Western Times News

Gujarati News

બાયડ તાલુકાના સસ્તા અનાજના દુકાનદારોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) સસ્તા અનાજના દુકાનદારોની પડતર માંગણીઓને લઈને સરકાર તેમજ એસોસિએશન વચ્ચેની મડાગાંઠનો હજુ સુધી કોઈ નિકાલ ના આવવાને કારણે ગરીબ કાર્ડ ધારકો અનાજથી વંચિત રહે એવી પરિસ્થિતિ સર્જાઈ છે

જે તે આંદોલન વખતે સરકારે સસ્તા અનાજના દુકાનદારોના સંચાલકોને ૨૦ હજાર રૂપિયા કમિશન આપવાની હૈયાધારણા આપી હતી ત્યારબાદ રાજ્ય એસોસિએશને હડતાલ સમેટી લેવાનો નિર્ણય કર્યો હતો પરંતુ સરકાર દ્વારા વિતરણની ટકાવારી બાબતે નવા નિયમો લાવતા દુકાનદારો ૨૦,૦૦૦ રૂપિયાના કમિશનથી વંચિત રહેવા પામ્યા છે

૯૯% થમ્બ ઇમ્પ્રેશનથી વિતરણ થાય તેવી દુકાનોને ૨૦ હજાર રૂપિયા કમિશન મળવા પાત્ર થશે એવા સરકારના તઘલખી નિર્ણયથી દુકાનદારો નારાજ છે જેના લીધે ગુજરાત રાજ્યના ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા અસહકાર આંદોલનની શરૂઆત કરવામાં આવી છે જેમાં સમગ્ર ગુજરાતના દુકાનદારોને હાકલ કરવામાં આવી છે કે કોઈપણ દુકાનદારોએ ચલણ જનરેટ કરવા નહીં.

આ સંદર્ભે બાયડ તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં તાલુકા એફપીએસ પ્રમુખ ભરતભાઈ પટેલ, ઉપપ્રમુખ સોમાભાઈ કોટવાલ તેમજ બાયડ તાલુકાના તમામ દુકાનદારોએ હાજર રહીને રાજ્ય એસોસિએશન દ્વારા આપવામાં આવેલ અસહકાર આંદોલનને સમર્થન આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.