એમૌની હેન્ડલૂમ એમેઝોન થકી કારીગરોને સશક્ત બનાવે છે
અમદાવાદ, આ વર્ષે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલની લેટેસ્ટ એડિશનમાં મેઘા દાસ દ્વારા સ્થાપિત એમૌની હેન્ડલૂમ જેવી બ્રાન્ડ્સને રજૂ કરવામાં આવી હતી જેને પરંપરાગત કારીગરી અને મોર્ડન કોમર્સ વચ્ચેનું અંતર પૂરવા માટે કરવામાં આવી હતી. અમૌની હેન્ડલૂમ વિશ્વભરના સ્થાનિક વણકરો અને કારીગરોને તેમની કારીગરી સમગ્ર વિશ્વમાં બતાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડીને તેમને સશક્ત બનાવે છે. Amounee Handloom Empowering Artisans Through Amazon.
તેની બ્રાન્ડ થકી મેઘા સ્થાનિક કારીગરો માટે ટકાઉ આજીવિકા સુનિશ્ચિત કરવા સાથે હેરિટેજ ક્રાફ્ટ્સને જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કુદરતી રેસા મેળવવાથી માંડીને બાયોડિગ્રેડેબલ પેકેજિંગનો ઉપયોગ કરવા સુધી, ટકાઉપણું એ અમૌનીની કામગીરીમાં વણાઈ ગયું છે જે પર્યાવરણ તથા સ્થાનિક સમુદાયો બંનેને ટેકો પૂરો પાડે છે.
એમેઝોન સાથેની અમૌલી હેન્ડલૂમની સફર ત્યારે શરૂ થઈ જ્યારે મેઘાએ વૈશ્વિક જનસમુદાય સુધી પહોંચવા માટે ઇ-કોમર્સની સંભાવનાઓને જાણી. મહિલા ઉદ્યોગસાહસિકોને ટેકો આપતા એમેઝોનના સહેલી પ્રોગ્રામે મેઘાને તેના બિઝનેસને વધારવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
એમેઝોન થકી બ્રાન્ડ સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય બંને રીતે ગ્રાહકો સાથે જોડાઈ શકી હતી અને હસ્તકલાની અને ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સની કદર કરતા બજારોમાં તેની હાજરી વધારી રહી છે. ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામે ભારતીય કલાને સમગ્ર વિશ્વમાં પ્રોત્સાહન આપીને અમૌનીની પહોંચ વધારવામાં મેઘાને મદદ કરી હતી અને સ્થાનિક કારીગરોને તેઓ જેના હકદાર છે તે માન્યતા આપી હતી.
એમેઝોનના લોજિસ્ટિક સપોર્ટ, સક્ષમ માર્કેટપ્લેસ ટૂલ્સ અને ગ્રાહક આધારના લીધે અમૌની તેની કામગીરી સરળ બનાવી શકી હતી જેના લીધે સમયસર ડિલિવરી સુનિશ્ચિત થઈ હતી જેનાથી ગ્રાહકના સંતોષ વધવાની સાથે તેમના વેચાણમાં વૃદ્ધિ અને નફાકારકતા હાંસલ થઈ હતી.
એમેઝોને નિર્ણાયક માર્કેટિંગ સપોર્ટ પણ પૂરો પાડ્યો છે જેનાથી બ્રાન્ડને સ્પર્ધા તથા કિંમતો જેવા પડકારોમાંથી આગળ વધવામાં મદદ મળી હતી અને તેના કલાકારોના મૂળિયા પણ જાળવી શકાયા હતા. આ ભાગીદારીથી અમૌની હેન્ડલૂમ સ્થિર ગતિએ વૃદ્ધિ પામી શકી છે અને સ્પર્ધાત્મક વૈશ્વિક બજારમાં તેની હાથશાળની પ્રોડક્ટ્સ માટેનું સ્થાન ઊભું કરી શકી છે.
ભાવિ રૂપરેખા –2025 તરફ નજર કરતાં અમૌની હેન્ડલૂમ વિવિધ ભારતીય શિલ્પોનું પ્રતિનિધિત્વ કરતી વધુ પ્રોડક્ટ લાઇન્સને રજૂ કરીને તેની વૈશ્વિક હાજરીને વિસ્તારવાની મહત્વાકાંક્ષી યોજના ધરાવે છે. બ્રાન્ડનું લક્ષ્ય ઓનલાઇન અને ઓફલાઇન બંને બજારોમાં તેની હાજરી મજબૂત બનાવાવાનું તથા કન્સેપ્ટ સ્ટોર્સમાં ભાગીદારી કરવા તથા ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગ સોલ્યુશન્સ લોન્ચ કરવાનું છે. મેઘા પરંપરાગત ક્રાફ્ટ ટેક્નિક્સ અને કારીગરોની વાર્તાઓ અંગે જાગૃતતા ફેલાવવા માટે શૈક્ષણિક પહેલની પણ યોજના ધરાવે છે.
અમૌની હેન્ડલૂમનું ધ્યાન ટકાઉપણા પર રહ્યું છે અને ભવિષ્યના પ્રોજેક્ટ્સનું લક્ષ્ય નિકાસો વધારવા, પ્રોડક્ટ રેન્જને ડાયવર્સિફાઇ કરવા અને કારીગરોના નેતૃત્વમાં વધુ વર્કશોપ ઓફર કરવાનું છે. એમેઝોનના માર્કેટિંગ ટૂલ્સ અને લોજિસ્ટિક્સ નિપુણતાનો ઉપયોગ કરીને અમૌની હેન્ડલૂમની યોજના કારીગરોને ટેકો આપવાની સફર ચાલુ રાખવાની અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાની છે.
આ વર્ષના એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલની જેમ જ એમેઝોન આવી બ્રાન્ડ્સને સતત ટેકો આપે છે જેમાં કારીગર, સહેલી, લોકલ શોપ્સ અને લોન્ચપેડ જેવા વિવિધ એમેઝોન સેલ પ્રોગ્રામ્સ દ્વારા એસએમબી દ્વારા 9,500થી વધુ પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી હતી. આવી બ્રાન્ડ્સને ટેકો આપવાના તેના પ્રયાસોના ભાગરૂપે એમેઝોને અનેક મહત્વની પહેલનો અમલ કર્યો છે
જેમાં મલ્ટીપલ પ્રોડક્ટ્સ કેટેગરીઝમાં સેલિંગ ફીમાં ઘટાડો અને દેશભરમાં શ્રેણીબદ્ધ સેલર કનેક્ટ ઇવેન્ટ્સ યોજવાનો સમાવેસ થાય છે. આ ટૂલ્સ અનેમેઝોનનો બ્રાન્ડ્સને ટેકો આપવા સાથે આ વર્ષના ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલે અમૌની હેન્ડલૂમને નોંધપાત્ર વૃદ્ધિ મેળવવા અને 2024 તથા આગળ પણ સતત સફળતા મેળવવાની સ્થિતિમાં મૂકી છે.