માનસી પારેખને મળ્યો શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર, રાષ્ટ્રપતિ સામે એવોર્ડ લેતાં સમયે ભાવુક થઈ
ગુજરાતી ફિલ્મોમાં જાણીતું નામ માનસી પારેખને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસમાં મોંઘીની ભૂમિકા માટે આ એવોર્ડ જીત્યો.
નવી દિલ્હી: 8 ઓક્ટોબર 2024 ના રોજ વિજ્ઞાન ભવનમાં નવી દિલ્હી ખાતે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ભારતીય સિનેમાની જાણીતી હસ્તીઓને સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
દરમિયાન, રાષ્ટ્રપતિએ માનસી પારેખ અને નિત્યા મેનનને શ્રેષ્ઠ અભિનેત્રીના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા. બંને અભિનેત્રીઓ માટે આ પહેલો નેશનલ એવોર્ડ છે.
માનસી પારેખ એક ગુજરાતી છે જેનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મ્યા હોવા છતાં, તેણીનું ગુજરાત સાથે મજબૂત સાંસ્કૃતિક જોડાણ છે અને તે અવારનવાર રાજ્યની મુલાકાત લે છે. તેણી સંગીતના શોખ સાથે ઉછરી છે અને પુરષોત્તમ ઉપાધ્યાયની ચાહક છે. તેણીએ સંગીતકાર પાર્થિવ ગોહિલ સાથે લગ્ન કર્યા છે અને તેમને એક પુત્રી છે.
2019 માં રિલીઝ થયેલી વિકી કૌશલની ફિલ્મ ઉરીમાં માનસીએ તેની બહેનની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત માનસીએ તમિલ ફિલ્મમાં પણ કામ કર્યુ છે. આ ઉપરાંત 2020 થી 2024 સુધીમાં 6 થી વધુ ગુજરાતી ફિલ્મમાં કામ કર્યુ છે. જેમાં ગોળકેરી, ડીયર ફાધર, કોન્ગ્રેચ્યુલેશન, ઈટ્ટા કિટ્ટા, ઝમકુડી મુખ્ય છે.
Celebrating brilliance in acting!
.@MenenNithya receives Best Actress in a Leading Role for “THIRUCHITRAMBALAM” at the 70th National Film Awards! Her powerful portrayal showcases her incredible talent.@MIB_India @nfdcindia @PIB_India @AshwiniVaishnaw @Murugan_MoS… pic.twitter.com/2xDrN49eBC
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) October 8, 2024
આ ફિલ્મો માટે અભિનેત્રીઓનું સન્માન કરવામાં આવ્યું: નિત્યા મેનેનને તમિલ ફિલ્મ તિરુચિત્રંબલમમાં શોભનાની ભૂમિકા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી-ડ્રામા છે જે એક ડિલિવરી મેન વિશે છે જે તેના પરિવાર સાથેના સંબંધોમાં સંઘર્ષ કરે છે.
માનસી પારેખે ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસમાં મોંઘીની ભૂમિકા માટે આ એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મ પરંપરાગત કચ્છી પરિવારમાં સંબંધોની જટિલતાઓને શોધે છે. માનસી આ ફિલ્મની કો-પ્રોડ્યુસર પણ છે. આ બંને અભિનેત્રીઓ માટે ખૂબ જ ખાસ છે કારણ કે બંનેને પ્રથમ વખત નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
View this post on Instagram
માનસી પારેખ અને પાર્થિવ ગોહિલના પ્રોડક્શન હાઉસ સોલ સૂત્ર સ્ટુડિયોના બેનર હેઠળ બનેલી આ ગુજરાતી ફિલ્મ ઝમકુડી રિલીઝ તાજેતરમાં જ રીલીઝ થઈ હતી. ફિલ્મની શરૂઆત ગામડાના સીનથી થાય છે. આ ગામનું નામ છે ધણીવાડા, પછી સાંભળ્યું કે અહીં ડાકણોનો પ્રકોપ છે. આ એવા સંવાદો છે જેમાં કહેવાય છે કે આખા ગુજરાતમાં જ્યારે નવરાત્રીની ઉજવણી થાય છે ત્યારે આ ગામમાં ભયનો માહોલ હોઈ છે.
ફિલ્મનું પોસ્ટર જ સૂચવે છે કે ફિલ્મ હોરર તો હશેજ, પરંતુ સંજય ગોરડિયા અને ચેતન દૈયા જેવા કલાકારોના સાઉન્ડ ઇફેક્ટ્સ અને દ્રશ્યો પણ ફિલ્મમાં કોમેડીનો સ્પર્શ ઉમેરે છે. આ સાથે, પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણી, ઓજસ રાવલ અને જયેશ મોરે પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.