Western Times News

Gujarati News

ગાંધીનગર ખાતે વિવિધ વિભાગના કર્મચારીઓ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઇ સંકલ્પબદ્ધ થયા

માહિતી નિયામક કચેરી ખાતે માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણીની આગેવાની હેઠળ અધિકારી-કર્મચારીઓએ પ્રતિજ્ઞા લઇ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએવન અને પર્યાવરણ વિભાગમાં અગ્ર સચિવ શ્રી સંજીવકુમારે અને વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી વિભાગમાં અગ્ર સચિવ શ્રી મોના ખંધારે કર્મયોગીઓ સાથે મળી પ્રતિજ્ઞા લીધી

ગાંધીનગર, ભારતના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર-૨૦૦૧ના રોજ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરીને ગુજરાતની સાથે વિકસિત ભારત યાત્રાની સોનેરી કેડી કંડારી હતી. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણી કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે.

વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ સિદ્ધ કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપવા માટે આજે સચિવાલય-ગાંધીનગર ખાતે વિવિધ વિભાગોના વડાઓની આગેવાની હેઠળ અધિકારી-કર્મચારીઓ દ્વારા “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લેવામાં આવી હતી. જેમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માવન અને પર્યાવરણ વિભાગમાં અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર તેમજ વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી વિભાગમાં અગ્ર સચિવ શ્રી મોના ખંધારની અધ્યક્ષતામાં વિભાગના સૌ અધિકારી-કર્મચારીઓ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ કરી સંકલ્પબદ્ધ થયા હતા.

આ ઉપરાંત ડૉ. જીવરાજ મહેતા ભવન-ગાંધીનગર ખાતે સ્થિત માહિતી નિયામક કચેરીમાં પણ આજે માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણીઅધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલ તેમજ સંયુક્ત માહિતી નિયામક શ્રી જી. એફ. પાંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં કચેરીના સૌ અધિકારી-કર્મચારીઓએ સાથે મળીને “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

વધુમાંઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગસહકાર અને પશુપાલન વિભાગઆરોગ્ય કમિશનરની કચેરીમત્સ્યોદ્યોગ કમિશનર કચેરીપશુપાલન નિયામકની કચેરીસમાજ કલ્યાણ પ્રભાગઅનુસૂચિત જાતિ પ્રભાગપ્રવાસન નિગમયાત્રાધામ વિકાસ બોર્ડ, PGVCL-UGVCL, ગુજસેઈલ તેમજ કામધેનું યુનિવર્સિટી સહિતની કચેરીઓ સહિત વિવિધ વિભાગો અને કચેરીઓ ખાતે ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં અધિકારી – કર્મચારીઓએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.