચામાં લાલ ચકતા પડી જાય, ખુબજ ડપથી સનબર્ન થાય, વધુ પડતી સંવેદનશીલ હોય તથા વધુ પડતી ગરમી તથા પરસેવો થવો. કફ આધિક્ય યુક્ત ત્વચા : એટલે કે જે ત્વચા અધિક મુલાયમ, તૈલીય, જાડી તથા ઠંડક યુક્ત હોય આવી ત્વચામાં અધિક ગંદકી જમા થવાનાં કારણે ખીલ થવાની શક્યતાઓ ખુબજ વધે છે. જો કોઈની ત્વચા તૈલીય કે સામાન્ય છે તો ઠંડા વાતાવરણમાં એટલે કે શિયાળાની ઋતમાં ચહેરા પર વધુ પ્રભાવ પડે છે. આ બધી તકલીફો થી બચવા માટે આયુર્વેદમાં બતાવેલી સારવાર લેવી જેમ કે લેપ થેરાપી નસ્ય,અભ્યંગ, ઉદવર્તન, શિરોપિચુ શિરોધારા વગેરે અત્યંત લાભદાયી બને છે.
ગરમીમાં ત્વચા માટે કાકડી બહુ સારી ગણાય છે. તમે તેને સીધી આંખો, ચહેરા અને પગ પર લગાવી શકો છો જેનાથી સન બર્નની અસર ઓછી થઇ શકે. જો ત્વચા તડકાને કારણે ટેન થઇ ગઇ હોય તો તમે ઠંડી કાકડીની પેસ્ટ બનાવી લગાવી શકો છો. આ એક પ્રાકૃતિક બ્લીચનું કામ કરશે અને ત્વચા ધીમે-ધીમે સફેદ થવા લાગશે. ગુલાબ જળ – ગુલાબ જળથી પણ અળાઈઓથી છુટકારો મેળવી શકાય છે.
આ માટે 200 મિલી ગુલાબ જળમાં ચાર મોટી ચમચી મધ અને થોડું પાણી મિક્સ કરો. આ મિશ્રણને આઈસ ક્યૂબમાં નાખીને જમાવી લો. જમાવેલા બરફને એક નરમ કપડામાં બાંધીને અળાઈઓ પર લગાવો. મુલ્તાની માટી – મુલ્તાની માટી શરીરને ઠંડક આપે છે. આ માટે 2 ચમચી ફુદીનાનુ પેસ્ટ, 3 મોટા ચમચી મુલ્તાની માટી અને થોડું દૂધ મિક્સ કરીને લેપ તૈયાર કરો. તેને સ્કિન પર લગાવો અને સૂકાયા પછી ઠંડા પાણીથી નહાઈ લો. તેનાથી અળાઈઓથી ખૂબ રાહત મળે છે.
જાણીએ તેના પ્રયોગો વિષે… ઓઇલી સ્કિન માટે- જો તમારી ત્વચા ઓઇલી છે તો સનસ્ક્રીનનો પ્રયોગ બિલકુલ બંધ ન કરશો. માત્ર ક્રીમ બેઝ્ડ સનબ્લોકને જેલ બેઝ્ડ સનસ્ક્રીનમાં બદલી દો.. સખત તડકામાંથી આવ્યા બાદ તમારી ત્વચા પર 10-15 મિનિટ સુધી તાજી અને ઠંડી કાકડીની પેસ્ટ લગાવો. તમારા ચહેરાને દિવસમાં ઓછામાં ઓછી ત્રણ વખત અચૂક ધુઓ. 10 દિવસમાં એકવાર તમારી ત્વચા પર સ્ક્રબનો પ્રયોગ કરો. ઓઇલી સ્કિન માટે એલોવીરા જેલ બહુ પ્રભાવશાળી અને ઉત્તમ હોય છે માટે તેનો પ્રયોગ અચૂક કરો.
કાળી પડી ગયેલી ત્વચાનો કઇ રીતે કરશો ઉપચાર? ગરમી શરૂ થતાંની સાથે જ લોકો તડકામાં શેકાવા લાગશે. ઘરની બહાર નીકળતા લોકોની ત્વચા તડકાને કારણે શ્યામ પડવા લાગશે. વાસ્તવમાં સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે ત્વચાને નુકાસાન પહોંચતું હોય છે. એકવાર જો ત્વચા કાળી પડી ગઇ તો તેને તેના વાસ્તવિક રંગમાં લાવવું બહુ મુશ્કેલ થઇ જશે.
