કલ્કિને ટીવી પર પ્રસારિત કરવામાં કોઈને રસ નહીં
મુંબઈ, ‘કલ્કિ ૨૮૯૮ એડી’ તેલુગુ સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક છે. જેણે નોર્થ અમેરિકામાં ૧૮ મિલિયન ડોલરનો વકરો કર્યાે હતો, જેનાથી માત્ર ‘બાહુબલી ૨’ જ આગળ છે. ભારતમાં કે ગ્લોબલી આ ફિલ્મો મોટો વકરો કર્યાે હોવા છતાં હવે પ્રોડ્યુસર્સ ફિલ્મના સેટેલાઇટ હકો વેંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ટીમે પહેલાં સ્ટારમાં ગ્‰પ સાથે ડીલ કરવાની કોશિશ કરી હતી, પરંતુ ચેનલે પ્રોડ્યુસર્સ દ્વારા માગવામાં આવેલી મસમોટી ફી ચૂકવવાથી ઇનકાર કરી દીધો હતો. હવે એ ઝી ગ્‰પની જવાબદારી બની ગઈ છે, તેણે ફિલ્મના હકો મેળવવાની સહમતિ તો દર્શાવી છે, પરંતુ હજુ સુધી તેમની ડીલ ફાઇનલ થઈ નથી.
પ્રભાસની વિશ્વકક્ષાએ લોકપ્રિયતાને કારણે ઓટીટી પ્લેટફર્મ્સ દ્વારા ફિલ્મના હકો સેંકડો કરોડો રૂપિયામાં થિએટરમાં રિલીઝ થાય તે પહેલાં જ ખરીદી લેવામાં આવ્યા હતા.
એમેઝોન પ્રાઇમ અને નેટફ્લિક્સ બંનેએ આ ફિલ્મના સાઉથની ભાષાઓ તેમજ હિન્દી માટેના હકો ખરીદી લીધા છે અને બંને પર ફિલ્મ સફળતાથી સ્ટ્રીમ થઈ રહી છે. પરંતુ ટીવી પર આ ફિલ્મ દર્શાવવામાં કોઈ ખાસ રસ દાખવી રહ્યું નથી, તેથી પ્રોડ્યુસર્સ સંઘર્ષ કરી રહ્યા છે.
કારણ કે આ પ્રકારની ફિલ્મો ઓટીટી પર ચાલે છે, ત્યાર બાદ મોટી સંખ્યામાં લોકો પાઇરસીથી પણ ફિલ્મ જોઇ લેતાં હોય છે, તેથી ટીવી પર ખાસ વ્યુઅરશિપ મળતી નથી. તેના કારણે ટીવી ચેનલોને કોઈ ખાસ રેવન્યુ મળતી નથી.SS1MS