Western Times News

Gujarati News

પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડનો આરોપીની ધરપકડ કરવામાં આવી

કતરાસ, કર્ણાટકની વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશના હત્યાકાંડ કેસમાં બેંગલુરૂ એસઆઇટીએ ઝારખંડના ધનબાદ પાસે કતરાસથી આરોપી યુવકને ધરપકડ કરી છે. કરતાસથી એસઆઇટીએ રાજેશ દેવડિકર ઉર્ફે ઋષિકેશ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે.

ઋષિકેશને કર્ણાટકની એસઆઇટી ટીમની ધરપકડ કરી છે. ઋષિકેશ ઉર્ફે રાજેશ દેવીડકર મહારાષ્ટ્રના રહેવાસી છે અને કતરાસના જ એક પેટ્રોલ પંપમાં કામ કરતો હતો. ગત આઠ મહિનાથી તે ધનબાદના કતરાસમાં રહેતો હતો.
તમને જણાવી દઇએ કે ગૌરી લંકેશની હત્યા સપ્ટેમ્બર ૨૦૧૭ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હુમલામાં તેમને ચાર ગોળીઓ મારી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ૫૫ વર્ષીય પત્રકાર ‘લંકેશ પત્રિકા’ ચલાવતા હતા. આ મામલે આ ૧૭મી ધરપકડ છે. ઋષિકેશ આ મામલે કોઇ નામજોગ આરોપી ન હતા પરંતુ પહેલાં જ આરોપીઓ સાથે પૂછપરછમાં તેમની સંલિપ્તાની વાત સામે આવી હતી ત્યારબાદ કર્ણાટકની બેંગલુરૂ પોલીસની વિશેષ તપાસ ટીમે કતરાસ પોલીસના સહયોગથી કાર્યવાહી કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.