કોઈપણ ક્રીમ કે મેડિસિન ત્વચાના ટેનિંગને જલ્દી દૂર નહીં કરી શકે. આ સ્થિતિમાં નેચરલ થેરપી અને ઘરેલું નુસખા કારગર સાબિત થશે. ટેન ત્વચા માટે શું કરશો તમારી ત્વચા પર બરફના ટૂકડાં ઘસો જેનાથી ખીલની સમસ્યા ન સર્જાય. બરફ ત્વચાને ઠંડક પહોંચાડે છે અને સ્કિન બર્નને પણ સાજું કરે છે. તમારી હથેળીઓને આઇસ ક્યૂબી ઘસો અને જેલ કે ક્રીમથી મસાચ કરો. જેનાથી ત્વચા સારી અને સ્મૂધ બનશે.
આ સાથે ટેન ત્વચામાંથી મુક્તિ મેળવવા માટે મધ, ગુલાબજળ અને લીંબુ મિક્સ કરી ત્વચા પર લગાવો. આના પ્રયોગથી ત્વચા ધીમે-ધીમે સાફ થવા લાગશે. ત્વચા પર લગાવવા માટે કાચું દૂધ, લીંબુનો રસ અને હળદર મિક્સ કરી પેસ્ટ બનાવો અને ચહેરા પર થોડીવાર માટે લગાવો. તમે ઇચ્છો તો ચણાનો લોટ, લીંબુનો રસ અને દહીં મિક્સ કરીને પણ પેક તૈયાર કરી શકો છો. હર્બલ સનસ્ક્રીન બનાવો જેમાં બદામ, ઓલિવ ઓઇલ અને તલનું તેલ મિક્સ કરેલું હોય.
નીચે કેટલાંક ઉપચાર આપવામાં આવ્યા છે જે તમારી ટેન્ડ ત્વચાને લાભ પહોંચાડી શકે છે.- રોજ નહાતા પહેલા પાણીમાં લીંબુનો રસ નાંખો. ટેન્ડ સ્કિનની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટેની આ સૌથી સારી ટ્રીટમેન્ટ છે.- નહાવાના પાણીમાં સંતરાનો જ્યુસ નાંખી વાપરો અથવા તો લીંબુ અને મધની સાથે સંતરાના જ્યુસનું મિશ્રણ બનાવી કાળી પડેલી ત્વચા પર લગાવો. સંતરામાં રહેલું વિટામિન સી અને હાઈડોક્સી એસિડ કાળી ત્વચાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે.-
તડકામાં તપી ગયાની 10 મિનિટ બાદ ટામેટાનો જ્યુસ લગાવો અને ઠંડા પાણીથી નહાવો.- સામાન્ય કાળી પડી ગયેલી ત્વચા પર છોલેલું બટાકું ઘસવાથી ફાયદો મળે છે.- તડકામાંથી આવ્યાના 10 મિનિટ પછી કાકડીના રસને ત્વચા પર લગાવો. કાકડીમાં રહેલું વિટામિન સી તમારી કાળી ત્વચાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.- ચંદનના પાવડરને નારિયેળ તેલ અને બદામના તેલ સાથે મિક્સ કરી પેસ્ટ બનાવો.
આ પેસ્ટને અડધા કલાક સુધી ચહેરા પર લગાવેલી રાખો અને બાદમાં ઠંડા પાણીથી ધોઇ લો.- હળદરના પાવડરને દહીં અને મધમાં મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવો અને આ પેસ્ટને ચહેરા પર 15થી 20 મિનિટ સુધી લગાવેલી રાખો. બાદમાં ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો.- એલોવીરા જેલનો પ્રયોગ પણ કરી શકો છો, તેનાથી ત્વચામાં નિખાર આવશે. તમે એલોવિરાના છોડના કેટલાક પાંદડાને લઇ તેને મસળી લીંબુના રસમાં મિક્સ કરી પ્રભાવિત ત્વચા પર લગાવો,
જલ્દી રાહત મળશે.- કોટન કપડાને ઠંડા દૂધવાળું કરી ત્વચા પર મૂકી રાખો.- તાજા ફળોનું સેવન કરો અને જ્યુસ પીઓ તેનાથી રાહત મળશે.- તડકામાં તપ્યા પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઇ લો અને બદામની પેસ્ટ લગાવો.- કાકડી અને ટામેટાના ટૂકડાને કાળી પડેલી ત્વચા પર થોડા સમય માટે મૂકી રાખો. આ ઉપાયો સિવાય પણ તમે તમારી ત્વચાને તડકાથી બચાવવાના અનેક ઉપાયો અજમાવી શકો છો.
