સિમલામાં ૧૨ વર્ષનો રેકોર્ડ તુટ્યો, માઇનસ ૩.૭ ડિગ્રી તાપમાન
શિમલા, શિમલામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે બરફવર્ષા થઇ રહી છે, શિમલામાં બરફવર્ષાથી હજુ પણ રસ્તાંઓ પર બરફ જામેલો છે, સવારથી જ દુધ, છાપાઓ સહિતની વસ્તુઓ નથી પહોંચી શકી.જેના કારણે સામાન્ય જનજીવન અટવાઇ ગયુ છે. ગુરુવાર શિમલામાં સિઝનનો સૌથી દિવસ રહ્યો. ગુરુવારે શિમલાનુ તાપમાન ૩.૭ ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યુ હતુ. ૨૦૦૮માં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. ભારે બરફવર્ષા અને ઠંડીના કારણે ગટરના પાણી જામી ગયા હતા, અનેક જગ્યાએ વીજળી ગુલ થવાની ઘટનાઓ પણ ઘટી હતી.
હવામાન વિભાગ કેન્દ્ર શિમલા દ્વારા જણાવાયુ હતુ કે, તેમને છેલ્લા ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડતી ઠંડી પડી છે. શિમલામાં ૧૨ વર્ષ બાદ સૌથી ઠંડો દિવસ રહ્યો છે. આ પહેલા ૨૦૦૮માં માઇનસ ૪.૪ ડિગ્રી તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યુ હતુ. ૧૯૪૫માં શિમલામાં તાપમાન માઇનસ ૧૦ ડિગ્રી રહ્યુ હતુ, શિમલાના ખડાપથ્થર, નારકન્ડા વગેરેમાં ૪ થી ૫ ફૂટ સુધી બરફવર્ષા થઇ હતી.શિમલામાં બરફવર્ષાથી હજુ પણ રસ્તાંઓ પર બરફ જામેલો છે, સવારથી જ દુધ, છાપાઓ સહિતની વસ્તુઓ નથી પહોંચી શકી.
આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં ઠંડા દિવસની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
બરફવર્ષાના ચેતવણીને કારણે મસૂરી અને ધનૌલ્ટિમાં વધારે સેનાની તૈયારી કરવામાં આવી છે. સી.ઓ. મસૂરીને મસૂરીમાં કેમ્પ કરવાનું કહેવામાં આવ્યું છે, જેથી પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે.હાલમાં લોકોને ઠંડીથી બચવાની સલાહ આપવામાં આવી છે.