અમદાવાદ રેલવે મંડળ પર “સતર્કતા જાગૃકતા ઝુંબેશ” અંતર્ગત સેમિનારનું આયોજન
અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર મંડળ રેલ પ્રબંધક કાર્યાલય અને ડીઝલ શેડ સાબરમતી ખાતે 8 ઓક્ટોબર 2024ના રોજ સતર્કતા જાગૃકતા અભિયાન હેઠળ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાનનો ઉદ્દેશ્ય રેલવે કર્મચારીઓમાં પ્રમાણિકતા, પારદર્શિતા અને સતર્કતા ના મહત્વ વિશે જાગૃતિ વધારવાનો હતો. આ વર્ષની ઝુંબેશની થીમ છે “પ્રમાણિકતાની સંસ્કૃતિ દ્વારા રાષ્ટ્રની સમૃદ્ધિ”, જે ભ્રષ્ટાચાર નાબૂદી અને નૈતિક કાર્ય પ્રણાલીઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ દરમિયાન કર્મચારી વિભાગની સાંસ્કૃતિક ટીમે શેરી નાટક દ્વારા ભ્રષ્ટાચારની હાનિકારક અસરોને ઉજાગર કરી પ્રામાણિકતાથી કામ કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
વરિષ્ઠ ડેપ્યુટી જનરલ મેનેજર અને ચીફ વિજિલન્સ ઓફિસર, પશ્ચિમ રેલવે શ્રી કુલદીપ જૈને અધિકારીઓ અને કર્મચારીઓને સતર્ક રહેવાની સલાહ આપી હતી. તેમણે સતર્કતા સંસ્થાની કામગીરી, તેમની જવાબદારીઓ અને તાજેતરના તકેદારીના કેસોની માહિતી પર તેમણે વિગતવાર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપી હતી. તેમણે કર્મચારીઓ સાથે કામ દરમિયાન થતી ભૂલો અને તેના નિરાકરણ અંગે ચર્ચા કરી હતી, જેથી ભ્રષ્ટાચાર અને અનૈતિક પ્રવૃત્તિઓથી બચી શકાય. આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે કર્મચારીઓને જાગૃત કરીને નીતિશાસ્ત્ર અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવાનો હતો.
આ પ્રસંગે અપર મંડળ રેલ પ્રબંધક શ્રી લોકેશ કુમાર, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી દયાનંદ સાહુ, ચીફ પ્રોજેકટ મેનેજર શ્રી રાજેન્દ્ર કુમાર અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન શ્રી જૈને સાબરમતીના ડીઝલ શેડનું પણ નિરીક્ષણ કર્યું હતું અને પર્યાવરણને હરિયાળું રાખવા અને પર્યાવરણની જાળવણીને પ્રોત્સાહન આપવા વૃક્ષારોપણ પણ કર્યું હતું.
આ પ્રસંગે એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી લોકેશ કુમાર, શ્રી દયાનંદ સાહુ, ચીફ પ્રોજેકટ મેનેજર શ્રી રાજેન્દ્ર કુમાર, ચીફ પ્રોજેકટ મેનેજર (ગતિશક્તિ) શ્રી અનંત કુમાર, ડેપ્યુટી ચીફ વિજીલન્સ ઓફિસર (એકાઉન્ટ) શ્રીમતી સીમા જખાડી અને એન્જીનીયરીંગ વર્કશોપ, ટ્રેક મશીન અને અન્ય વિભાગના અધિકારીઓ, તકેદારી નિરીક્ષકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.