લીલા અને પાંદડાવાળા શાકભાજી ખાઓ અને વધુ ને વધુ પાણી પીઓ. વધુ તડકો હોય તો ઘરમાંથી બહાર ન નીકળો. ઘરમાંથી બહાર નીકળતી વખતે આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરો. હાથ અને ચહેરાને તડકાથી બચાવો. ચશ્માં પણ અચૂક વાપરો કારણ કે તેનાથી તમારી આંખોને અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ મળે છે.
શામક : આયુર્વેદનું આ એન્ટિબાયોટિક છે. કોઈપણ ઔષધનું રીએક્ષન – ખંજવાળ બળતરા, ફોલ્લીઓ થઈ જવી, ચામડી અને મોંનો રંગ લાલ થઈ જવો, પિત્ત પ્રકોપનાં લક્ષણો દેખાય ત્યારે તુરત જ આ દવા અકસીર પરિણામ આપે છે.
સ્નાનરજ : ત્વચાને સુંવાળી બનાવે છે. શરીરનો વર્ણ સુધારે છે. ત્વચાદોષ દૂર થઈ ઝડપથી રોગ મટે છે. ખોટી ગરમી બળતરા શરીરની દૂર કરે, આખો દિવસ સુખડ ને ખસની સુગંધથી મનને પ્રફુલ્લિત કરે છે, ઉત્તમ સૌંદર્ય વર્ધક છે. ધસીને ન્હાવાથી શરીર હલકું થઈ જાય છે. પરસેવાની દૂર્ગધ ઓછી કરે છે. આની સાથે સાથે બીજા ઔષધ જેવા કે અહીં વર્ણવેલા છે જે લેવાથી શરીરનું માનસિક અને શારીરિક બીજું બધું ફંક્શન નોર્મલ રહે તેથી આપડી સ્કિન પર રિફ્લેક્ટ થાય છે અને સ્કિન ને ચમકીલી રાખવા માટે એનું સંયોજન કરવાથી સારા પરિણામ મેળવી શકાય છે જે નિષ્ણાત વૈદ્યંની દેખ રેખ હેઠળ કરવી યોગ્ય રહે છે.
બ્રાહ્મીવટી : મગજના જ્ઞાનતંતુઓ પર ચિંતા, કામનો બોજો ભણવાનો બોજો, ડીપ્રેશન, માંદગી પછીની નબળાઈ વખતે સાદી બ્રાહ્મીવટી તેમજ સુવણેયુકત બાહ્મીવટી.. પ્રબોધક વટી : માથાના દુઃખાવા, શરદી, સળેખમ, ગેસના દબાણને હળવું કરે છે, શરીર – મનને ચેતનવતું ઉત્સાહિત બનાવે છે, ખાંસી, ઝીણો તાવ અશકિત અને કબજીયાત દૂર કરે છે. લોહીના ઉંચા કે નીચા દબાણને ૧૦ મીનીટમાં સમ કરે છે.
જવાહર મોહરા : ઉત્તમ હાર્ટ ટોનીક, મસ્તિક પૌષ્ટિક, હૃદયની કમજોરી, હાર્ટ એટેક આવવાની શરુઆત કે બાદમાં, નાડીની કમજોરી, ગભરામણ થવી, રકતદબાણ એકદમ વધી કે ધટી જવું, કમજોરીથી થોડું ચાલવાથી શ્વાસ ભરાઈ જવો, સ્મરણશકિત ઓછી થવી, નકામા વિચારો આવવા, થોડા વિચારથી મગજ થાકી જવું, વિરોધ થતાં ઉશ્કેરાઈ જવું, ગરમ થવું વગેરે માટે અકસીર દવા.