ICICI બેન્કે UPI પર ઈન્સ્ટન્ટ ક્રેડિટ ઓફર રજૂ કરવા ફોનપે સાથે ભાગીદારી કરી
- બેન્કના પ્રી-એપૃવ્ડ કસ્ટમર્સ ફોનપે એપ પર યુપીઆઈ વ્યવહારો માટે ક્રેડિટનો ઉપયોગ કરી શકે છે
આઈસીઆઈસીઆઈ બેન્કે આજે જાહેરાત કરી છે કે તેની ડિજીટલ પેમેન્ટ કંપનીની એપ પર તેના પ્રી-અપ્રૃવ્ડ કસ્ટમર્સને યુપીઆઈ પર તાત્કાલિક ક્રેડિટ આપવા માટે ફોનપે સાથે ભાગીદારી કરી છે.
આ ભાગીદારી ICICI બેન્કના લાખો પ્રી-અપ્રૃવ્ડ કસ્ટમર્સને ફોનપે એપ પર તાત્કાલિક રીતે ટૂંકા ગાળા માટે ક્રેડિટ લાઈન સક્રિય કરવા તથા તેમને કોઈપણ અવરોધવગર તથા સુરક્ષિત રીતે યુપીઆઈ વ્યવહાર માટે ઉપયોગ કરવામાં સક્ષમ બનાવે છે. બેન્ક 45 દિવસના ગાળાની પરત ચુકવણી અવધિ સાથે રૂપિયા 2 લાખ સુધીની યુપીઆઈ ક્રેડિટ લાઈન આપે છે. ICICI Bank partners with PhonePe to offer instant credit on UPI.
આ સુવિધા અંગે તહેવારની સિઝન દરમિયાન જાહેરાત કરવામાં આવી છે, જેથી ગ્રાહકોને ઈલેક્ટ્રોનિક્સ, ટ્રાવેલ અને હોટેલ બૂકિંગ્સ, બિલ ચુકવણી તથા અન્ય ઘણીબધી સુવિધા જેવી કે મોંઘી ચીજવસ્તુઓની ખરીદી કરવામાં સક્ષમ બનાવી શકે છે.
આઈસીઆઈસીઆઈ બેન્કના પ્રોડક્ટ હેડ-પેમેન્ટ સોલ્યુશન્સ શ્રી નીરજ ત્રાલશાવાલાએ જણાવ્યું હતું કે, “આઈસીઆઈસીઆઈ બેન્કમાં અમે સેંકડો ગ્રાહકોને ધિરાણ મુક્તપણે તથા સરળ પહોંચ પ્રદાન કરવા માટે ફોનપે સાથે આ ભાગીદારી કરતાં ખુશી અનુભવી રહ્યા છીએ.
તહેવારની સિઝનના આ પ્રસંગે આઈસીઆઈસીઆઈ બેન્કના પ્રી-એપ્રૃવ્ડ કસ્ટમર્સ ફોન પે પર પોતાની તહેવારની ખરીદીની જરૂરિયાતોને પૂરી કરવા માટે પેમેન્ટ કરવાના હેતુથી તાત્કાલિક ક્રેડિટ લાઈનને સક્રિય કરી શકે છે. સીમલેસ ડિજીટલ ક્રેડિટ પૂરી પાડવાના ઉદ્ધેશથી આફર અમારા ગ્રાહકોના વ્યક્તિગત બેન્કિંગ અનુભવમા મહત્વની ભૂમિકા ભજવશે.”
આ ભાગીદારી અંગે ટિપ્પણી કરતાં ફોનપે ખાતેના પેમેન્ટ્સ બાબતના વડા શ્રી દીપ અગ્રવાલે જણાવ્યું હતું કે,“અમે અમારા પ્લેટફોર્મ પર પ્રી-અપ્રૃવ્ડ આઈસીઆઈસીઆઈ બેન્કના ગ્રાહકોને યુપીઆઈ ઓફર પર ક્રેડિટ લાઈનનું વિસ્તરણ કરવા માટે આઈસીઆઈસીઆઈ બેન્ક સાથે ભાગીદારી કરવા અંગે ખૂબ જ ઉત્સુક છીએ.
આ ભાગીદારી ગ્રાહકોને ફોનપે એપમાંથી સંપૂર્ણપણે ડિજીટલ યુઝર્સ અનુભવના માધ્યમથી ફ્લેક્સિબલ શોર્ટ ટાઈમ ધિરાણનો લાભ ઉઠાવવામાં સક્ષમ બનાવશે. યુપીઆઈ પર ક્રેડિટ લાઈન એક વધુ ઈનોવેટીવ પ્રોડક્ટ ઓફરિંગ છે, જે દેશમાં ધિરાણની પહોંચ તથા ઉપયોગમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. ફોનપેમાં અમે આ ઉત્પાદનની ઓળખ અને ઉપલબ્ધતાને મહત્તમ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે અને આઈસીઆઈસીઆઈ બેન્ક સાથે આ ભાગીદારી એવી યાત્રામાં એક સીમાચીન્હરૂપ પથ્થર છે.”
આ ક્રેડિટ લાઈન વિવિધ યુપીઆઈ પેમેન્ટ એપ્લિકેશન્સમાં ઈન્ટરોપેરેબલ છે અને ગ્રાહકોને કોઈપણ યુપીઆઈ પેમેન્ટ એપનો ઉપયોગ કરી વ્યવહાર કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવે છે.
ફોનપે પર એક્ટિવ ક્રેડિટ લાઈન માટેના પગલાઃ
- તમારા ફોનપે એપમાં લોગઈન કરો.
- એપ પર દર્શાવેલ ક્રેડિટ એક્ટિવેશન બેનર પર ક્લિક કરો.
- એક્ટિવેશન માટે પ્રોડક્ટ ફિચર્સ, ચાર્જીસને તપાસો અને પ્રક્રિયા કરો.
- તમામ અધિકૃત પગલાં પૂરા કરો.
- એક વખત ક્રેડિટ લાઈનને મંજૂરી આપી દેવામાં આવે એટલે ગ્રાહક તેને યુપીઆઈ સાથે ક્લિક કરી શકે છે, યુપીઆઈ પીન સેટઅપ કરી શકે છે તથા યુપીઆઈ વ્યવહારો માટે તેનો ઉપયોગ કરી શકે છે.