Western Times News

Gujarati News

બાંગ્લાદેશમાં હિન્દુઓના અધિકારોનું રક્ષણ કરોઃ યુએસ

વોશિંગ્ટન, બાંગ્લાદેશમાં સત્તાપલટા પછી પહેલીવાર અમેરિકાનું એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અમેરિકાએ કહ્યું કે એ બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોના અધિકારોનું રક્ષણ ઈચ્છે છે, કારણ કે હિન્દુ પોતાના સૌથી મોટા તહેવાર દુર્ગાપૂજા મનાવી રહ્યા છે.

અમેરિકા તરફથી આ નિવેદન બાંગ્લાદેશમાં તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા અને ઓગષ્ટમાં તેઓ ભાગીને ભારત આવ્યા પછી ત્યાં લઘુમતી હિન્દુ સમુદાય પર વધી રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલકે કહ્યું કે, અમે બાંગ્લાદેશમાં લઘુમતીઓના અધિકારનું રક્ષણ ઈચ્છીએ છીએ, જેમ કે વિશ્વભરમાં હકીકત છે.

મિલર હિન્દુ સમુદાયને તેમના સૌથી મોટા તહેવાર દુર્ગા પૂજા મનાવવા દરમિયાન કેટલાક ધાર્મિક કટ્ટરવાદીઓ દ્વારા ઉત્પન્ન ખતરા પર એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. આ પહેલા, ભારતે બાંગ્લાદેશની વચગાળાની સરકારને દક્ષિણ એશિયાઈ દેશમાં હિન્દુ સમુદાય માટે શાંતિપૂર્ણ ધાર્મિક આયોજન સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યાે છે.

સંયુક્ત રાષ્ટ્રની એક રિપોર્ટ મુજબ, બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો દરમિયાન હિન્દુઓ સહિત ૬૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા, જેના પરિણામ સ્વરુપ શેખ હસીનાના નેતૃત્વવાળી અવામી લીગ સરકાર પદભ્રષ્ટ થઈ ગઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.