સોલરવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સે રૂ. 600 કરોડ સુધીના IPO માટે સેબીમાં DRHP ફાઈલ કર્યું
ક્રિસિલ મૂજબ નાણાકીય વર્ષ 2024 માટે ઇપીસી બિઝનેસમાંથી આવકની દ્રષ્ટિએ સોલર પાવર પ્રોજેક્ટ્સ માટે એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (“ઇપીસી”) સર્વિસિસમાં વિશેષતા ધરાવતી ભારતની અગ્રણી સોલર એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઇડર સોલરવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 6000 મિલિયન (રૂ. 600 કરોડ) સુધીના પ્રારંભિક જાહેર ભરણા દ્વારા ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર રૂ. 5ની મૂળ કિંમત) ઇશ્યૂ કરીને ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
આ ઓફરમાં રૂ. 5500 મિલિયન (રૂ. 550 કરોડ) સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 500 મિલિયન (રૂ. 50 કરોડ)ની ઓફર ફોર સેલ (“ઓફર ફોર સેલ”) સામેલ છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાતા ઇક્વિટી શેર્સ બીએસઇ લિમિટેડ (“બીએસઇ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“એનએસઇ”) ઉપર લિસ્ટ કરાશે. (“લિસ્ટિંગ વિગતો”). નુવાના વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ અને એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે. (“બીઆરએલએમ”).