Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે ઓમર અબ્દુલ્લા 

ગાંદરબલ બેઠક પર NCના ઓમર અબ્દુલ્લાએ PDPના ઉમેદવાર બશીર અહેમદ મીરને ખરાબ રીતે હરાવ્યા છે.

જમ્મુ – કાશ્મીર, જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. એવામાં જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ દેશ માટે ખાસ છે. જો કે, ભાજપ પણ અહીં શક્તિશાળી પક્ષ તરીકે ઉભરી આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બડગામ બેઠક પરથી જીત નોંધાવી છે. “Omar Abdullah Banega J&K Chief Minister,” Announces Farooq Abdullah

ત્યારે આ વચ્ચે હવે નેશનલ કોન્ફરન્સના નેતા ડો. ફારૂક અબ્દુલ્લાએ મોટું એલાન કરતા કહ્યું કે, ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે. ફારૂક અબ્દુલ્લાએ આગળ કહ્યું કે, ‘લોકોએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. જમ્મુ-કાશ્મીરની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. હું તમામ લોકોનો આભારી છું કે, લોકોએ ચૂંટણીમાં ભાગ લીધો. અલ્લાહનો આભાર છે કે, પરિણામ તમારી સામે છે.

ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે.’ બડગામ બેઠક પર ૫૮.૯૭% મતદાન થયું હતું. આ બેઠક ૧૯૭૭થી નેશનલ કોન્ફરન્સનો ગઢ છે. તમને જણાવી દઈએ કે, ઓમર અબ્દુલ્લા બડગામની સાથે-સાથે ગાંદરબલથી પણ ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ બંને બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ગાંદરબલમાં ઓમર અબ્દુલ્લા ૯૭૬૬ મતોથી આગળ છે.

આ બેઠક પર ઓમર અબ્દુલ્લાએ પીડીપીના ઉમેદવાર બશીર અહેમદ મીરને ખરાબ રીતે હરાવ્યા છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ૯૦ બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. સરેરાશ ૬૩.૪૫ ટકા મતદાન થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.